અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરેક ભક્ત ભગવાન શંકરનું નામ સ્મરણ કરી રહ્યા છે. ત્યારે ભગવાન શંકરનું પ્રસિદ્ધ દિયાવાંનાથ મંદિર શ્રાવણ મહિનામાં તથા શિવરાત્રીમાં શ્રદ્ધા તથા ભક્તિનું ખૂબ જ મોટું કેન્દ્ર બની જાય છે. આ મંદિરમાં આ દિવસોમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભક્તોની ભીડ એટલી બધી વધી જાય છે કે વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને પણ ખૂબ જ મહેનત કરવી પડે છે. પ્રયાગરાજ થી ગંગા અને તેના આસપાસના વિસ્તારોની પવિત્ર નદીના જળ લાવીને દિયાવાનાથ શિવલિંગ નો અભિષેક કરવામાં આવે છે.
બસુહી નદીના કિનારે આવેલ છે આ મંદિર
આ મંદિરની માન્યતા જ્યોતિર્લિંગ જેવી જ છે આ જાગૃત શિવલિંગ ત્રેતા યુગથી જ ઉત્તર પ્રદેશમાં જોનપુર જિલ્લાના બરસઠી ભાગમાં બસુહી નદીના કિનારે આવેલ છે. પંગુલબાબા કુટી, કરીયાંવ, મીરગંજ ના મહંત બ્રહ્મચારી આત્માનંદજીનું કહેવું છે કે આ શિવલિંગ ભગવાન શ્રીરામના સૌથી નાના ભાઈ શત્રુઘ્ના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.
વાણાસુરનું હતું રાજ
તેમનું કહેવું છે કે ત્રેતા યુગમાં આ ક્ષેત્ર ખૂબ જ ગાઢ જંગલોથી ઘેરાયેલું હતું. અને અહીં વાણાસુર નામનો રાક્ષસ રાજ કરતો હતો અને તેનું જ શાસન ચાલતું હતું. તેની ઉપર નિયંત્રણ મેળવવા માટે શત્રુઘ્ન એ સેના સહિત અહીં આવ્યા અને વાણાસુર સાથે યુદ્ધ કર્યું. આ સંગ્રામ ઘણા બધા મહિનાઓ સુધી ચાલ્યો, અને આ દરમિયાન વાણાસુર પોતાની માયાવી અને આસુરી શક્તિથી શત્રુઘનની સેના સહિત બધાને જ બેભાન કરી દીધા. જ્યારે આ સૂચના ભગવાન શ્રીરામને મળી ત્યારે તેઓ ગુરુ વશિષ્ઠ ની સાથે અહીં પધાર્યા હતા.
શત્રુઘ્ન એ કરી હતી શિવલિંગની સ્થાપના
ભગવાન રામે પોતાના તપો બળથી શત્રુઘ્નને સેના સહિત મૂર્છિત કર્યા હતા તેમાંથી ફરીથી પાછા લાવ્યા, અને શત્રુઘ્નએ ગુરુ વશિષ્ઠને વાણાસુરને પરાજિત કરવા માટેનો ઉપાય પૂછ્યો. વશિષ્ઠ ગુરુએ શત્રુઘ્નને એક વિશેષ શિવલિંગની સ્થાપના કરવાની સૂચના આપી, અને ગુરુની આજ્ઞા થી શત્રુઘ્નએ આ શિવલિંગની સ્થાપના કરી. તેનું નામ દીનાનાથ મહાદેવ પડ્યું ત્યારબાદ તેનું નામ દિયાવાનાથ મહાદેવ પ્રચલિત થઈ ગયું..
500 વર્ષ પહેલા મળ્યું મંદિર
અવકાશ પ્રાપ્ત શિક્ષક સુરેન્દ્રસિંહ નું કહેવું છે કે ત્રેતા યુગનું શિવલિંગ મધ્યકાળ સુધી આવતા આવતા છુપાઈ ગયું હતું લગભગ 500 વર્ષ પહેલા ક્ષેત્રના સુબેદાર દુબેની ગાય શિવલિંગ ઉપર પોતાનું દૂધ ચડાવતી હતી, અને આ રહસ્ય કોઈપણ વ્યક્તિને ખબર ન હતી એક વખત સુબેદાર દુબે પોતાની ગાયને શિવલિંગ ઉપર દૂધ અર્પિત કરતા જોઈ લીધું હતું. ત્યારબાદ શિવલિંગના મહાત્મ્ય વિશે ક્ષેત્રમાં ચર્ચાઓ થવા લાગી, અને લોકોએ શિવલિંગનું ખોદાણ શરૂ કર્યું પરંતુ તેમાં તેઓને સફળતા મળી નહીં. અમુક દિવસ પછી એક વખત આ સ્થાન ઉપર મંદિર સ્થાપિત કરવાનું સ્વપ્ન આવ્યું. ત્યારબાદ ભગવતી પ્રસાદ મિત્ર પંડાના નેતૃત્વમાં દિયાવાનાથ મંદિરની સ્થાપના કરવામાં આવી.
વિદેશથી આવે છે ભક્તો
આ મંદિરની એટલી બધી માન્યતા છે કે દેશ સિવાય વિદેશથી પણ અહીં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે આવતા હોય છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ સરકાર આ જગ્યાને પણ વિસ્તાર આપવા માટે સહયોગ કરે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team