ઘી નો ઉપયોગ દરેક રસોડામાં થતો જોવા મળે છે તે પૂરી હોય કે પછી પરાઠા તેને બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ દિવસોમાં બજારમાં મિલાવતી દેશી કે ખૂબ જ વેચાઈ રહ્યું છે. આપણે ઘી નો ઉપયોગ બધી રીતે કરતા હોઈએ છીએ તેમ કે મીઠાઈ બનાવવાની ભોજન બનાવવા સુધી અને ઘીને ખૂબ જ હેલ્ધી ફેટ માનવામાં આવે છે તથા તે વાનગીને એક અલગ જ સ્વાદ તથા સુગંધ આપતું હોય છે, દરેક ઘરના રસોડામાં ઉપયોગમાં લેવામાં આવનાર ઘી અત્યારના દિવસોમાં ખૂબ જ ભેળસેળીયું મળવા લાગ્યું છે તેથી તેની તપાસ તમે તમારા ઘરે જ કરી શકો છો.
ડબલ બોઇલર પ્રોસેસનો કરો ઉપયોગ
દેશી ઘીમાં લગભગ તેલ ને ઉમેરવામાં આવે છે અને એવામાં આ ભેળ ભેળ ચેક કરવા માટે એક કાચબા વાટકામાં થોડું ઘી નાખો અને તેને ડબલ બોઇલર પ્રોસેસ નો ઉપયોગ કરીને ઓગાળો. હવે આ મિશ્રણને કોઈ બરણીમાં નાખીને અમુક સમય સુધી ફ્રીજમાં મૂકો થોડા સમય પછી જો ઘી અલગ અલગ પરતમાં જામી જાય છે તો દેશી ઘીમાં ભેળસેળ થયેલ હશે.
હથેળી ઉપર મૂકીને કરો ચેક
દેશી ઘી ની તપાસ કરવા માટે એક વધુ સારો ઉપાય છે જે છે હથેળીથી તપાસ કરવી તમારી હથેળીમાં એક ચમચી ઘી નાખો અને તેને પીગળવા સુધી રાહ જુઓ ઘી ઓગળવા લાગે તો સમજો કે ઘી શુદ્ધ છે અને જો ઘી જેમનું તેમ રહેતો સમજો કે ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે
કેમિકલનો કરો ઉપયોગ
તમે ટેસ્ટિંગ ટ્યુબમાં એક મોટી ચમચી ઘી નાખીને ગરમ કરો હવે એક ચપટી ખાંડ ની સાથે સમાન માત્રામાં સાંદ્ર hscl ઉમેરો ટેસ્ટટ્યુબ ને હલાવો અને દરેક વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરો જો નીચલા ભાગમાં ગુલાબી અથવા લાલ રંગના દાણા જોવા મળે તો સમજો કે ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે.
પેનમાં ઓગાળો
ઘી ની પ્યોરિટી ચેક કરવા માટેનો સૌથી આસાન ઉપાય છે તેને પેનમાં ઓગાળવું. મીડીયમ આંચ ઉપર એક પેન મૂકો અને તેને અમુક સમય સુધી ગરમ થવા દો, હવે તેમાં એક ચમચી ઘી નાખો, જો ઘી તૈયારીમાં ઓગળી જાય અને ભૂરા રંગનું થઈ જાય તો તે શુદ્ધ ઘી છે, અને તેને પીગળવામાં સમય લાગે અને હલકા પીળા રંગમાં બદલાઈ જાય તો સમજો કે ઘી ભેળસેળ વાળું છે.
1 thought on “દેશી ઘી ના નામ ઉપર ખૂબ જ વેચાય છે ભેળસેળિયું ઘી, આજે જ કરો અસલી અથવા નકલી ઘીની ઓળખ..”