આજના રાશિફળમાં આપણે જાણીશું કે તારીખ 09.09.2022 ના દિવસે કઈ રાશિના જાતકો પર માતા અંબાજીની કૃપા થવાની છે. કેટલાક રાશિના જાતકોને થોડું સતર્ક રહેવાની જરૂરત છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ 12 રાશિનું આજનું રાશિફળ.
મેષ : નોકરી શોધી રહેલ મિત્રોને સારી નોકરી મળશે. સમાજમાં તમારું માન અને સન્માન વધશે. સમય સાથે તમારા જીવનમાં કેટલાક પરિવર્તન આવશે. તમારી આસપાસ પાડોશી અને સંબંધીઓ સાથે માંગલિક પ્રસંગ ગોઠવી શકો છો. સુખ સમૃધ્ધિ માટે પૂજા પાઠ કરાવી શકો.
વૃષભ : વેપારીઓને લાંબા સમયથી ચાલી આવી રહેલ મુશ્કેલીઓનો અંત થશે. આજના દિવસે ગુસ્સાને કાબૂમાં રાખીને શાંતિના રસ્તે ચાલવું. યુવાનોને આજે કેટલીક બાબત માટે હેરાનગતિ થશે. જીવનસાથીની શોધમાં છો તો તમારા જીવનમાં આજે પ્રિયજનની એન્ટ્રી થશે.
મિથુન : આજે આખો દિવસ વધુ વ્યસ્ત રહેશો. અનુભવી મિત્રો અને કળા પ્રત્યે ચાહક મિત્રોને વધુ પ્રગતિનો માર્ગ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન રહો. આજના દિવસે નાની મોટી બીમારી તમને હેરાન કરશે. આજે તમારું અધૂરું કામ સારી રીતે પૂરું થશે. વેપારીઓને સફળતા મળશે.
કર્ક : પરિવારમાં ખુશીઓનું આગમન થશે. લગ્ન કરવા માંગતા મિત્રોને સારા પરિવાર સંબંધ નક્કી થશે. વેપારીઓ માટે સારો સમય રહેશે. નોકરી કરતાં મિત્રોને ઓફિસમાં સારો સપોર્ટ મળશે. તમારા કામથી તમારા સિનિયર ખુશ થઈ જશે. સમાજમાં કેટલાક કામ તમારે કરવાના રહેશે. ક્યાંય યાત્રા કરવાના યોગ છે.
સિંહ : જે મિત્રો લગ્ન જીવનમાં ફસાઈ ગયા હોય એવું અનુભવતા હશે તેમને સાચો રસ્તો મળશે. વધુ કામ વધુ સરળતાથી કરવું એ તમારી હોશિયારી અને સમજદારીથી કરો. આજે ભાગીદારો માટે થોડો મુશ્કેલ સમય રહેશે. આજે નવા મિત્રો સાથે મુલાકાત થશે.
કન્યા : તમારા અટકેલાં બધા કામ પૂરા થઈ જશે. કશું નવું કરવા માટે વિચારી રહ્યા છો તો આજે થોડો સમય લઈને ભવિષ્યના પ્લાનિંગનું પણ વિચારી લેજો. આજે મિત્રોસાથે સંબનધ મજબૂત કરી શકશો. તેમનાથી તમને ઘણો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં મોટો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે.
તુલા : સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. તમારું મન પ્રસન્ન રહેશે, આર્થિક મદદ તમને મળશે. ધાર્મિક અને અધ્યાત્મ સ્થળની મુલાકાત લેવાનું થશે. આજે તણાવમાં ઘટાડો થશે. જમીન મકાન માટે કોઈ ડીલ થઈ શકે છે. પરિવારમાં શાંતિની સ્થાપન થશે.
વ્રુશિક : આજે તમારે વધુ એક્ટિવ રહેવાની જરૂરત છે. તમારા નજીકના લોકો સાથે તમે સારી રીતે સમય પસાર કરી શકશો. ટેક્સ સંબંધિત કામ ઘણા સમયથી પેન્ડિંગ છે તો તે પૂરા થશે. બાળકોના કરિયર માટે યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ મળશે.
ધન : આજે આત્મવિશ્વાસનો વધારો થશે. તમે કોઈપણ પરિસ્થિતિનો હિમતથી સામનો કરી શકશો. આજે કોઈપણ જોખમ ભરેલ રોકાણ કરવું નહીં. અજાણ્યાં પર જો તમે ભરોસો કરો છો તો તમને નુકશાન થઈ શકે છે. ઓફિસમાં વધુ કામ કરવાનું રહેશે.
મકર : ઘણા સમયથી કોઈ કામ પાછળ મહેનત કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. ઓફિસમાં કેટલાક પ્રોજેક્ટ પર તમને કામ કરવાનો ચાન્સ મળશે. પરિવારના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા નજીકના મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. વેપારીઓને ધનલાભ થશે.
કુંભ : સંબંધીઓથી તમને ધનલાભ થશે. આજે નસીબ અચાનક પલટી જશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. નોકરી કરી રહેલ મિત્રોને વધુ સાવધાન રહેવાની જરૂરત છે. વેપારીઓને અચાનક ધનલાભ થશે.
મીન : નોકરી કરતાં મિત્રો અને વેપારીઓને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. પરિયાવરના કોઈ સભ્ય વિષે ચિંતા થઈ શકે છે. અજાણ્યાં સાથે તમારી સિક્રેટ વાતો શેર કરવી નહીં. જીવનસાથી સાથે સંબંધમાં મજબૂતી વધશે.