તમે તમારું કામ કરી લીધું છે, ૯ મહિના સુધી તમારી પૂર્ણ તાકાત આપી દીધી છે, અને હવે ફરી તમે પહેલાંની જેમ દેખાવાની રાહ નથી જોઈ શકતા. હવે પહેલાંની જેમ ઓછાં વજનવાળું દેખાવું સરળ નથી, બરાબર ને? બાળકને સાચવવાની એક નવી જવાબદારી છે અને તમારો ખાસો સમય અને શક્તિ આમાં લાગી જશે. તમે કસરતના નામથી ડરો છો અને હવે એક નવા સમયમાં પોતાને ઘડવું તમારા માટે સરળ નથી.
ગર્ભાવસ્થાને કારણે પેટ પવિત્ર બની જાય છે, જેથી એ વજન ઘટાડવાના વિચાર ને રોકે છે. આ અગત્યનું છે કે તમે ધીરે ધીરે શરૂ કરો કારણ કે તમારું શરીર પહેલાથી જ આટલી તકલીફોથી પસાર થઈ ચૂક્યું છે. હલકી ફૂલકી કસરતથી શરૂ કરો, તેને મનોરંજક બનાવો અને તેના પછી તમારે જૂના જિન્સમાં ફિટ થવાથી તમને કોઈ રોકી શકતું નથી.
વ્યાયામ ને મજેદાર અને રોમાંચક બનાવની ૫ રીતો અહીંયા આપી છે:
૧. ડાન્સ અથવા ઝુમ્બા
ઝુમ્બા પેટની ચરબી ઘટાડવા માટેની એક અસરકારક રીત છે કારણકે આ તમારા પેટના વચલા ભાગને મજબૂત કરે છે, જે સામાન્ય રીતે સ્નાયુઓનો છે અને જે ગર્ભાવસ્થા દરમિયાન ખેંચાય છે. હાલમાં ઝુમ્બા લેટિન મારીમ્બા બિટ્સ ખૂબ જ ફેમસ છે, જે ખરેખર ડાન્સ કરવા માટે ખૂબ જ મનોરંજક બની શકે છે. બધી નવી માતાઓને ઝુમ્બા ડાન્સ કરવો એક કલબમાં ડાન્સ કરવા જેવું લાગશે અને આ રીતે માતાઓ એમનો થાક અને તણાવ દૂર કરી શકે છે.
૨. પિલેટ્સ
કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો અને જો તમારું સી-સેકશન થયું હોય તો ફિટનેસ માટે વિચારતા પેહલા ૬ અઠવાડિયા સુધી રાહ જોવું સારું રહેશે. વજન ઘટાડવાની રીતો માં પિલેટ્સ એક ખૂબજ સમગ્ર દ્રષ્ટિકોણ છે. પિલેટ્સ ૬ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે: એકાગ્રતા, નિયંત્રણ, ધ્યાન, પ્રવાહ, શ્વાસ અને ચોક્કસ, પિલેટ્સના વિચારો સ્નાયુના નિયંત્રણ પર આધારિત છે. પાવર હાઉસ પ્લાન્સ, ઘૂંટણની ડાન્સ એક્સરસાઇઝ અને સી-કલર્સ મજાની રીતો છે, જેથી તમે તમારા પિલેટ્સની પ્રેક્ટિસ શરૂ કરી શકો છો.
૩. સ્ટ્રોલર વર્કઆઉટ અને ચાલવું
આ વજન ઘટાડવા માટે સૌથી સરળ, તંદુરસ્ત અને સુરક્ષિત રીત છે. સાંજના સમયે તમારા બાળકને સ્ટ્રોલરમાં મૂકી, એને લઈને ચાલી શકો છો અને સાથે સાથે તમારું વજન પણ ઘટાડી શકો છો. આનાથી તરત તમને શરીરમાં કોઈ ફરક દેખાશે નહીં, પરંતુ તંદુરસ્ત અને અનુક્રમીક રીતે વજન ઘટાડવાની યોગ્ય પ્રક્રિયા છે.
૪. પાવર યોગા
શ્વાસન વ્યાયામની સાથે અમુક હલકી ખિચાવવાળી કસરત વજન ઘટાડવા માટેની એક સારી રીત છે. તમારા પેલવિક વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરે તેવા આસન નો વિકલ્પ પસંદ કરો. પાવર યોગા પણ સારો વિકલ્પ છે કારણકે એ તમારી જરૂરિયાત પ્રમાણે યોગા દ્વારા વજનવાળી જગ્યાઓ પર ધ્યાન આપે છે. પાવર યોગા કરાવાવાળા શિક્ષક તમારે તમારા શરીરની જરૂરીયાતો અનુસાર પોશ્ચર આપે છે, જે તમારા શરીરને લચીલું બનાવે છે. પાવર યોગ તમારા થાકેલા શરીરને તાકાત આપે છે અને ધીમે ધીમે તમે પોતાને પેહલા જેવા અનુભવ કરવા લાગો છો.
૫. હુલા હુપ
હુલા હુપ કલાક દીઠ ૬૦૦ કૅલરી બર્ન કરવામાં મદદ કરે છે અને કમરને યોગ્ય આકાર આપવામાં મદદ કરે છે. પરંતુ તમારે તેને એક કલાક સુધી કરવાની જરૂર નથી કારણ કે તે શારીરિક રીતે થાકવી દે તેવું છે. લીફ્ટ કાર્ડિયો સાથે તેને ૧૫ મિનિટની સલામત સીમાં સુધી જ કરો. જ્યારે તમે શરૂ કરો ત્યારે ભારે હુલા હુપનો ઉપયોગ કરો કારણકે હલકા હુલા હુપ કરતા તેને ફરાવું સરળ છે. કોઈ મજેદાર સંગીત વગાડો એક હુલા હુપ પકડો અને ફરીથી બાળપણના દિવસોમાં જતા રહો.
આ મનોરંજક દેખાવા વાળી અસરકારક રીતો થી તમે તમારું પેહલા જેવું ફિગર મેળવી શકો છો. આનાથી તમે માત્ર ગુમાવેલું આત્મવિશ્વાસ જ નથી મેળવી શકતા, પરંતુ શરીરની ગુમાવેલી શક્તિ પણ મેળવી શકો છો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI