આપણા સ્વાસ્થ્ય માટે દારૂ ખૂબ જ હાનિકારક છે તેમજ હૃદય અને લીવર ઉપર આલ્કોહોલની ખૂબ જ ખરાબ અસર પડે છે ધીમે ધીમે આલ્કોહોલ લેવાથી શરીરના દરેક અંગો ખરાબ થતા જાય છે અને તેનાથી સંપૂર્ણ શરીર પ્રભાવી થતું હોય છે. વધુ આલ્કોહોલ લેવાથી શરીરમાં ડિહાઈડ્રેટની સમસ્યા ઉત્પન્ન થાય છે,
અને તેના નુકસાન લોકોને ખબર હોવા છતાં પણ તેઓ તેની આદત છોડી શકતા નથી. આમ તો ઘણા ઘરેલુ ઉપાય છે જેનાથી તમે આલ્કોહોલનો નશો છોડવામાં તેની મદદ લઈ શકો છો. તો જાણીએ આલ્કોહોલનું નુકસાન અને તેની આદત કેવી રીતે છોડાવી જોઈએ.
આલ્કોહોલ થી થતા નુકસાન
માનસિક બીમારી નું જોખમ વધે છે. આલ્કોહોલ થી તાંત્રિકા તંત્ર પ્રભાવિત થાય છે. આલ્કોહોલ પીવાથી લીવર ડેમેજ થાય છે. આલ્કોહોલ પીવાથી ડીહાઈડ્રેશન અને પેટની તકલીફ શરૂ થાય છે. વધુ આલ્કોહોલ થી હૃદયની બીમારીનું જોખમ વધે છે. આલ્કોહોલની આદત કેન્સરનું કારણ પણ બની શકે છે. આલ્કોહોલ પીવાથી લીવર સીરોસીસ ની સમસ્યા થઈ શકે છે.
આલ્કોહોલ ની આદત કેવી રીતે છોડાવવી
દ્રાક્ષ
આલ્કોહોલની આદત છોડાવવા માટે તમે દ્રાક્ષનો ઉપયોગ કરો. જો તમને આલ્કોહોલ પીવાનું મન થાય તો તે જ સમયે તમે દ્રાક્ષ ખાઈ શકો છો. ચાર પાંચ દ્રાક્ષ ખાવાથી આલ્કોહોલ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે અને તમને તે આદત છોડવા માટે મદદ મળશે.
ખજૂર
આલ્કોહોલ પીવાની આદત છોડાવવા માટે તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. તેની આદત છોડવા માટે ખજૂરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેની માટે ખજૂર ને ક્રશ કરો ત્યારબાદ તેને પાણીમાં મિક્સ કરો અને આ પાણીને દિવસમાં બે થી ત્રણ વખત પીવો.
ગાજરનો જ્યુસ
આલ્કોહોલ છોડવા માટે ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તેની લત છોડવામાં મદદ મળે છે. તમે સફરજનનો જ્યુસ પણ પી શકો છો. દિવસમાં બેથી ત્રણ વખત સફરજનનો જ્યુસ પીવાથી આલ્કોહોલની આદત છોડવામાં મદદ મળશે.
તુલસી ના પાન
તુલસીના પાન એક આયુર્વેદિક ઔષધી છે, અને તે આલ્કોહોલની આદત છોડવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આલ્કોહોલ પીવાની તીવ્ર ઈચ્છા ઓછી થઈ જાય છે, તુલસીમાં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી અને એન્ટિઓક્સિડન્ટ તત્વ જોવા મળે છે તેનાથી આપણું શરીર ડિટોક્ષ થાય છે.
અશ્વગંધા
આલ્કોહોલ ની આદત છોડવા માટે અશ્વગંધાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ ઉમેરીને તેનું સેવન કરવાથી આલ્કોહોલ પીવાની આદત થી છુટકારો મેળવી શકાય છે.
1 thought on “જો તમારા કોઈ ઓળખીતાને દારૂ પીવાની ટેવ હોય તો 5 મિનિટ આ વાંચી લેજો”