શરીરનું વધતું વજન ઓછું કરવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી હોય છે પરંતુ કસરત કરવાથી જ વજન ઓછું કરવાનું જો તમે વિચારી રહ્યા છો તો તમને આ બાબતની ખાસ માહિતી હોવી જોઈએ કે માત્ર કસરત કરવાથી જ વજન ઓછું કરી શકાતું નથી ફિટનેસ એક્સપર્ટ પણ વેઇટ લોસ કરવા માટે કસરતની સાથે સાથે તમારા ડાઈટમાં સુધારો કરવા માટેની સલાહ આપતા હોય છે અને ડાયટ વજન ઓછું કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ જોવા મળ્યું છે કે ઘણી વખત યોગ્ય બેલેન્સ ડાઈટ હોવા તથા પર્યાપ્ત વ્યાયામ કરવા પછી પણ શરીરના અમુક ભાગમાં ચરબીના સ્વરૂપે ફેટ ઓછું થતું નથી અને અમુક ભાગમાં ચરબી ઓછી કરવા માટે આપણે ખાસ પ્રકારના ડાયટ ની જરૂર હોય છે તો આજે અમે તમને વજન ઓછું કરવા માટે બદામના પાવડરના ફાયદા તથા તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જણાવીશું.
બદામ પાવડર થી થશે વજન ઓછું
જો તમે પણ બીજા બધાની જેમ જ તમારું વજન ઓછું કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી માટે બદામ પાવડર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઓછા ફેટ વાળા દૂધમાં ઉમેરીને અથવા તો દરિયામાં ઉમેરીને બદામના પાવડરનું સેવન તમે કરી શકો છો જેની મદદથી તમારું શરીરનું વજન ઓછું કરવામાં મદદ થશે પરંતુ તેનાથી બીજા ઘણા બધા ફાયદા પણ થશે તમારા ડાયટમાં બદામ પાવડર સામેલ કરવાની સાથે સાથે તમારે બીજા ફેટ ફૂડ ને સામેલ કરવાના નથી અને તેની સાથે જ જો તમે કઈ તળેલું અથવા તો ગળ્યું ભોજન ખાવ છો તો તેને પણ તમારે છોડી દેવું પડશે.
કઈ રીતે બનાવવો બદામ પાઉડર
બદામ પાવડર બનાવવા ની રીત ખૂબ જ આસાન છે નીચે આપેલ ટિપ્સને ફોલો કરીને તમે ઘરે જ બદામનો પાવડર બનાવી શકો છો તો ચાલો સૌથી પહેલા તેને બનાવવા માટે જરૂરી સામગ્રી વિશે જાણીએ.
એક કપ બદામ
એક ચમચી ખાંડ
અડધી ચમચી ઈલાયચી
થોડું કેસર
ત્રણથી ચાર કપ પાણી
બદામ પાવડર બનાવવાની રીત..
એક વાસણમાં પાણી તથા ઈલાયચી નાખીને ઉકાળો.
જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારો અને હવે તેમાં બદામ નાખો.
હવે બદામને દસ મિનિટ સુધી પાણીમાં જ રહેવા દો
હવે પાણીને ગાળીને બદામ બહાર કાઢી લો તથા પાણી અને ઈલાયચી ને ફેંકી દો.
બદામ બહાર કાઢ્યા બાદ તેની છાલ ઉતારો અને બદામને તાપ માં સુકવવા માટે મૂકો.
સુકાઈ ગયા બાદ તેને સામાન્ય તાપમાન માં સેકો.
હવે ગ્રાઈન્ડર માં બદામ, કેસર અને ખાંડ નાખીને તેને પીસો.
હવે બદામ પાવડર બનીને તૈયાર છે હવે તમે તેને કોઈ એર ટાઈટ ડબ્બામાં મૂકી શકો છો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બદામ પાવડરને ઓછી માત્રામાં જ બનાવો કારણ કે વધુ માત્રામાં બનાવવાથી તે ખરાબ થઈ જાય છે તથા કોશિશ કરો કે એક વખતમાં બેથી ત્રણ દિવસ ચાલે એટલો જ બદામ પાવડર બનાવો.
બદામ પાવડરના બીજા અન્ય ફાયદા
સ્નાયુઓને મજબૂત બનાવે
હાડકા મજબૂત કરે
ત્વચા તથા વાળને હેલ્ધી રાખે
આંખો માટે ખૂબ જ ફાયદાકારક
પાચન પ્રણાલીને તીવ્ર કરે
તે સિવાય કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ સ્ટ્રોક, તથા હૃદયથી જોડાયેલી બીમારી થી દૂર રહેવા માટે બદામ પાવડરનો નિયમિત સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.