આપણા દેશમાં આરતી અથવા ભજન ગાતી વખતે તાળી પાડવાની એક પ્રથા છે એ વૈજ્ઞાનિક છે પરંતુ તાળી પાડવી બોડી અને હેલ્થ માટે ખૂબ જ લાભકારક છે.
તાળી પાડવાથી રોગાના આક્રમણથી રક્ષા તો મળે છે પરંતુ કેટલાક રોગોની સારવાર પણ થઇ જાય છે. હાથથી નિયમિત રૂપથી તાળી પાડીને રોગ દૂર કરી શકાય છે.
દરરોજ જો નિયમિત રૂપથી ઓછામાં ઓછી 1 અથવા 2 મિનીટ તાળી પાડવામાં આવે તો પછી કોઇ પણ વ્યાયામ કે આસાનોની જરૂર નથી. સતત તાળી વગાડવાથી માનવ શરીરમાં રોગ પ્રતિરોધત શક્તિની વૃદ્ધિ થાય છે જેનાથી શરીર રોગોના આક્રમણથી બચવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે.
એક્યૂપ્રેશર ચિકિત્સ-વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાથની હથેળીઓમાં શરીરના તમામ આંતરિક ઉત્સર્જન સંસ્થાનોના બિંદુઓ હોય છે. તાળી પાડવાથી જ્યારે એ બિંદુઓ પર વારંવાર દબાણ આવે છે તો તમામ આંતરિક સંસ્થા ઊર્જા પ્રાપ્ત કરીને પોતાનું કામ સુચારુ રૂપથી કરે છે.
તાળી પાડવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે. જેનાથી મેદસ્વિતા ઓછી થાય છે. શરીરનો વિકાર નષ્ટ થાય છે. તાળી પાડવી મનની પ્રસન્નતાનું પ્રતિક છે. આ કારણે પ્રસન્નતામાં તાળી પાડવામાં આવે છે.
તો હવે બિન્દાસ વગાડો તાળી…!!!
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.