આપણા દેશના અમુક સૌથી મોટા અમીર અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની સૂચિમાં સામેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી આજે ભારત જ નહીં પરંતુ સંપૂર્ણ એશિયાના સૌથી અમીર લોકોમાં સામેલ થઈ ગયા છે. એવામાં મુકેશ અંબાણી અને તેમનો પરિવાર એક શાનદાર અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવે તે ખૂબ જ વ્યાજબી વાત છે, અને તે જ રીતે અંબાણી પરિવાર કોઈને કોઈ કારણે સુર્ખીમાં રહેતા હોય છે.
અમે આજે તમને જણાવીશું કે મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર નોકરો અને તેમનું ભોજન બનાવનાર વ્યક્તિઓ લાખો રૂપિયા મેળવે છે, અને તેની સાથે સાથે જ ઘણી બધી સુવિધાઓ પણ તેમના ઘરમાં છે તે જણાવીશું.
પોતાના ઘરે કામ કરનાર લોકોને મુકેશ અંબાણી દર મહિને લાખો રૂપિયાની સેલેરી આપે છે, અને આટલી સારી સેલેરી આપવાની સાથે સાથે તેમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. તે સિવાય તેની સાથે સાથે જ તેમના પરિવારને પણ ઘણી બધી સુખ સુવિધા આપવામાં આવે છે.
તેમના ઘરે ભોજન બનાવનાર કુકની વાત કરીએ તો અમુક મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે તે પોતાના કુકને મહિનાની સેલેરીના રૂપમાં લગભગ બે લાખ રૂપિયા આપે છે. તે સિવાય ઘણી બધી સુખ સુવિધા પણ આપવામાં આવે છે, જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ફેસીલીટી પણ સામેલ થઈ જાય છે. તેની સાથે જ મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર કુકના બાળકો વિદેશમાં ભણતર કરે છે અને તેમના ભણતરનો ખર્ચો પણ મુકેશ અંબાણી ઉઠાવે છે.
મૂળ ગુજરાતી એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર શુદ્ધ શાકાહારી છે. અને તેના જ કારણે મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર કોકને પણ તેમની માટે માત્ર વેજીટેરિયન ભોજન બનાવવાનું હોય છે, જેમાં તેમને વધુ મહેનત પણ પડતી નથી. પરંતુ ભોજન બનાવતી વખતે દરેકની પસંદ નાપસંદ અને અન્ય વસ્તુઓનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
તેમના ઘરે રહેલા કુક સિવાય મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર તમામ નકરોની સેલેરી લાખો રૂપિયા છે. તેની સાથે જ મુકેશ અંબાણી તેમને બીજી ફેસીલીટી પણ આપે છે, અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અંબાણીની ઘરે કામ કરવું એટલું આસાન નથી કારણ કે અહીં માત્ર એક ડ્રાઈવરની નોકરી મેળવવા માટે ઘણા બધા ટેસ્ટ પાસ કરવા પડે છે. તે સિવાય વર્તમાન સમયમાં મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર નોકરોની સંખ્યા લગભગ 1000ની આસપાસ જણાવવામાં આવી છે.
ત્યાં જ બીજી બાજુ આપણે એવું પણ કહી શકીએ કે મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર નોકરોની સેલેરી એટલી બધી હોય છે કે એક સામાન્ય વ્યક્તિ પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા પછી પણ નોકરી કરીને કમાયા બાદ તેમની સેલેરી નો એક મોટો ભાગ પોતાની જરૂરતને પૂરી કરવામાં નીકળી જાય છે. જ્યારે મુકેશ અંબાણી પોતાની ત્યાં કામ કરનાર લોકોને ઘણી બધી બીજી સુખ સુવિધાઓ પણ આપે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ લેખમાં જાણો મુકેશ અંબાણી કયા પ્રકારનું ભોજન કરવાનું પસંદ કરે છે, તેમનું ભોજન બનાવનાર શેફને મળે છે અધધ સેલેરી”