જો તમે એ લોકોમાંના છો જે સવારે ઉઠતાની સાથે જ એક કપ ચા પીવાનું પસંદ કરે છે તો તમને જણાવી દઈએ કે તમારી આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક બની શકે છે.
હિન્દુસ્તાનમાં લગભગ મોટભાગના લોકોને સવારની શરૂઆત ચા સાથે કરવાની ટેવ હોય છે. ચા વગર તો લોકોની સવાર પડતી નથી. જો તમે એ લોકોમાંના છો જે સવારે ઉઠતાની સાથે જ એક કપ ચા પીવાનું પસંદ કરે છે તો તમને જણાવી દઈએ કે તમારી આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક બની શકે છે. કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ એક રિસર્ચ મા શોધ્યું છે કે જો તમે સવારે ખાલી પેટે ચાનું સેવન કરો છો તો તેનાથી તમારા પાચનતંત્ર પર તો અસર થાય જ છે સાથે તમારી ચયાપચય પર પણ ખૂબ જ નુકશાન પહોંચે છે. ખાલી પેટે ચા પીવાથી ડિહાઈડ્રેશન, કબજિયાત,ગેસ, ઊલટી જેવી સમસ્યા પણ થઇ શકે છે.
શા માટે ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં?
જ્યારે તમે ખાલી પેટે ચા પીઓ છો ત્યારે લિવરમાંથી નીકળતો પિત્તરસ પાચન પ્રક્રિયામાં મદદ કરતું નથી, જેના કારણે ઉલ્ટી, ચક્કર, હાર્ટબર્ન અને પેટમાં દુખાવો તેમજ પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થાય છે. વાસ્તવમાં, મોંમાં રાતોરાત ઘણા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે ચા પીતી વખતે પેટની અંદર જાય છે, જે સારા બેક્ટેરિયાને મારી નાખે છે. જેના કારણે મેટાબોલિઝમ પર અસર પડે છે.
ચા પીવાના ગેરફાયદા
એસિડિટી
ખાલી પેટે ચા પીવાથી ભૂખ મટે છે અને કલાકો સુધી ખાવાની ઈચ્છા થતી નથી. જેના કારણે ગેસ બનવાની સમસ્યા શરૂ થાય છે.
અલ્સર
સવારે ખાલી પેટે કડક ચા પીવાથી પેટની આંતરિક વસ્તુઓને પણ નુકસાન થાય છે. જો આ લાંબા સમય સુધી કરવામાં આવે છે, તો તે અલ્સર અને એસિડિટીની સમસ્યા થાય છે.
હાડકાં નબળાં પડે છે
કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સવારે ખાલી પેટ ચા પીધા પછી થોડા વર્ષોમાં શરીરના સાંધાઓમાં દુખાવો શરૂ થઈ જાય છે. પાછળથી હાડકા પણ નબળા પડી જાય છે.
ડીહાઇડ્રેશન
આખી રાત સૂવાને કારણે આપણા શરીરમાં લાંબા સમય સુધી પાણી મળતું નથી, જેના કારણે શરીર નિર્જલીકૃત રહે છે. આવી સ્થિતિમાં જો તમે શરીરમાં કેફીન ઉમેરશો તો ડિહાઈડ્રેશનની સમસ્યા વધે છે.
પોષણનો અભાવ.
જો તમે સવારે ખાલી પેટ ચા પીતા હોવ તો તે શરીરમાં પોષક તત્વોને પહોંચવા દેતું નથી.
દાંત માટે હાનિકારક
જ્યારે તમે સવારે ખાલી પેટે ચા પીઓ છો, ત્યારે શરીરમાં એસિડિટી વધે છે અને દાંતના સંપર્કમાં આવવાથી દાંતનું ઇનેમલ ખરાબ થઈ જાય છે. જેના કારણે પેઢામાં સોજાની સમસ્યા પણ થાય છે.
તેથી, પ્રયત્ન કરો કે સવારે ઉઠતાની સાથે જ સૌ પ્રથમ હૂંફાળું પાણી અથવા સાદું પાણી પીવું. તેનાથી તમારા શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા નહીં રહે. તે પછી તમે તમારા દિવસની શરૂઆત ગરમ ચાના કપથી કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team