દરેક વ્યક્તિની એ તો ઈચ્છા હોય જ છે કે તેને અચાનક જ અઢળક સંપત્તિ આવી જાય, પણ તમે આ ઈચ્છો તો પણ આ ધન તમે ક્યારેય મેળવતા નથી. એટલા જ માટે તમારે પૈસા કે કોઈ સંપતિની કોઈ સમસ્યા છે તો માટે લક્ષ્મી ને ઘરે પ્રસન્ન કરવા જરૂરી થઈ જાય છ, અને આ આપણા બધા ને ખબર જ છે. ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે આવા વ્યક્તિ ખૂબ જ મહેનતુ હોય છે પરંતુ પૈસાની ચિંતા રહે છે. પૈસા સંબંધિત સમસ્યાઓ કોઈપણ સમયે કોઈને પણ થઈ શકે છે. આવા સમયમાં જો ધન લક્ષ્મી પ્રસન્ન થાય તો ધન અને સંપતિની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે.
માતા લક્ષ્મીની આરાધનાનો મહાન તહેવાર દિવાળીના બે દિવસ પછી જ છે. આવા સમયમાં આજે અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમે ધનથી ખૂબ જ ભરેલા રહેશો.
1. ઘરના મેન દરવાજા પર સરસવના તેલનો દીવો કરો. દીવો ઓલવાઈ જાય પછી બાકીનું તેલ પીપળના ઝાડ પર સાંજે ચઢાવી દો. 7 શનિવારે આવું કરવાથી ધનની કમી ક્યારેય નહિ રહે.
2. સાત મુખી રુદ્રાક્ષ ગળામાં લાલ દોરો પહેરવાથી અચાનક જ કોઈ જગ્યાથી પૈસાના ફાયદા થાય છે.
3. ધન લક્ષ્મીની પૂજા માટે શ્રદ્ધા અને પવિત્ર ભાવના સાથે સવાર-સાંજ મહાલક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર પર કુમકુમ, અક્ષત, ગંધ, ફૂલ અને ધૂપ અર્પિત કરીને તેમનું સ્મરણ કરો. તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે લોકો માતા ધન લક્ષ્મીની પૂજા કરે છે તેમણે કોઈ પણ સંજોગ બની જાય તો પણ મહિલાનું અપમાન ક્યારેય કરવું જોઈએ નહિ.
4. મહાલક્ષ્મી વ્રતના 15 દિવસોમાં કોઈપણ રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગવું. તમારા ઘરની એવી કોઈ અલગ જગ્યા પર જવું જોઈએ જ્યાંથી આપણને આમ એકદમ ખુલ્લું અવકાશ દેખાય. પશ્ચિમ બાજુ તમારું મોઢું કરીને બંને હાથ અવકાશ તરફ ઉંચા કરીને માતા લક્ષ્મી પાસે ખાસ ધનની માંગણી કરવી. પછી બંને હથેળીઓને મોઢાના બાજુએ ફેરવી લો. આ કરવાથી થોડા જ દિવસોમાં આવકના સ્ત્રોત વધવાની શરૂઆત થઈ જશે. મહાલક્ષ્મી વ્રતના એવા ખાસ 15 દિવસ પછી તમે આ ખાસ અને ઉપયોગી ઉપાય બીજા કોઈપણ દિવસથી કરવાની શરૂઆત કરી શકો.
5. 1.25 કિલો લોટ અને 1.25 કિલો ગોળ લો. બંનેને મિક્સ કરીને રોટલી બનાવો. શુક્રવારે સાંજે ગાયને ખવડાવો. ત્રણ શુક્રવાર આ કામ કરવાથી ગરીબી દૂર થાય છે. પૈસા અચાનક આવવાના રસ્તા બની જાય છે.”