સંશોધકો નું કેહવુ છે કે જ્યારે તમે ઊંચાઈ પર હોવ છો ત્યારે પર્વત ની ટોચ પર નાં ઓછા ઓક્સીજન નાં કારણે શરીરમાં લોહીનું પરિભમ્રણ ઓછુ થઈ જાય છે અને તેના કારણે ફેફસા માં લોહીનું દબાણ વધી જાય છે અને પરીણામે ઊંચાઈ પર હ્યદય ની ક્રિયા ઘટી જાય છે. આમાં આશ્ચર્યજનક ની વાત એ છે કે આ બંને પરીબળો રક્ત પ્રવાહ ને અસર કરે છે, અને છતા તે શરીરની સંપુર્ણ રીતે કસરત કરવાની ક્ષમતાને અસર નથી કરતુ.
પૃથ્વીનાં પર્વતીય પ્રદેશો નાં સંશોધન અને પ્રવાસ ને સુરક્ષિત રાખવા માટે સંશોધન આપણુ માનવ શરીર ઊંચા ટોચ વાળી જગ્યાઓ પર કેવી અસર કરે છે તે સમજવમાં મદદ કરે છે અને ઊંચાઈ માં થતી મોટી રમત-ગમત માં કસરત ને સરળ બનાવામાં મદદ કરી શકે છે. વેલ્સ,બ્રીટન ની કેડીફ મેટ્રોપોલીટન યુનિવર્સીટી માંથી માઈકલ સ્ટેમબ્રીજ એ કહ્યુ કે તે આશા રાખે છે, કામ માંથી મળેલી વિગતો દ્વારા તે વસ્તીની તંદુરસ્તી અને સુખાકારી ને સુધારવા માં મદદ કરી શકે, આપણી સ્થિતી ની સમજણ ને અને રોગનિવારક લક્ષ્યો ની શોધકળને આગળ વધારી ને.
લોકો જે ઊંચાઈ માં જતા હોય છે તે ક્રોનીક માઉન્ટેન સીકનેસ થી પસાર થાય છે જે ત્યારે થાય છે જ્યારે ત્યાં ઓછુ ઓક્સીજન હોય છે. તેનાં લક્ષણો માં, હાંફ ચડવી, માથાનો દુખાવો અને ઝડપી હ્યદય નાં ધબકારા છે.
ધ જર્નલ ઓફ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલ સંશોધન માટે, ટીમએ એક નાના જૂથમાંથી માહિતી એકત્રિત કરી છે કે કેવી રીતે હૃદય અને પલ્મોનરી રુધિરવાહિનીઓ ઓછા ઓક્સિજન સાથે જીવન માં અનુકુળ છે. સંશોધકો અને સહભાગીઓએ બે અઠવાડિયા દરમિયાન કેલિફોર્નિયામાં દૂરસ્થ સંશોધન સુવિધામાં અભ્યાસ હાથ ધર્યો હતો.
વધુમાં, એકોકાર્ડિઓગ્રાફીનો ઉપયોગ કાર્ડિયાક અને પલ્મોનરી વેસ્ક્યુલર ફંક્શનની આકારણી કરવા માટે કરવામાં આવ્યો હતો, જે બિન-આક્રમક અને પરોક્ષ છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI