હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને ઘણા બધા શુભ કાર્યો ઘરમાં હોય ત્યારે હવન અથવા તો યજ્ઞ કરવાનું વિધાન છે, અને હવનને ધાર્મિક દ્રષ્ટિ કોણ થી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ ધાર્મિક અનુષ્ઠાન, ગ્રહશાંતિ, સત્યનારાયણની કથા જેવા ઘણા બધા શુભ કાર્યો દરમિયાન હવન કરવામાં આવે છે. અને આ હવન દરમિયાન પવિત્ર અગ્નિમાં ઘી, કપૂર, લવિંગ, મિસરી, અક્ષત, ઇલાયચી, બ્રાહ્મી, મુલેઠી જેવી ઘણી બધી સામગ્રીઓને આંબાની લાકડી સાથે પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ પૂજારી દ્વારા મંત્રના ઉચ્ચારણ સાથે હવન કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે હવન થી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈને સકારાત્મકતા પ્રવેશે છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે હવનમાં માત્ર આંબાની લાકડીનો જ પ્રયોગ કેમ કરવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ…
કેમ કરવામાં આવે છે હવન
સૌથી પહેલા જાણીએ કે આખરે હવન કેમ કરવામાં આવે છે? ખરેખર તો હવન હિન્દુ ધર્મથી જોડાયેલી એક એવી પ્રથા છે જે દરેક ભારતીયોના ઘરે થતી હોય છે. નવા સ્થાન ઉપર પ્રવેશ કરતી વખતે અથવા તો નવા કાર્યનો શુભારંભ કરતી વખતે અને નવી ઓફિસ અથવા તો નવું ઘર ખરીદ્યા બાદ કોઈ વિશેષ અનુષ્ઠાન રાખવામાં આવે છે, અને તેમાં હવન કરવામાં આવે છે. હવન કરાવવાથી નવા જગ્યાનું શુદ્ધિકરણ થાય છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. તે સિવાય વિવાહ, બાળકના જન્મ પછી પણ હવન કરાવવામાં આવે છે. તથા મૃત્યુ પછી પણ હવન કરાવવાનું વિધાન લખેલ છે. કહેવામાં આવે છે કે મૃત્યુ પછી હવન કરાવવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે.
હવનમાં કેમ થાય છે આંબાની લાકડી નો પ્રયોગ
બીજા ઝાડની લાકડીઓની અપેક્ષાએ આંબાની લાકડીમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછી માત્રામાં બહાર નીકળે છે, અને તે જવલનશીલ વધુ હોય છે. એક રિસર્ચ અનુસાર આંબાની લાકડીમાં ફોર્મિક એલ્ડીહાઈટ નામનો ગેસ બહાર નીકળે છે જે વાતાવરણમાં ઉપસ્થિત ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુ ને મારી નાખે છે. આંબાની લાકડી માંથી જે ધુમાડો નીકળે છે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોતો નથી, પરંતુ તેનાથી આપણું શરીર શુદ્ધ થાય છે અને ફેફસા તથા શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
નોંધ: અહીં આપેલ માહિતી ધારણાઓ અને ઇન્ટરનેટ ઉપર ઉપસ્થિત સામગ્રીના આધારે લખવામાં આવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team