ગુજરાતમાં આવેલ આ મંદિરમાં મીઠાઈ, લાડુ અથવા નારિયેળ નહીં પરંતુ ચડાવવામાં આવે છે પાણીની બોટલ, જાણો તેની પાછળનું કારણ

Image Source

ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં મન્નત પૂરી થતાં જ લોકો પાણીની બોટલ ચડાવે છે. આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે. પાટણ થી મોઢેરા જતી વખતે રસ્તામાં રોડના કિનારે અમુક ઈંટો મૂકીને એક મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં મંદિરમાં લોકો પાણીની બોટલ ચડાવે છે અને માન્યતા છે કે આ મંદિરમાં લોકોની મન્નત પૂરી થાય છે અને બીજા મંદિરમાં લોકો લાડુ અને ખીરનો પ્રસાદ ચડાવે છે, પરંતુ અહીં તો પાણીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

21 મે 2013 આ જગ્યા એક ઓટોરિક્ષા અને કારની વચ્ચે ખૂબ જ જોરદાર એક્સિડન્ટ થઈ ગયો હતો. જેમાં આઠમાંથી છ લોકો ત્યાં અને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા અને કહેવામાં આવે છે કે રિક્ષામાં સવાર લોકો લગ્નમાં જઈ રહ્યા હતા જેમાં બે બાળકો પણ સામેલ હતા.

Image Source

નજીક એક ફાર્મ હાઉસમાં કામ કરનાર ચોકીદારે જણાવ્યું કે આ દુર્ઘટના પછી બંને બાળકો વારંવાર પાણી માંગી રહ્યા હતા. પરંતુ તેમને કોઈએ પણ પાણી પીવડાવ્યુ નહીં, અને તે બંનેનું મૃત્યુ ત્યાં જ થઈ ગયું, અને અમુક સમય પછી આ જગ્યાએ ઘણા બધા એક્સિડન્ટ થવા લાગ્યા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ તે 2 બાળકોને દેવતા માનીને ઈટ થી એક નાનું મંદિર બનાવ્યું. અને તેની પૂજા કરવા લાગ્યા લોકોની માન્યતા છે કે ત્યારબાદ આસપાસના કુવામાં જ્યાં ખારું પાણી હતું તે કુવાનું પાણી મીઠું થઈ ગયું, અને રોડ ઉપર એકસીડન્ટ થવાના પણ બંધ થઈ ગયા.

Image Source

લોકો એ પણ માને છે કે આ પાણીને પ્રસાદના સ્વરૂપે લેવાશે શરીરના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. ત્યારબાદ થી લોકો પોતાની મન્નત લઈને ત્યાં પહોંચે છે. અને અહીં મન્નત પૂરી થઈ જાય ત્યારે 10 થી લઈને 100 બોટલો અને હજારોની સંખ્યામાં પાણીના પાઉચ પણ ચડાવવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment