દરરોજ આપણી આસપાસ ઘણી એવી ઘટના બનતી હોય છે જે આપણને હચમચાવી દેતી હોય છે. હાલમાં જ એક એવો બનાવ સામે આવ્યો છે. વાત છે અમદાવાદની અહિયાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. અહિયાં એક પરિવારએ સમૂહમાં આત્મહત્યા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ આત્મહત્યા કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પણ પોલીસ કોન્સ્ટેબલ અને તેના પરિવારે કરી છે.
તમને એ જાણીને વધુ ઝટકો લાગશે પણ આ પોલીસકર્મીના નાનકડા પરિવાર કે જેમાં પતિ પોતે પત્ની અને નાનકડી 3 વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આ કોન્સ્ટેબલ અને તેમની પત્નીએ ત્રણ વર્ષની દીકરી સાથે અડધી રાત્રે 2 વાગે ફ્લેટની બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા હતા.
આ પરિવાર અમદાવાદ ગોતામાં દીવા હાઇટ્સ નામની બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને સમૂહ આત્મહત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે પોલીસ કોન્સ્ટેબલ એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં સેવા આપતો હતો. આ પોલીસ કોન્સ્ટેબલનું નામ કુલદીપસિંહ યાદવ છે જેણે પરિવાર એટલે કે પત્ની અને નાનકડી દીકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનુ પગલુ લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. સોલા હાઈકોર્ટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તેમના આત્મહત્યા કરવા પાછળ શું કારણ હતું તે હજી કોઈ જાણી શક્યું નથી. આ સામૂહિક હત્યાની બાબતમાં સોલા પોલીસએ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ પરિવારના આત્મહત્યા કરી લેવાનો પહેલો આવો કિસ્સો સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે બધા ખૂબ આશ્ચર્યમાં છે બધાનું માનવું છે કે કુલદીપ યાદવ કે જેઓ સ્વભાવે ખૂબ શાંત અને ખૂબ સરળ સ્વભાવના હતા તેમણે આવું કેમ કર્યું હશે તે હજી કોઈ સમજી શક્યું નથી. તમને જણાવી દઈએ કે કુલદીપ યાદવ એ ભાવનગર પાસે સિહોરના વડીયા ગામના રહેવાસી હતા. તેઓ તેમની પત્ની અને દીકરી સાથે ગોતામાં રહેતા હતા. તેમણે આવું પગલું કેમ ભર્યું એ હજી કોઈ જાણી શક્યું નથી. તેમની પાડોશમાં જ તેમના સંબંધી રહેતા હતા તેમને પણ આ વાતનો કોઈ અંદાજ હતો નહીં.