મધ્ય પૂર્વથી આવતા રસદાર અને મીઠા ફળ, ખારેક તેમજ ખજુર એ ફક્ત ઇફ્તારના સમયે રોઝાને તોડવા માટે નથી વપરાતા. તાજી અને સૂકવેલી ખારેક એ સ્વાસ્થ્યન માટે ખુબ જ ફાયદામંદ છે. સગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી ખૂબ જ ફાયદામંદ સાબિત થાય છે.
પ્રાચીનકાલમાં ઇજિપ્તની સિવિલાઈઝેશનમાં ખારેકનો ઉપયોગ દારૂ બનાવવા માટે થતો હતો. હૃદયની તકલીફોને રોકવા માટે,મગજની કામગીરી અને અન્ય ક્ષમતાના વિકાસ માટે, કબજિયાતમાંથી રાહત વગેરે જેવા ખારેકના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેના આ અદભુત લાભ માટે ખારેક ફિટનેસ માટે ખુબ જ ઉપયોગી છે.
ખારેકનું પોષકતત્વ:
ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વને લીધે તે શરીરમાં શક્તિનો વધારો કરે છે.ખારેકમાં વિટામીન એ, કે, બી૬ અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં રહેલા છે.
ખારેકથી થતા લાભ:
સ્વાદિષ્ટ ખારેક ખાવાથી થતા કેટલાક સુંદર ફાયદા
૧. તમારા હૃદયને યંગ રાખે છે.
ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે. ખારેકની એન્ટી એથરોસ્ક્લેરોસિસની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડ પ્રેસરપણ ઓછુ કરે છે.ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણનથી.જો તમે તમારા હૃદયને યંગ રાખવા માંગો છો તો તમે ખારેકણો ઉપયોગ કરી શકો છો.
૨. હાડકાંને મજબુત બનાવે છે.
તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે.ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસથી દૂર રહેવા માંગતા હો, તો હવે ખારેક સાથે મિત્રતા કરી લો!
૩. કબજિયાતથી રાહત
ખારેક ખાવાથી કબજિયાતથી રાહત મળે છે.તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે.ફક્ત એક રાત ખારેકને પાણીમાં રાખી અને તેને આગામી સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે શરીરમાં મિનરલ્સનું નિયમન કરવામાં મદદ કરે છે.
૪. તંદુરસ્ત જઠર અને આંતરડા
ખારેકમાં નિકોટિન અને ફાઇબર પુરતી માત્રામાં રહેલા હોવાથી તે હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.ખારેકને નિયમિત માત્રામાં લેવા આવે તો તે શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે.ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર, આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.તે કોલોરેક્ટલ કેન્સર (કોલોનનું કેન્સર) જેવા રોગની સામે પાચનતંત્રનું રક્ષણ કરે છે. ફાઈબર, આંતરડામાં પોષક તત્ત્વોનું યોગ્ય શોષણ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે.
૫. .પાંડુરોગ સામે રક્ષણ
ખારેકમાં રહેલા આયર્નના પ્રમાણને લીધે, પાંડુરોગથી પીડાતા લોકો માટે તે શ્રેષ્ઠ ઔષધ છે. પાંડુરોગ સામે લડવા માટે તમારા નાસ્તા સાથે ખારેક પણ ખાવી જરૂરી છે.
૬. સંભોગને જાગૃત કરે છે.
સહનશક્તિમાં ઘટાડો, ઉત્સુકતામાં ઘટાડો તેમજ જાતીય ઇચ્છાથી પીડાતા લોકો માટે ખારેક ખાવી ખુબ જ અનિવાર્ય છે.ખારેકમાં ફલેવોનોઈડ્સ અને એસ્ટ્રાડીઓલનું સમૃદ્ધ પ્રમાણ રહેલું હોવાથી તે શુક્રાણુની સંખ્યા, ગતિશીલતા અને સહનશક્તિમાં વધારો કરે છે. બકરીના દૂધમાં એક રાત થોડી ખારેક નાખી તમે આ કુદરતી ઉપાય અજમાવી શકો છો. સવારમાં, મધની ૧-૨ ચમચી અને થોડી લીલી એલચી ઉમેરીને સમગ્ર સંમિશ્રણનું મિશ્રણ કરો. આ પ્રવાહી પીવાથી ચોક્કસપણે જાતીય સહનશક્તિમાં સુધારો આવે છે.
૭. એલર્જી સામે રક્ષણ
જો તમે ખારેકના પોષણ ચાર્ટ પર નજર કરશો તો તેમાં પુષ્કળ ઓર્ગેનિક સલ્ફર મળશે. ઓર્ગેનિક સલ્ફર જે ખાદ્ય પદાર્થમાંથી મળી આવતો એક દુર્લભ તત્વ છે,જે એલર્જીસ સામે રક્ષણ આપવા માટે ખૂબ મદદરૂપ થાય છે.તેથી જ નેચરોપેથ્સ દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન ખારેક ખાવા માટે સલાહ આપવામાં આવે છે.
