પદયાત્રીઓને ક્યાં ખબર હતી કે આ અંબાજીના દર્શન તેમના છેલ્લા દર્શન હશે!!! મોત આવ્યું અચાનક જ સામે કે…..

અત્યારે ગણપતિજીનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા સમય પછી જ ભાદરવી પૂનમ આવશે અને માતાજીના લાખો ભક્તો ચાલીને અંબાજી પહોંચી માતાજીના દર્શન કરશે. લોકો પોતાની શ્રદ્ધાને પૂરી કરવા માટે માતાજીના દર્શન કરતા હોય છે તેમાં તેઓ ચાલતા જવાની પણ માનતા રાખતા હોય છે આમ આવો જ એક સંઘ માતાજીના દર્શન કરવા માટે ગયો હતો અને તેમાં તેઓને રસ્તામા થોડા થોડા સમયે રોકાઈને આરામ કરતા હતા અને તેઓ રોડ ની સાઈડ બાજુ બેસીને પોતાનો થાક ઉતારતા હતા ત્યારબાદ તેઓ ફરીથી પાછા અંબાજી જવા માટે આગળ વધતા હતા.

આમ જ્યારે તેઓ રોડની સાઈડ બાજુ જ્યારે બેઠા હતા ત્યારે જ પૂર પાટ ઝડપે એક ઇનોવા કાર આવી હતી અને તે ટોલબુથ ના પિલર સાથે અથડાઈને આગળ વધી હતી, મળેલ માહિતી અનુસાર આ ઇનોવા નો ડ્રાઇવર 20 કલાકથી ગાડી ચલાવી રહ્યો હતો અને તે પુણે થી ઉદયપુર જઈ રહ્યો હતો તેવામાં તેનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જ ત્યાં બેઠેલા સાત લોકોના કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા અને બીજા નવ લોકો ઈજાગ્રસ્ત થઈ જવાના કારણે કાલોલમાં અલાલી ગામમાં ખૂબ જ ચિંતાનું અને શોકનું વાતાવરણ ઊભું થયું છે.

આ ઘટના સ્થળમાં જ્યારે બે લોકો અલાલી ગામના હતા અને તે આકસ્માતમાં મૃત્યુ પામી ગયા હતા અને જ્યારે તેઓના મૃતદેહને ગામમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયો હતો અને તેઓ ખૂબ જ રડયા હતા અને આખું ગામ હિબકે ચડી ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દસ વર્ષથી તેઓ અંબાજી માતાની ભાદરવી પૂનમે પદ યાત્રા કરીને દર્શન કરવા માટે જતા હતા અને આ બંને યુવકો અપારિત હતા તેઓ જ્યારે પદયાત્રા કરવા માટે ગયા હતા ત્યારે તેમને એક પત્રિકા પણ છપાવી હતી અને તે પત્રિકા ની અંતિમ લાઈન એવી હતી કે

“એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય તો ખુદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી”

આ પદયાત્રા કરવા ગયેલ યુવકોના અમુક ફોટા સામે આવ્યા છે અને તેમાં અલાલી ગામથી નીકળેલ 100 થી વધુ લોકો આ અંબાજીમાં જતા જોવા મળ્યા છે અને તેની સાથે જ ઘણા બધા ભક્તો રસ્તા ઉપર આરામ કરતા પણ જોવા મળ્યા છે અને તે વખતે તેઓ સેલ્ફી પણ લઇ રહ્યા છે. પરંતુ જ્યારે આપણે જેમ પદયાત્રીઓ મૃત્યુ પામ્યા છે તેમના ફોટા જોઈને આપણું કાળજું કંપી જાય છે કારણ કે તેઓએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમનું મૃત્યુ આ રીતે થશે.

આ પદયાત્રામાં ઘણા બધા ગામના લોકો જોડાયા હતા તેમાં પાછા વાળ દે લોલ કાટોલ સગનપુરા ચોરાડુંગરી નામના યુવકો બુધવારે રથ લઈને અંબાજી માતાની ધજા લઈને પગપાળા જવા માટે નીકળી ગયા હતા.

બે દિવસની સફર પછી ગત રોજ સવારે યાત્રા અરવલ્લી જિલ્લાના માલપુર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ઈનોવા કારે કેટલાક યાત્રાળુઓને કચડી નાખ્યાં. 7 લોકોનો ભોગ લેનારી કારનો ડ્રાઈવર સતત 20 કલાકથી કાર ચાલવી રહ્યો હતો. તે પુણેથી ઉદયપુર જઈ રહ્યો હતો અને ઊંઘ ન મળતાં અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર સીધી ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ હતી.

Leave a Comment