જૂનાગઢમાં આવેલું છે એક અનોખું પ્લાસ્ટિક કેફે, ભોજન કરીને રૂપિયાના બદલામાં આપો……

Image Source

ધરતીથી લઈને દરિયા સુધી દરેક જગ્યાએ પ્લાસ્ટિક ખૂબ જ વધી ગયું છે, અને વ્યક્તિઓની ગતિવિધિના કારણે જ પ્લાસ્ટિક ઘણી બધી માત્રામાં આપણી આસપાસ ભેગું થઈ રહ્યું છે, અને તે જાણતા જ પ્લાસ્ટિક ખૂબ જ જલ્દી નષ્ટ થતું નથી તેમ છતાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જ રહે છે. અમુક દિવસ પહેલા જ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે માઈક્રો પ્લાસ્ટિક આપણા ફેફસા સુધી પહોંચી ચૂક્યો છે.

ભારતમાં પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધ થઈ ગયો છે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પહેલેથી જ પ્લાસ્ટિકના કચરાનું પ્રબંધન સંશોધન નિયમ 2021 ને અધિશોચિત કરી ચૂકી છે. આજના સમયમાં લોકોના ઘરમાં પ્લાસ્ટિક વગર કોઈ જ કામ થઈ શકતું નથી, ભલે પછી તે પ્લેટ હોય કે પછી ચમચી ડિસ્પોઝેબલ ના નામ ઉપર પ્લાસ્ટિક જ ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. હવે આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે? તેને તમે ફેંકી શકતા નથી તો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક કેફે આવેલું છે અને તેમને આ સમસ્યાનો તેમાં સમાધાન મળી ગયું છે આ કેફેમાં જેટલું પ્લાસ્ટિક આપશો તે તેના બદલામાં તમને ભોજનની વસ્તુ મળશે.

રેસ્ટોરન્ટ હોય કે કેફે હોય અથવા તો ચાની નાની દુકાન. દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવામાં આવે છે. લાકડાની યુઝ એન્ડ થ્રો ચમચીથી વધુ સસ્તી પ્લાસ્ટિકની ચમચી છે. આમ આપણે રેસ્ટોરન્ટમાં પૈસા આપીને ભોજન કરીએ છીએ અને તે પણ પ્લાસ્ટિકના વાસણમાં? જો આપણે ને કોઈ કહે કે પ્લાસ્ટિકનો કચરો આપીને તમે ભોજન કરી શકો છો તો? જૂનાગઢમાં એક એવી અનોખુ કેફે ખુલ્યું છે.

Image Source

તદ્દન અનોખુ પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે

1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે બેન થઈ ગયું છે ત્યારે કંપની પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવામાં લાગેલી છે. ગુજરાત જિલ્લામાં આવેલ જુનાગઢ પ્લાસ્ટિકના પહાડથી નીપટવાનો એક આસાન ઉપાય મળી ગયો છે, અને આ ઉપાય છે પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે.

Image Source

પ્લાસ્ટિકના કચરાથી કરો પેમેન્ટ

The times of india ના એક લેખમાં આવેલ અનુસાર લોકો ઘરના પ્લાસ્ટિકનો કચરો લાવી શકે છે અને પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેમાં ભોજન ની વસ્તુ ખરીદી શકે છે. ખાસ વાત આ છે કે આ કેફેમાં માત્ર ઓર્ગેનિક વસ્તુઓનો જ ઉપયોગ થાય છે સ્થાનિક ખેડૂતોમાં ખેતરોમાં ઉગેલ ઓર્ગેનિક ફળ અને શાકભાજી થી આમાં ભોજન બનાવવામાં આવશે અને સસ્ટેનેબલ વાસણમાં પીરસવામાં આવશે.

500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં મળશે એક ગ્લાસ લીંબુ પાણી

આ કેફેને સર્વોદય સખી મંડળની મહિલાઓ ચલાવશે અને આ સંસ્થાને ખેડૂતોની સાથે ટાયપ કરવામાં આવ્યું છે. તથા પ્રશાસનના ઇન્ફાસ્ટ્રક્ચરની મદદ લેવામાં આવી છે. તેમાં 500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં તમને વરીયાળીનું શરબત, લીંબુનું શરબત મળશે. ત્યાં જ એક કિલોગ્રામ પ્લાસ્ટિકના બદલામાં એક પ્લેટ ઢોકળા અથવા એક પ્લેટ પૌવા મળશે. આ કેફે ના મેનુમા કાઠીયાવાડી, ગુજરાતી પણ છે અને જેટલું વધુ પ્લાસ્ટિક તેટલું જ વધુ ભોજન તમને મળશે.

આ કેફેનું ઉદ્ઘાટન જિલ્લા અધિકારીએ કર્યું હતું, અને જિલ્લા પ્રશાસને એક એજન્સી હાયર કરી છે, જે પ્લાસ્ટિકના વેસ્ટ ને ખરીદશે. દિલ્હીના નજફગઢ અને છત્તીસગઢમાં પણ આ પ્રકારના કેફે આવેલા છે. જ્યાં પ્લાસ્ટિકનો કચરો આપીને ભોજન ખરીદી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જૂનાગઢમાં આવેલું છે એક અનોખું પ્લાસ્ટિક કેફે, ભોજન કરીને રૂપિયાના બદલામાં આપો……”

Leave a Comment