કિડનીની તમારા શરીરમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તમારા શરીરના અપશિષ્ટ અને વધારાના પ્રવાહી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાણી, લવણ અને ખનિજોના સ્વાસ્થ્ય સંતુલનને બનાવી રાખવા માટે એસિડને દૂર કરવામાં મદદ કરે છે. તેના સ્વાસ્થ સંતુલન વગર તમારી નસો, માંસપેશીઓ અને શરીરના અન્ય ઉતકો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. આવી સ્થિતિમાં કિડની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.
આવી ઘણી આદતો હોય છે જે આપણી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. ધૂમ્રપાન એટલે કે સિગારેટ, બીડી કોઈપણ પ્રકારના ધુમાડાની આદત તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs), જે કાઉન્ટર પર ઉપલબ્ધ છે, જે તમારા દુખાવાને ઘટાડવામાં મદદ કરશે. પરંતુ તેઓ તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને જો કોઈને પહેલાથી જ કિડનીની બીમારી હોય. આ રીતે તમારો NSAIDs નો નિયમિત ઉપયોગ ઓછો કરો અને અનુશંસિત માત્રાથી વધુ સેવન ન કરો.
ભારે આલ્કોહોલ પીનારાઓમા ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ બમણું જોવા મળે છે.
વધુ પડતી ખાંડના સેવનથી મેદસ્વિતા વધી શકે છે, જે તમારા હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે, જે બંને કિડની રોગ તરફ દોરી શકે છે. આ રીતે તમારે ફક્ત વધુ પડતી ખાંડ જ નહી પરંતુ છુપાયેલી ખાંડના સેવનથી પણ સાવચેત રહેવું જોઈએ. બિસ્કીટ, મસાલા, અનાજ અને સફેદ બ્રેડ ટાળો કારણ કે આ દરેકમાં ખાંડ છુપાયેલ હોય છે. કોઈપણ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા, તેનું પેકેજિંગ કાળજીપૂર્વક વાંચો
એવો આહાર લેવો જેમાં મીઠાનું પ્રમાણ વધુ હોય તે બ્લડ પ્રેશર વધારી શકે છે અને તેથી કિડનીના રોગોનું જોખમ વધે છે. મીઠાને બદલે, તમે જડીબુટ્ટીઓ અને મસાલાઓ સાથે તમારા ખોરાકમાં સ્વાદ ઉમેરી શકો છો. જ્યારે તમે આ કરવાનું શરૂ કરશો ત્યારે તમને સમયની સાથે મીઠું ટાળવાનું સરળ લાગશે.
પ્રોસેસ્ડ ફૂડ્સ સોડિયમ અને ફોસ્ફરસથી ભરેલા હોય છે. કિડનીની બીમારીથી પીડાતા લોકોએ પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
ઉચ્ચ ફોસ્ફરસ, પ્રોસેસ્ડ ફૂડનું સેવન કિડની અને હાડકાં માટે હાનિકારક હોઈ શકે છે. તમારી જાતને હાઈડ્રેટેડ રાખવાથી તમારી કિડનીને શરીરમાંથી સોડિયમ અને ઝેર દૂર કરવામાં મદદ મળે છે. પૂરતું પાણી પીવાથી કિડનીની પથરીના દુખાવાથી બચવામાં પણ મદદ મળે છે. કિડનીની સમસ્યાવાળા લોકોને ઓછા પ્રવાહીની જરૂર હોય છે. પરંતુ સ્વસ્થ કિડની ધરાવતા લોકોએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ.
લાંબા સમય સુધી બેસી રહેવાને કિડનીની બિમારીના વિકાસ સાથે જોડવામાં આવે છે. એક બેઠાડુ જીવનશૈલી કિડનીના સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ યોગ્ય બ્લડ પ્રેશર અને યોગ્ય ચયાપચય સાથે સંકળાયેલ છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે. પશુ પ્રોટીન લોહીમાં એસિડની ઊંચી માત્રા ઉત્પન્ન કરે છે, જે કિડની માટે હાનિકારક હોઈ શકે છે અને એસિડોસિસનું કારણ બની શકે છે. એસિડોસિસ એ એક એવી સ્થિતિ છે જેમાં કિડની ઝડપથી એસિડને દૂર કરવામાં અસમર્થ હોય છે.
તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે રાતની સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કિડનીના કાર્યને ઊંઘ-જાગવાની ચક્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જે કિડનીના કાર્યભાર ને 24 કલાકમાં સમન્વયિત કરવામાં મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team