અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ભેજના કારણે ત્વચા તથા વાળ પણ ખરાબ થઈ જાય છે. અને તેની અસર જોવા મળે છે આમ ખાસ કરીને આ ઋતુમાં વાળ ખૂબ જ ફીઝી થઈ જાય છે, અને દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે. આમ તો સામાન્ય છે કે કોઈપણ મહિલા નહીં ઈચ્છે કે તેમના વાળ ખરાબ દેખાય. પરંતુ ચોમાસાની ઋતુમાં વાળ ખરાબ થઈ જાય છે.
ચોમાસાની ઋતુમાં ફીઝી વાળ માટે બજારમાં ઘણા બધા હેર પ્રોડક્ટ ઉપસ્થિત હોય છે. પરંતુ જો તમે કુદરતી ઉપાય ની શોધમાં છો તો તમે બ્યુટી એક્સપર્ટ પૂનમ દ્વારા જણાવવામાં આવેલા આ નુસખા ને જરૂરથી વાંચો.
પૂનમ જણાવે છે કે વરસાદની ઋતુમાં વાળનું મોઈશ્ચર ઓછું થઈ જાય છે અને તેનાથી જ તે બીજાન અને ખરાબ દેખાવા લાગે છે પરંતુ જો તમે આ ઋતુમાં કેળાની મદદથી વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપો છો તો વાળની કોમળતા તથા મુલાયમતા અને તેની ચમક ફરી પાછી આવી જાય છે.
પૂનમ વાળના ઘરેલુ પ્રોટીન ટ્રીટમેન્ટની રીત જણાવે છે જે નીચે મુજબ છે.
સામગ્રી
- 1 પાકેલું કેળું
- 1/2 કપ નાળિયેરનું દૂધ.
- 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ
બનાવવાની રીત
સૌપ્રથમ આ વાતને ખાસ નિશ્ચિત કરો કે કેળું ખૂબ જ પાકેલું હોવું જોઈએ. બિલકુલ પાકી ગયેલું કેળું સૌપ્રથમ સારી રીતે સ્મેશ કરો. હવે આ કેળામાં નારિયેળનું દૂધ મિક્સ કરો અને એક સ્મુધ પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટમાં બિલકુલ ગાંઠિયા હોવા જોઈએ નહીં ગાંઠિયા જો તમારા વાળમાં ફસાઈ જશે તો વાળ ખરવાની સમસ્યા ઉભી થઇ શકે છે.
ત્યારબાદ આ મિશ્રણમાં વિટામિન ઈ કેપ્સુલ ને તોડીને નાખો અને આ મિશ્રણને ફરીથી યોગ્ય રીતે હલાવો.
હવે આ બનેલ મિશ્રણને વાળમાં દરેક પાંથીમાં લગાવો અને ત્યારબાદ વાળની લંબાઈ ઉપર પણ આ મિશ્રણને લગાવો જો તમારા સંપૂર્ણ વાળમાં આ મિશ્રણ ઓછું પડી રહ્યું છે તો તમે દૂધની માત્રાને વધારી શકો છો.
ત્યારબાદ તમારા વાળને શાવર કેપથી ઢાંકો અને એક કલાક પછી વાળ જુઓ.
રાખવામાં આવતી સાવધાની
આ મિશ્રણને વાળમાં લગાવ્યા બાદ તાપમાન બિલકુલ જવું જોઈએ નહીં, તેને વાળમાં સંપૂર્ણ રીતે સુકાવવા દેવું જોઈએ નહીં, તેની જગ્યાએ તમે વાળને નેચરલ હવામાં જ સુકાવા દો.
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા વાળમાંથી આ માસ યોગ્ય રીતે બહાર કાઢવાનું છે જો માસ્ક વાળમાં રહી જશે તો વાળને નુકસાન પહોંચી શકે છે.
આ ટ્રીટમેન્ટ થઈ જાય તેના પછી તમારા વાળમાં કોઈપણ હીટિંગ પ્રોડક્ટ અથવા તો કેમિકલ બેઝ પ્રોડક્ટ નો ઉપયોગ કરવાનો નથી.
હેર માસ્ક લગાવવાના ફાયદા
તમને આ હેર પ્રોટીન પેકને વાળમાં લગાવવાથી વાળની ખોવાયેલી ચમક અને તેની મજબૂતી પાછી મળી જશે.
જો તમારા વાળમાં ડેન્ડ્રફ છે તો આ પ્રોટીન ટ્રીટમેન્ટથી ડેન્ડ્રફ દૂર થવા લાગે છે.
બેમુખી વાળની સમસ્યા પણ આ હોમ પ્રોટીન ટ્રીટમેન્ટની મદદથી ઓછી થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ફિઝી વાળને બિલકુલ મુલાયમ બનાવશે આ આસાન ઘરેલુ ઉપચાર”