અઠવાડિયાના દરેક દિવસને કોઈને કોઈ દેવી કે દેવતાને સમર્પિત માનવામાં આવે છે. એવામાં આજનો દિવસ એટલે કે શનિવારનો દિવસ એ મહાદેવના સ્વરૂપ હનુમાનજીને સમર્પિત છે. આજના દિવસે રાશિચક્રની 12 રાશિ માંથી 6 રાશિના જાતકો પર હનુમાનજીની કૃપા થવાની છે. તેમના જીવનમાં ચાલી રહેલ બધી જ સમસ્યાનું સમાધાન તેમને મળી જશે.
ચાલો હવે તમને જણાવી દઈએ કે આ કઈ 6 રાશિ છે જેમને હનુમાનજીના આશીર્વાદ મળવાના છે.
1. વૃષભ : હનુમાનજીની કૃપાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં ઘણું પરિવર્તન થવાનું છે. આ પરિવર્તન પોઝિટિવ રહેશે. ઘણા સમયથી કોઈ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો તેમાંથી તમને રાહત મળશે. નોકરી શોધી રહેલ મિત્રોને સારી કંપનીમાંથી સામેથી ઓફર આવશે. જે મિત્રો સારી કંપનીમાં નોકરી કરી રહ્યા છે તેમને હમણાં નોકરીમાં કોઈપણ બદલાવ કરવાની જરૂરત નથી. થોડી ધીરજથી તમે બધી મુશ્કેલીનું સમાધાન કરી શકશો.
2. કર્ક : હનુમાનજીના આશીર્વાદથી તમને કોઈ ચિંતા હેરાન કરી રહી છે તો તમને રાહત મળશે. સંતાન સંબંધિત કોઈ સમસ્યાથી તમને રાહત મળશે. વેપારીઓને ધનલાભ થવાના ચાન્સ છે. જે મિત્રો વિદેશ જઈને ભણવા માંગે છે તેમના જીવનમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. ઘરમાં કોઇની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત છે તો તેમાંથી રાહત મળશે.
3. કન્યા : હનુમાનજીની કૃપાથી કન્યા રાશિની મહિલાઓને આ સમય દરમિયાન ધલાભ થવાની શક્યતા છે. બાપ-દાદા તરફથી જૂની મિલકત તમારા ભાગમાં આવશે. કોર્ટમાં કોઈ કેસ કે વિવાદ ચાલી રહ્યો છે તો તમને રાહત મળશે. ઘણા સમય પહેલા કરેલા રોકાણથી તમને અચાનક ધનલાભ થશે. ભાગીદારીમાં વેપાર ચાલી રહ્યો છે તો તેમાં અચાનક ધનલાભની શક્યતા છે. નવું વાહન કે મકાન જમીન લેવાના પણ યોગ છે.
4. વ્રુશિક : હનુમાનજીના આશીર્વાદથી તમારા આવનાર દિવસો સુખના દિવસો હશે. તમને કોઈ જૂની બીમારી હેરાન કરી રહી છે તો તેમાંથી તમને રાહત મળશે. તમારા જીવનમાં ચાલી રહેલ બધી મુશ્કેલીઓ હનુમાનજી દૂર કરી દેશે. ઘરમાં નાના બાળકના કલરવથી તમે પ્રસન્નતા અનુભવશો. ઘરમાં મહેમાનોનું આગમન થવાથી તમારા મનનો ભાર ઉતરી જશે. માતા પિતાની તબિયતમાં પણ હવે સુધારો જણાશે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂંઝાવું નહીં. હનુમાનજી તમારી સાથે જ છે.
5. મકર : હનુમાનજી તમારા પર ખૂબ મહેરબાન રહેશે. જે મિત્રો લગ્ન કરવા માટે કોઈ યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના જીવનમાં એક સારા જીવનસાથીની એન્ટ્રી થશે. પ્રેમીઓ માટે પણ આ દિવસો ખૂબ સારા રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત કરીને તમે જૂની વાતો યાદ કરી આનંદ અનુભવશો. પરિવાર સાથે કોઈ લાંબી યાત્રા કરવાના યોગ છે.
6. મીન : મીન રાશિના જાતકોને હનુમાનજીની કૃપાથી ખુશખબરી મળવાની છે. જે મિત્રોને કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા તરફેણમાં રહેશે. લાંબા સમયની બીમારી પછી તમને રાહત મળશે. વેપાર સંબંધિત યાત્રા કરવાના યોગ છે. તમારી મુલાકાત નવા લોકો સાથે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. જો કોઈ મૂંઝવણ છે તો તમે તમારા માતા પિતા કે પછી અનુભવી મિત્રોની સલાહ લઈ શકો છો.