તારીખ 07.09.2022 ને બુધવાર. આ દિવસ ગણપતિ બાપ્પાનો વિશેષ દિવસ હોય છે અને એમ પણ દેશમાં હમણાં ગણપતિ બાપ્પાનું ઘરે ઘરે અને સોસાયટીમાં આગમન થયું છે. ચાલો તમને જણાવી દઈએ કે આજનો દિવસ ગણપતિ બાપ્પાની કૃપાથી તમારો આજનો દિવસ કેવો રહેશે.
મેષ : આજે તમારી મુલાકાત ઉચ્ચ અધિકારીઓ સાથે થશે. આજે કોઈપણના વિવાદમાં પડી તમે પોતાનું જ નુકશાન કરી બેસશો. પૈસાને લઈને તમારી ચિંતા વધી જશે. તમારા અટકેલાં પૈસા સમય પર પરત ના મળવાથી ચિંતામાં વધારો થશે.
વૃષભ : વેપાર કરી રહેલ મિત્રોને ધાર્યા કરતાં વધુ ફાયદો થશે. ઘણા સમયથી સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું તો તેમાં પણ સુધારો થશે. તમારા ઘરના વડીલો અને અનુભવી મિત્રોની મદદથી તમે સફળતા મેળવી શકશો. ઘરમાં ખુશીઓનું આગમન થશે.
મિથુન : જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમને સારી કંપની તરફથી ઓફર આવશે. ઘણા સમય પછી તમારા મિત્રો અને પ્રિયજન સાથે સારો સમય પસાર કરી શકશો. ઘર પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. ભાઈ બહેનનું વર્તન દુખી કરશે.
કર્ક : માનસિક રીતે મજબૂત બનશો. તમારા સતત થઈ રહ્યા પ્રયત્ન તમને સફળતા સુધી પહોંચાડશે. કોઈ વાતને લઈને ઘણા સમયયહી કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા છો તો તેમાં રાહત મળશે. આજે શાંત રહીને તમારું મન સંપૂર્ણ રીતે કામમાં લગાવવાનું રહેશે.
સિંહ : તમારી જૂની અને ખરાબ આદતો છોડવા માટે આજે યોગ્ય દિવસ છે. તમારા કાર્યસ્થળ પર તમારા પ્લાનને લોકોનો સપોર્ટ મળશે. તમારી નજીકના લોકો તમને દુખ પહોંચાડવા પ્રયત્ન કરશે. અચાનક ખુશીઓનું આગમન થશે. અટકેલાં પૈસા પરત મળશે.
કન્યા : સામાજિક રીતે તમારી નામના વધશે. વેપારમાં નવીનતા લાવવા માટે યોગ્ય સમય છે. વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાથી મિત્રોને સારા સમાચાર મળશે. ઘરમાં કોઈ શુભ કામ કરવાના યોગ બની રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલા વિચાર કરી લેવો. બહુ જોખમ લેવું નહીં.
તુલા : અચાનક ધનલાભના યોગ છે. સમાજમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામના વખાણ થશે. ઘરમાં અચાનક જ આજે મહેમાનનું આગમન થશે. ઘર અને ઓફિસમાં જવાબદારી વધી શકે છે. વેપારીઓના હાથમાં સારી ડીલ અને પ્રોજેક્ટ આવી શકે છે.
વ્રુશિક : ભાગીદારીમાં વેપાર સંભાળીને કરવો. તમારા મનમાં રહેલ પ્લાનિંગ અને અમુક પરિવર્તન હમણાં જાહેર કારવાવની જરૂરત નથી. નોકરી કરી રહેલ મિત્રોને પ્રમોશન અને પગારવધારાના યોગ છે. પરિવારમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાની જરૂરત છે.
ધન : પરિવારમાં ખુશીઓનું આગમન થશે. રચનાત્મક કામમાં તમે વ્યસ્ત રહેશો. પોતાના પર ભરોસો રાખો. મનમાં નેગેટિવ વિચાર આવવા દેવા નહીં. સફળતા આજે તમારા હાથવગી રહેશે. નવા કામની શરૂઆત કરો તો તેમાં મન લગાવી કામ કરો. પ્રેમીઓ માટે સારો સમય.
મકર : નવી શરૂઆત કરવા માટે આજે સારો સમય. ઘણા સમય પહેલા કરેલી મહેનતનું તમને હવે પરિણામ મળશે. આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી બનશે. વેપારીઓને કેટલીક મહત્વની જવાબદારીઓ નિભાવવાની રહેશે. તમારી વાત કરવાની સ્ટાઈલના લોકો ઘાયલ બનશે.
કુંભ : વેપારીઓને અચાનક ધનલાભ થવાના યોગ છે. તમને જે મળી રહ્યું છે તેમાં તમે સંતોષ અનુભવશો તો તમને સફળતા જરૂર મળશે. તમારી જવાબદારીઓમાં વધારો થશે. પેટ અને માથા સંબંધિત તકલીફ હેરાન કરશે. પરિવાર સંબંધિત કોઈ નિર્ણય સમજીને લેવો.
મીન : વેપારીઓ માટે આ શ્રેષ્ટ સમય સાબિત થશે. આજે જે કામ તમે હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. નવી યોજનાઓને અમલમાં કરવા માટે યોગ્ય સમય. તમારા પિતા કે મોટા ભાઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર કંટ્રોલ રાખવો.