પોતાના સાસરેથી બહેને તેના ભાઈને બોલાવીને કહ્યું કે, ભાઈ, મને અહીંથી જલદી દૂર લઈ જાવ, કારણ કે સાસરિયાઓનો અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તેઓ મને પણ મારી નાખશે. પણ તે સાંભળતા જ ભાઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. આખરે શું થયું હશે? એમ લાગતું હતું કે બહુ મોટી ઘટના બની ગઈ છે.
આ સમગ્ર મામલો હરિયાણાના કરનારલ જિલ્લાના ગોંદર ગામમાંથી સામે આવ્યો છે. થરા ગામની 29 વર્ષીય મીનાના લગ્ન આઠ વર્ષ પહેલા ગોંદર ગામમાં રહેતા સુનીલ સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆતથી જ સુનીલ તેની પત્નીને દરેક બાબતમાં રોક ટોક કરતો હતો, વધુમાં તેણે ક્યારેય પત્નીનો પક્ષ લીધો ન હતો અને સાસરિયાઓનો પક્ષ લીધો ન હતો.
અને આખુ ઘર એક થઈને મીના સાથે ઘોર અન્યાય કરતું હતું. આમ એક દિવસ મીનાના બાળકોના હાથમાંથી મોબાઈલ પડી જતાં મોબાઈલ ફોન તૂટી ગયો હતો અને સુનીલ ખૂબ ગુસ્સે થઈ ગયો અને મીનાને માર મારવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે આ ફોન તે કેમ તોડ્યો, હું આ ફોન મારી બહેનને આપવાનો હતો. મેં તેના માટે ફોન લીધો હતો.
પણ તારા જેવી નકામી મહિલાએ આ ફોન તોડી નાખ્યો છે. દિવસે દિવસે પતિના ટોણા સાંભળીને મીના ખૂબ થાકી ગઈ હતી. એક દિવસ તેણે તેના ભાઈને ફોન કરીને જણાવ્યું કે પરિવારના દરેક વ્યક્તિ તેને મારી નાખવા માંગે છે. સાંજે 4.30 વાગ્યે ભાઈએ તેની બહેન સાથે આ વાતચીત કરી હતી.
અને સાંજે 5.30 વાગ્યાની આસપાસ સુનિલે ફરી ફોન કર્યો કે મીનાએ આત્મહત્યા કરી લીધી છે. અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ સાંભળીને મીનાના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા અને તેમની પુત્રીને મૃત જોઈને ચોંકી ગયા હતાં,ત્યારબાદ પોલીસ પણ ઘટના સમયે પહોંચી ગઈ હતી. મીનાના પરિવારજનોએ મીનાના સાસરિયાઓ પર તેમની પુત્રીને સતત ત્રાસ આપવાનો અને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.
આમ આવા દિવસેને દિવસે અલગ-અલગ જિલ્લામાંથી અલગ અલગ કિસ્સાઓ બનતા જ હોય છે અને તેમાં પણ આ જોઈને એવું લાગે છે કે સાસરિયાંઓ વહુ ને કંઈ માનતા જ નથી અને તે લોકો વચ્ચે કોઈ સંકલન પણ જોવા મળતું નથી. છેલ્લા છ મહિનામાં મોટી સંખ્યામાં આવી ઘટનાઓ બનવા લાગી છે જે દરેક સમાજ માટે ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો કરે તેમ છે.