નમસ્કાર મિત્રો! આપ સૌનું આપણા નવા રસપ્રદ આર્ટીકલમાં હાર્દિક સ્વાગત છે. આપણે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ જોતા હોઈએ છીએ કે જે જોયા બાદ ઘણી વખત આપણને ગુસ્સો આવતો હોય છે ઘણી વખત દુઃખ થતું હોય છે અથવા ઘણી વખત ખુશી થતી હોય છે અને ઘણી વખત આપણે ગૌરવની લાગણી અનુભવતા હોઈએ છીએ તો આજે અમે આપણી સમક્ષ એક એવી જ વાત લઈને આવ્યા છીએ આ આર્ટીકલ ની અંદર આપણે એક એવી છોકરીની વાત કરવાના છીએ કે જે સવારે ભણે છે અને પોતાની પરિસ્થિતિના ચાલતા રાત્રે સ્કુટી થી ફૂડ ડિલિવરી કરે છે આ છોકરી ની કહાની સાંભળીને તમને પણ એ જુસ્સો આવી જશે લોકોએ કહાની ને ખૂબ જ એપ્રિસિયેટ કરી છે અને તે છોકરીને ખૂબ જ વાહ-વાહી પણ આપી છે તો ચાલો આજે આપણે તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
હાલના સમયમાં ઇન્ટરનેટની સુંદરતા એ જ છે કે જે વ્યક્તિ મહેનત કરે છે તે વ્યક્તિને આપણે દરેક લોકોની વચ્ચે ખૂબ જ શ્રેષ્ઠ રીતે શુભેચ્છાઓ પાઠવી શકીએ છીએ આજે આપણે આર્ટીકલમાં વાત કરવાના છીએ એક એવી છોકરીની જે પાકિસ્તાનના લાહોરમાં રહે છે અને પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે સવારે ભણે છે અને રાત્રે ફૂડ ડિલિવરી કરે છે.
કોણ છે આ છોકરી?
આ છોકરી પાકિસ્તાનના લાહોરમાં રહે છે તેનું નામ મીરાબ છે. તે ફેશન ડિઝાઇન ની અંદર ગ્રેજ્યુએટ થવા માંગે છે અને તે હાલ કોલેજમાં છે. જે આખો દિવસ વાંચન કરે છે ભણે છે અને પોતાની ફી કવર કરવા માટે રાત્રે kfc કંપનીની અંદર ફૂડ ડિલિવરી નું કામ કરે છે. તે છોકરીનું કહેવું છે કે તે ભણ્યા બાદ પોતાની એક ફેશન બ્રાન્ડ ખોલવા માંગે છે પણ જ્યાં સુધી તે ભણે છે ત્યાં સુધી તે આ કામ કરતી રહેશે છોકરીના જજવાને દુનિયા સલામ કરી રહી છે.
લોકો સુધી કેવી રીતે પહોંચી આ કહાની?
આ પોસ્ટ પહેલી વખત ફીઝા નામની એક યુઝર દ્વારા લિંકડેન ઉપર શેર કરવામાં આવી. અને ત્યારબાદ તેમાં ધડાધડા લાઈક હોવા લાગી અને લોકોએ આ પોસ્ટ જોયા બાદ ખૂબ જ સારા એવા પ્રતિભાવો આપ્યા. હવે તમને સવાલ થતો હશે કે એક નોર્મલ યુઝરને આટલા લાઈક કેમ આવી શકે? તો મિત્રો ફિઝા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે યુનિ લીવર ની અંદર ગ્લોબલ બ્રાન્ડ લીડ તરીકે કાર્યરત છે.
ફીઝાને કેવી રીતે આ છોકરી વિશે ખબર પડી?
ફિઝા ના કહેવા પ્રમાણે જ્યારે તેણે પોતાના ઘરે kfc માંથી ઓર્ડર કર્યો ત્યારે રાત્રિનો સમય હતો અને થોડાક સમય બાદ તેમને કેએફસી માંથી કોલ આવ્યો અને હોમ ડિલિવરી કરનાર નો અવાજ સાંભળીને તેમને ખબર પડી કે આ તો એક છોકરી છે અને ત્યારબાદ તે ખૂબ જ ખુશ થઈ અને તે ખુદ પોતાના ગેટ પાસે પોતે મંગાવેલો સામાન લેવા માટે ગયા એ અને ત્યારે તેણે જોયું એક છોકરી આ ડિલિવરી કરવા માટે આવી છે અને ત્યારે જ તેણે આ છોકરી સાથે વાતો કરી તેની સ્ટોરી વિશે જાણ્યું અને ત્યારબાદ તેની સામેથી તેની આખી સ્ટોરી સોશિયલ મીડિયા પર મૂકી.
ત્યારબાદ તે છોકરીને કોઈ સપોર્ટ મળ્યો?
મિત્રો જણાવી દઈએ કે આ પોસ્ટ મૂક્યા બાદ તે છોકરીને કેએફસી દ્વારા જ સ્કોલરશીપ આપવામાં આવી છે પણ છતાં પણ તે છોકરી કામ કરે છે કારણ કે તેના ઘરના બીજા પણ ખર્ચા છે જે ચલાવવાના છે. આવી છોકરીઓને સો સલામ છે.
મિત્રો આશા છે તમને અમારો આજનો રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો છે તો તમારો કીમતી પ્રતિભાવ આપવાનું બિલકુલ ના ચૂકતા અને જો તમે અમારો આ આર્ટિકલ અહીંયા સુધી વાંચ્યો છે તો તમારો ખુબ ખુબ દિલથી આભાર.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team