આજે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ કઈ રાશિ પર રહેશે મહેરબાન અને કઈ રાશિને થશે આર્થિક તકલીફ.

આજનો ગુરુવારનો દિવસ એ ભગવાન વિષ્ણુનો ખાસ દિવસ માનવામાં આવે છે. આજના દિવસએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજે દરરોજના રાશિફળમાં જાણીશું કે કઈ રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની કૃપા થશે. તો ચાલો જાણી લઈએ આજનું રાશિફળ.

મેષ : આવકના નવા સ્ત્રોત ઊભા થશે જેના લીધે સારો ધનલાભ થશે. તમારી વાણીથી આજે કોઈને ખરાબ લાગી શકે છે. તમને આજે આંખ, માથાનો દુખાવો અથવા તો દાંતની તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. દરરોજ કરતાં આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.

વૃષભ : તમે જે પણ કામ હાથમાં લેશો તે તમે પૂરું કરશો અને તેમાં તમને સફળતા મળશે. નોકરી શોધી રહેલ મિત્રોને નવી તક મળશે. આજે તમે જે કામ કરવા ધરશો તે કામ પૂરું થશે. તેમાં તમને નસીબનો સહકાર મળશે. વેપારીઓની સ્થિતિ સામાન્ય રહેશે. આર્થિક રીતે પરિસ્થિતિ સામાન્ય અનુકૂળ રહેશે. પરિવાર અને પ્રિયજનનો સહયોગ મળશે.

મિથુન : આજે પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માટે પ્રયત્ન કરો. આર્થિક સ્થિતિ સારી થવાના નવા રસ્તાઓ ખુલશે. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ મિત્રોને સફળતા મળશે. કામ-વેપારમાં અને માન સમ્માનમાં વધારો થશે. તમારું ધ્યાન ધાર્મિકતા તરફ વધુ રહેશે. પરિવારમાં માતા પિતા સાથે ધાર્મિક યાત્રા કરી શકશો.

કર્ક : આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે સારા ચાન્સ મળશે. ઘણા સમયથી સ્થાયી સંપતિ ખરીદવા માટે વિચારી રહ્યા છો તો સફળતા મળશે. નોકરી કરી રહેલ મિત્રોને પગારવધારો અને પ્રમોશનના યોગ છે. મિત્રોની મદદથી સારી રીતે આગળ વધી શકશો.

સિંહ : બહુ લાંબી યાત્રા પર જવાના યોગ છે. થોડી આળસ અનુભવશો. તમારા રોજના કામમાં વિલંબ થશે. તમારા ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે. ભાગીદારીવાળા વેપારમાં સાવધાન રહેવું. રસ્તા પર ચાલવા સમયએ અને વાહન ચલાવતા સાવધાન રહેવું.

કન્યા : આજે કેટલાક નવા ચાન્સ મળશે જેનો તમે ખૂબ સારી લાભ લઈ શકશો. બીજાની વાતો કે વિવાદમાં પડવાથી બચો. તમારા મહત્વના કામમાં કોઇની પણ મદદ લેવી નહીં. વેપારીઓને મહેનત પછી પરિણામ મળશે. નોકરી કરી રહેલ મિત્રોને સહકર્મીઓ તરફથી સહકાર મળશે.

તુલા : તમારા પરિવારમાં આજે તણાવ ભરેલું વાતાવરણ રહેશે. તમારું મન અંદરથી ખૂબ દુખી અનુભવશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો સમયને એમજ બગાડશો નહીં. વધારાના સમયમાં કોઈ યોગ્ય કામ કરો. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રાખો. કોઈપણ કામ કરવામાં મન શાંત રાખવું.

વ્રુશિક : આજે જે પણ કામ તમે સારી રીતે મન લગાવીને કરશો તેમાં તમને સફળતા મળશે. પર્સનલ જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું કરવા માટે તમારે હજી તકેદારી રાખવાની જરૂરત છે. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ મિત્રોને સારું પરિણામ મળશે.

ધન : તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કામની બાબતમાં તમારી પર જવાબદારીઓ વધી જશે. વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા મળશે. પરિવારમાં તમને માતા તરફથી સહયોગ મળશે. જો કોઈ મોટું રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો હમણાં થોડો સમય રાહ જુઓ. નહીં તો તમને નુકશાન થઈ શકે છે.

મકર : આજે દિવસ ખૂબ સારો વિતશે. તમારા ભાઈ અને બહેન સાથે ચાલી રહેલ વિવાદનો અંત આવશે. મિત્રો તમને તમારા કામમાં સહકાર કરશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમને સારી કંપનીથી ઓફર મળશે. તમારા અટકેલાં કામ પૂરા થશે અને અટકેલાં પૈસા પરત મળશે.

કુંભ : આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થશે. તમારા વડીલો અને માતા પિતાની સલાહથી આગળ વધો. અચાનક જ અમુક ખર્ચ તમારું બજેટ બગાડી દેશે. સાંજે કોઈ ખુશખબરી તમને મળી શકે છે. સામન્ય દિવસ કરતાં આજે થોડા વધુ તકેદાર રહો. સિઝનલ બીમારી થઈ શકે છે.

મીન : કોઈ કોર્ટ કે કચેરીનો કેસ છે તો તમને રાહત મળશે. તમારા જૂન મિત્રો સાથે મુલાકાત તમારો દિવસ બનાવી દેશે. નોકરી કરતા મિત્રોને આવકમાં વધારો થશે. પરિવાર તરફથી સારા સમાચાર મળશે. કોઈપણ કામને ખૂબ નિષ્ઠા સાથે કરો. ઘરમાં અને પરિવારના લોકોની સુખ સુવિધા પર ખર્ચ થશે.

Leave a Comment