૮. મગજને તંદુરસ્ત રાખે છે
ન્યુરોડિજનરેટિવ રોગ જેવા કે ઍલ્ઝાઇમર, ડિમેન્શિયા, જ્ઞાનાત્મક અસ્થિરતા વગેરે સામે ખારેક રક્ષણ આપે છે. નર્વસ સિસ્ટમને તંદુરસ્ત રાખવા માટે પણ ખારેક ખુબ જ ઉપયોગી છે.ખારેકમાં પોટેશિયમ, એન્થોકયાનિન, ફિનીલોક્સ અને પ્રોટોકટચ્યુઇક એસિડ રહેલા છે,જે મગજમાં થતા બળતરાને અટકાવે છે, તેની સતર્કતા, ઝડપ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરે છે.તે માટે, એક ગ્લાસ દૂધ સાથે કેટલીક ખારેકને ઉકાળો, તેમજ આ મિશ્રણમાં કેસર અને ચપટી હળદરનો ઉમેરો. શ્રેષ્ઠ પરિણામ મેળવવવા માટે તેને રાત્રે સુઈ જતા પહેલાં પીવું.
૯. શક્તિમાં વધારો કરે છે
જ્યારે તમને તાત્કાલિક શક્તિની જરૂર પડે છે ત્યારે ખારેક ખાવાથી શક્તિમાં વધારો કરી શકાય છે. દરરોજ જીમ કરતી વ્યક્તિ પહેલા ખારેક ખાય છે અને ત્યારબાદ તેમના વર્કઆઉટની શરૂઆત કરે છે. મધ્ય પૂર્વના લોકો પાણી સાથે બે ખારેક ખાઈને તેમના રોઝા તોડે છે. ખારેક ભૂખને શાંતિ આપે છે.
૧૦. હરસમસાથી રાહત
પ્રેગ્નન્સી દરમિયાન ખારેક ખાવી ખુબ જ લાભદાયક છે. મજબૂત હાડકાંનું નિર્માણ, એલર્જી સામે રક્ષણ અને મગજને તંદુરસ્ત રખવું વગેરે ઉપરાંત, તે પ્રેગનન્સી દરમિયાન હેમરોઈડ્સ જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે. ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર, આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
૧૧. તંદુરસ્ત સ્કીન
ખારેક ખાવથી માત્ર હેલ્થને લાભ નથી થતો, પરંતુ સ્કીનને પણ લાભ થાય છે.ખારેકમાં વિટામિન સી, ઇ અને ડી નું પ્રમાણ ખુબ જ રહેલું છે. ખારેકમાં રહેલા ફલેવોનોઈડ્સ, ફાયટોહોમૉન્સ અને એન્ટીઑકિસડન્ટ્સ ચામડી પર વિરોધી રીતે અસર કરે છે. ખારેકનો નિયમિત વપરાશ કરવાથી શરીરમાં મેલાનિનનું સંચય થતું રોકી શકાય છે.
૧૨. હેર ફોલ સામે રક્ષણ
ખારેકના લાભ વાળ સુધી પણ ફેલાયેલા છે.ખારેકમાં રહેલા આયર્ન,કેલ્શિયમ અને વિટામિન્સ વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ખારેક હેર ફોલને અટકાવે છે અને વાળની વૃદ્ધિની ખાતરી આપે છે.
ખારેકથી થતી આડઅસર:
અન્ય ખોરાકની જેમ ખારેકનો પણ બધું પડતો ઉપયોગ નુકશાનકારક સાબિત થાય છે. ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન, તમારે શું ખાવું અને શું ન ખાવું તે વિશે વધુ કાળજી રાખવી જોઈએ કારણ કે તે તમારા બાળકને સીધી અસર કરી શકે છે.
-સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા દરમિયાન ખારેક ખાવા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. ખારેક શ્રમ-પ્રેરિત ખોરાક તરીકે જાણીતું છે,તેથી જ્યાં સુધી તમે ખરેખર તમારા કાર્યનો પ્રારંભ કરવા નથી માંગતા,ત્યાં સુધી ખારેકનો વપરાશ ઓછો કરવો.
-ખારેકમાં કેલરી અને ખાંડનું પ્રમાણ વધુ હોવાથી, ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિ ખારેકનો ઉપયોગ ટાળવો જોઈએ. જો વધુ પ્રમાણમાં ખારેકનો ઉપયોગ કરવામાં આવે તો સુગર લેવલ વધે છે અને તે વજનમાં પણ વધારો કરી શકે છે.
-જો તમને સલ્ફાઇટથી એલર્જી હોય, તો ખારેક ખાશો નહીં.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI