લગભગ લોકો ફરવા જતી વખતે કોશિશ કરે છે કે તેઓ ઓછા બજેટમાં જ વધુ ફરી શકે, અને ઓફ સિઝનમાં તો તેવું સંભવ થઈ શકે છે, કારણ કે તે દરમિયાન ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર લોકો ઓછા આવે છે અને તેના જ કારણે હોટલના ભાવ પણ ઓછા થઈ જાય છે. ત્યાં જ સીઝનમાં જ હોટલના ભાવ ખૂબ જ વધુ જોવા મળે છે, અને ઓપ્શન ન હોવાના કારણે લોકોએ મોંઘી જગ્યા ઉપર રોકાવું પડે છે.
તો તમે પણ બજેટ ટ્રાવેલિંગ કરવા માંગો છો અને રોકાવા માટે વધુ રૂપિયા ખર્ચવા માંગતા નથી તો અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમે ફ્રી માં રહી શકો છો. અને તમારા સંપૂર્ણ ટ્રીપને ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકો છો. ભારતમાં એવી ઘણી બધી ધર્મશાળા અને આશ્રમ છે જ્યાં રોકાવા માટે તમારે રૂપિયા આપવાની જરૂર પડશે નહીં. તો આવો જાણીએ તે જગ્યાઓ વિશે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો.
isha foundation sadhguru facebook
ઈશા ફાઉન્ડેશન
ઈશા ફાઉન્ડેશન કોઇમ્બતુરથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલ છે. અહીં સદગુરુ નું એક ધાર્મિક કેન્દ્ર આવેલું છે. જ્યાં આદી યોગી શંકરનું ખૂબ જ સુંદર અને મોટું સ્ટેચ્યુ પણ છે. આ સેન્ટર યોગ પર્યાવરણ અને સામાજિક કાર્યોના ક્ષેત્રમાં કામ કરે છે, જો તમે ઈચ્છો તો અહીં તમારું સહયોગ પણ આપી શકો છો, અને અહીં તમે ફ્રી માં રહી શકો છો.
મણીકરણ સાહેબ ગુરુદ્વારા, હિમાચલ પ્રદેશ
જો તમે હિમાચલ પ્રદેશ ફરવા માટે જઈ રહ્યા છો તો મણીકરણ સાહેબ ગુરુદ્વારામાં તમે ફ્રીમાં રહી શકો છો અહીં તમારે ફ્રી પાર્કિંગ અને ભોજનની સુવિધા પણ મળે છે. મણીકરણ સાહેબ ગુરુ દ્વારા પાર્વતી નદીના પાસે જ આવેલ છે.
photo credit: Anandashram
આનંદ આશ્રમ કેરળ
કેરળની ખૂબ જ સુંદર પહાડી અને હરીયાળી ની વચ્ચે આનંદ આશ્રમમાં રોકાવું એક અલગ જ અને અનોખો અનુભવ સાબિત થઈ શકે છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો, અને આ આશ્રમમાં તમને દિવસના ત્રણ ટાઈમ ભોજન આપવામાં આવે છે. જેને ખૂબ જ ઓછા મસાલાઓની સાથે તૈયાર કરવામાં આવે છે.
Image Source Rishikesh Tourism
ગીતા ભવન ઋષિકેશ
પવિત્ર ગંગા નદીના તટ પર આવેલ ગીતા ભવનમાં યાત્રીઓ ફ્રીમાં રહી શકે છે, તેની સાથે જ અહીં તમને ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે જ્યાં દુનિયાભરમાંથી લોકો આવીને અહીં રહે છે, અને પવિત્ર ગંગા નદીની આરતીના દર્શન કરે છે. આશ્રમની તરફથી સત્સંગ અને યોગના સેશન્સ પણ આપવામાં આવે છે.
Photo Credit: euttaranchal.com
ગોવિંદ ઘાટ ગુરુ દ્વારા, ઉત્તરાખંડ
આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીની પાસે આવેલ છે અહીં આવનાર ટુરિસ્ટ, ટ્રેકિંગમાં આવેલા લોકો અને શ્રદ્ધાળુ અહીં મફતમાં રહી શકે છે. ગુરુદ્વારામાં તમે પહાડના સુંદર અને આલાદક નજારા જોઈ શકો છો.
Image Source Nyingmapa Monastery, Himachal Pradesh (gustygadders.com)
નિંગમાપા મઠ (હિમાચલ પ્રદેશ)
આ મઠ હિમાચલ શહેર રેવલ્સર માં આવેલ છે અને ત્યાં એક તળાવની પાસે ઉપસ્થિત છે. આ સુંદર મઠમાં રહેવા માટે એક દિવસનું ભાડું માત્ર 200 થી 300 રૂપિયા છે અને આ મઠ ની પાસે એક ખૂબ જ સુંદર લોકલ માર્કેટ આવેલું છે ત્યાં તમે શોપિંગ કરી શકો છો.
Photo Credit: flickr
તિબ્બતી બૌદ્ધિષ્ઠ મઠ, સારનાથ
ઉત્તર પ્રદેશમાં આવેલ આ ઐતિહાસિક મઠમાં એક રાત રોકાવા માટેનું ભાડું માત્ર 50 રૂપિયા છે. આ મઠ ને લાધન ચોટરુલ મોનાલમ ચેનમો ટ્રસ્ટની તરફથી મેન્ટેન કરવામાં આવ્યું છે, અને આ મઠમાં ભગવાન બુદ્ધના જ એક સ્વરૂપ શાક્ય મુનિની પ્રતિમા મૂકવામાં આવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ભારતની એવી જગ્યા જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો, અને ફ્રી માં ભોજનની સાથે જ મળે છે ઘણી બધી સુવિધાઓ”