સબજાના બીજનો આહારમાં સમાવેશ કરી ઘટાડો 5 થી 7 કિલો વજન, તેમજ જાણો તેના ફાયદાઓ

Image Source

સબજાના બીજનો આહારમાં સમાવેશ કરી ઘટાડો 5 થી 7 કિલો વજન, તેમજ જાણો તેના ફાયદાઓ

તમારા ભોજનમાં સબ્જાના બીનો સમાવેશ કરવાથી તમારું વજન ઘણું ઓછું થઈ શકે છે. તેના ફાયદા અને તેને ભોજનમાં સમાવેશ કરવાની રીત પણ જાણો.

વજન ઓછું કરવા માટે તમારે ફકત કસરત જ કરવાની હોતી નથી. તેની સાથે સારું ભોજન પણ જરૂરી હોય છે. તમારે તમારા ભોજનમાં આ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે તમારા શરીરની જરૂરતને પૂરી કરી વજન ઓછું કરવામાં તમારી મદદ પણ કરે. વજન ઓછું કરવા માટે જો તમે ડાયટ કરી રહ્યા છો અને ભોજન છોડી રહ્યા છો તો તમે ખોટું કરી રહ્યા છો.

ન્યુટ્રીઇતુની ફાઉન્ડર અને ન્યુટ્રીશનિસ્ટ ઈતુ છાબડા કહે છે, ઘણા બધા ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ તમને પેટ ભરેલો અનુભવ કરવામાં મદદ કરી શકે છે, જે વજન ઓછું કરવા માટે એકદમ યોગ્ય છે. ફાઈબર પ્લાન્ટ જેવા ફૂડમાં જોવા મળે છે, જેમકે ફળ અને શાકભાજી, ફણગાવેલા અનાજ અને દાળ વગેરેનો સમાવેશ કરો. વજન ઓછું કરવા માટે ડાયટીશિયન અને ન્યુટ્રીશનિસ્ટ પણ ફાઈબર યુક્ત ખોરાક લેવાની સલાહ આપે છે.

તેની સાથે સુપરફૂડ એક એવી વસ્તુ છે જે ઘણા મૈક્રોન્યુટ્રીએટ્સ થી ભરપુર હોય છે. તેમાંથી એક સબ્જા બીજ છે, જેને એક સારું સુપરફૂડ માનવામાં આવે છે. તે અમુક અંશે ચીયા સિડ્સ જેવું દેખાય છે, પરંતુ તેના સ્વાદમાં થોડો ફરક હોય છે.

તો ચાલો જાણીએ તમે કઈ રીતે સુપરફુડને તમારા ભોજનમાં સમાવેશ કરી, વજન ઓછું કરી શકો છો.

Image Source

સબ્જા બીજ શું હોય છે ?

સબ્જા બીજ જેને તકમારિયા અથવા તુલસીના બીજ પણ કેહવામાં આવે છે, જે કાળા દેખાય છે. તે ચિયા બીજ જેવા જ દેખાય છે અને વધારે સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરે છે. સબ્જા બીજ પ્રોટીન, એસેન્શિયલ ફૈટ, કાર્બસ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સુપર ફૂડમાં કેલેરી હોતી નથી.

સબ્જા બીજ કડક હોય છે અને તમે તેને કાચું ખાઈ શકતા નથી. તેને ત્યારે ખાઈ શકાય છે જ્યારે તેને પાણીમાં પલાળેલા હોય. સબ્જા બીજ સામાન્ય રીતે મીઠી તુલસી એટલે ઓસિમમ બેસિલિકમથી આવે છે, જેને આપણે મસાલા રૂપે ઉપયોગ કરીએ છીએ. તેના કારણે તેને મીઠી તુલસીના બીજ કેહવામાં આવે છે.

Image Source

શું સબ્જાના બીજ વજન ઓછું કરવામાં મદદ કરે છે?

ન્યુટ્રીશનિસ્ટ ઇતુ છાબડા જણાવે છે, તે ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે તેને વજન ઓછું કરવા માટે એક સારું વિકલ્પ બનાવે છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને તે તમારા પેટને ભરેલું રાખે છે, જેનાથી ભૂખ ઓછી થવામાં મદદ મળશે. ઘણા અભ્યાસ મુજબ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. સબ્જાના બીજ ચિયા સિડ્સનો સારો અલ્ટરનેટિવ છે. તેમાં રહેલ પોષક તત્વો અને ગુણોના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.

વજન ઘટાડવા માટે સબ્જાના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો ?

તુલસીના બીજ ખૂબ વર્સેટાઈલ હોય છે અને તમે તેને અલગ રીતે તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો. ફાઈબર સામગ્રીને વધારવા માટે તેને સલાડ, સેન્ડવીચ, સનેક્સ વગેરેમાં જોડી શકાય છે. તમે તમારા પીણામાં પણ તેને ઉમેરી શકો છો, પરંતુ તે નક્કી કરો કે તમે તેને પેહલા પલાળી દો જેથી તે તમારા પીણામાં સરખી રીતે ભળી શકે. કુરકૂરે ફાઈબર અને પોષક તત્વોની માત્રા વધારવા માટે તેમાં દહી નાખીને અથવા હલવો, સ્મુધી,કોઈ અન્ય વાનગીમાં પણ ઉમેરી શકાય છે.

અમને ખાતરી છે કે આ જાણકારી તમને પસંદ આવશે અને તમારી વજન ઓછી કરવાની જર્ની સારી રહેશે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહિ. આ પ્રકારના ડાયટ કોમ્બિનેશનની સાથે વજન ઓછું કરવાની રીત તમારા માટે લાવતા રહીશું. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment