જો તમે વારંવાર નિષ્ફળ થઇ રહ્યા છો, તો આ સત્ય કહાની થી મળી શકે છે જીત નો મંત્ર🤗🤗

મિકી માઉસ અને ડીઝનીલેન્ડ થી તો તમે પરિચિત હશો. આ વોલ્ટ ડીઝની ની કલ્પના હતી, વોલ્ટ ડીઝની એક અમેરિકન ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને એનીમેટર હતા. વોલ્ટની રૂચી કળા માં હતી, તેઓ પોતાના પાડોશીઓને તેમની ચિત્ર ની કળા ને દોરી વહેંચતા હતા. ડીઝની આર્મી માં જવા માંગતા હતા પણ ઓછી ઉમર ના કારણે તેઓ રીજેક્ટ થઇ ગયા હતા.

અને તેના બદલે વોલ્ટ રેડ ક્રોસ માં જોડાયા. સફળતાનો પ્રવાસ તેમના માટે સરળ નહતો. એક સમય એવો પણ હતો જયારે તેમની પાસે ઘર નું ભાડું ભરવાના પણ પૈસા નહતા અને ઘણી વાર ખાય પિયા વગર રેહવું પડતું હતું.

૧૯ વર્ષની ઉમરે બનાવી એક કમ્પની, પણ કંગાળ થઇ ગયા 

૧૯૨૦ માં માત્ર ૧૯ વર્ષની ઉમરમાં તેમણે પોતાની કમ્પની બનાવી, પણ તેઓ એક પણ કાર્ટુન વહેંચવામાં સફળ ન થયા. ક્ન્સાસ સીટી માં પોતાની કાર્ટુન સીરીઝ ખરાબ રીતે અસફળ થવાથી તેઓ કંગાળ થઇ ગયા. એક વાર તેમને એક સમાચાર સંવાદદાતા એ કહ્યું કે તેઓ સુસ્ત છે અને તેમના માં કલાત્મક અને સૃજાત્મ્ક વિચારો ની ખામી છે.

ત્યારબાદ તેમણે એક સ્ટુડીઓ નો સેટઅપ તૈયાર કર્યો. થોડા સમય બાદ નાનકડી એનીમેશન “એલીસ ઇન કાર્ટુન લેન્ડ” અને “ઓસવલ્ડ ધ રેબિટ” દ્વારા થોડી કામયાબી મળી, પણ આ કામયાબી ના સારા દિવસો વધારે સમય માટે નહતા.

મિક્કી માઉસ થી મળી સફળતા 

વોલ્ટ ને સફળતા તેના પહેલા પાત્ર મિક્કી માઉસ થી મળી. તેઓ ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરવા માંગતા હતા, એટલા માટે તેમણે પોતાના સૃજાત્મ્ક વિચારોને પ્રયોગ કરવાનું છોડ્યા નહી. ૧૯૪૦ માં તેમણે એક મનોરંજન પાર્ક બનાવવાનો વિચાર કર્યો. તેમણે આ વિચારની રૂપ રેખા લોકો સમક્ષ પ્રસ્તુત કરી.

અને આને બનાવવામાં દિવસ રાત એક કરી દીધા અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે ડીઝનીલેન્ડ લોકોનું ફેવરીટ થઇ ગયું જે વોલ્ટ ડીઝની ની કલ્પના અને વિચારોનું પરિણામ હતું. પણ ખાલી અહિયાં તેમણે સ્ટોપ ન કર્યું, તેમણે વોટર પાર્ક, મોશન પિક્ચર્સ અને રિસોર્ટસ પણ બનાવ્યા.

અસફળતાઓ થી હાર ન માનો 

દોસ્તો આપણે પણ અસફળતાઓ થી હારવું ન જોઈએ. એક વાર અસફળ થવાથી એવું નહી વિચારવું જોઈએ કે હવે આગળ ક્યારેય સફળ નહી થવાય. મન માં દ્રઢ વિશ્વાસ હોય તો મોટા થી મોટા લક્ષ્યો કેટલી પણ અસફળતા આપે બસ કામ પરથી મન હટવું ન જોઈએ.

કામ ની વાત

૧. નિષ્ફળતા થી ક્યારેય પણ પોતાના લક્ષ્ય ના રસ્તા માં અવરોધ પેદા ન થવા દો

૨. સફળતા ન મળે તો ગભરાવું નહી, મન મેં હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ એક દિન…

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment