બ્લાઉઝ સિવડાવતા પહેલાં જાણી લો બોડીના પ્રકાર વિશે! આવશે પરફેક્ટ ફિટિંગ્સ👚

સાડી માટે જરૂરી છે સ્ટાઇલિશ બ્લાઉઝ, પરંતુ સ્ટાઇલની સાથે સાથે એ પણ જરૂરી છે કે બ્લાઉઝ તમારી બોડી પર બિલકુલ ફીટ લાગે. બધાનું બોડી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે, જેના કારણે બ્લાઉઝનું ફિટિંગ પણ અલગ હોય છે. જરૂરી નથી કે સ્લીવલેસ અથવા ડીપ નેક બ્લાઉઝ દરેક યુવતી પર સારી લાગશે. એવામાં તમારે એ જાણવું જરૂરી છે કે, તમારી બોડી પર કેવો બ્લાઉઝ સૂટ કરશે. જાણો, તમારાં બોડી ટાઇપના હિસાબે કેવી રીતે પસંદ કરશો બ્લાઉઝ.

સ્મોલ બસ્ટ

સ્મોલ બ્રસ્ટવાળી યુવતીઓ પર મોટાંભાગના બ્લાઉઝ સારાં લાગે છે. તમે પેડેડ અને આગળની તરફ હેવી એમ્બેલિશ્ડવાળા બ્લાઉઝ પહેરો. આ તમારાં બસ્ટ એરિયાને હેવી દર્શાવશે. તમે હૉલ્ટર નેક બ્લાઉઝ પણ ટ્રાય કરી શકો છો. પાતળા ફેબ્રિકને બદલે વેલ્વેટ અથવા ડબલ લેયર સિલ્ક જેવા ફેબ્રિકથી બનેલા બ્લાઉઝ પહેરો.

બસ્ટી ગર્લ્સ

હેવી બ્રેસ્ટવાળી યુવતીઓ પર સાડી શાનદાર લાગે છે. જો કે, તેમાં પણ બ્લાઉઝ સિલેક્ટ કરવામાં પરેશાની આવે છે. તમારે આગળની તરફથી હેવી એમ્બેલિશ્મેન્ટવાળા બ્લાઉઝ અવોઇડ કરવા જોઇએ, કારણ કે તે તમારાં બસ્ટ એરિયાને વધુ હેવી દર્શાવશે. તમે સેટિન, જ્યોર્જેટ જેવા પાતળા ફેબ્રિકથી બનેલા બ્લાઉઝ પહેરો. આગળથી ડીપ નેકને બદલે તમે બેકલેસ બ્લાઉઝ કૅરી કરી શકો છો.

બ્રોડ ખભા

જો તમારાં ખભાનો ભાગ પહોળો છે, તો તમારે બ્લાઉઝની સ્ટાઇલ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમે તમારાં ટોન્ડ આર્મ્સને હાઇલાઇટ કરીને સેક્સી લુક મેળવી શકો છો. તમે ડીપ નેક અને શોર્ટ સ્લિવ્સ બ્લાઉઝ કૅરી કરો.

એથલિટ સ્લિમ બોડી

આવી બોડીની યુવતીઓ પર દરેક બ્લાઉઝ સારાં લાગે છે. તમે સ્લિવલેસ, ડીપ નેક, હૉલ્ટર નેક, બેકલેસ કોઇ પણ સ્ટાઇલના બ્લાઉઝ કૅરી કરી શકો છો.

કર્વી બોડી

જો તમારાં શરીરનો ઉપરનો ભાગ હેવી છે એટલે કે – ખભા, આર્મ્સ અને બ્રેસ્ટ ભારે છે તો તમારે બ્લાઉઝ માટે યોગ્ય ફેબ્રિક અને સ્ટાઇલ પસંદ કરવા જરૂરી છે. ¾ સ્લિવ્સ અથવા ફૂલ સ્લિવ્સના બ્લાઉઝ પહેરો, જેનાથી તમારાં હાથ ફર્મ લાગશે. તમે ડીપ નેક બ્લાઉઝ કૅરી કરી શકો છો. પરંતુ હેવી ફેબ્રિક અવોઇડ કરો, કારણ કે તે તમારાં પ્રોબ્લેમ એરિયાને વધારે હેવી દર્શાવશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment