સમાજમાં લોકો પોતાના અલગ અલગ રિવાજો અનુસાર દરેક ધર્મ નિભાવતા હોય છે,અને તેમનું ધાર્મિક જોડાણ પણ કંઈક અલગ જ હોય છે. અલગ અલગ મંદિરો મનુષ્યની આસ્થા નું પ્રતીક જોવા મળે છે આમ તો ધર્મથી જોડાણ સિવાય અલગ અલગ મંદિરોના નિર્માણમાં વાસ્તુ કળા ઉપર પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં ઘણા બધા એવા મંદિરો જોવા મળે છે જેની પોતાની અલગ જ ધાર્મિક આસ્થા હોય છે, અને તેની અલગ વિશેષતા પણ જોવા મળે છે, અને આ જ મંદિરોમાંથી એક છે તમિલનાડુ રાજ્યમાં આવેલ તિરુનેલવેલીમાં આવેલ નૈલાયપ્પાર મંદિર.
આ મંદિરની પોતાની વાસ્તુકળા કંઈક અલગ જ જોવા મળે છે અને તેના સ્તંભ માંથી સુંદર મજાનો મધુર અવાજ નીકળે છે અને તે લોકોને આકર્ષિત કરે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું આ મંદિરના સ્તંભમાંથી સુંદર અવાજ બહાર નીકળે છે જેમ કે કોઈ સ્તંભ નહીં પરંતુ વાદ્ય યંત્ર છે.
રાજ્યના સૌથી પ્રમુખ મંદિરોમાંથી એક નૈલાયપ્પાર મંદિર નાતંભ માંથી મધુર ધ્વનિ નીકળવા પાછળનું રહસ્ય આજ સુધી કોઈ જ સમજી શક્યું નથી અને દૂર દૂરથી લોકો આ મંદિરનો મધુર અવાજ સાંભળવા માટે આવતા હોય છે અને આ મંદિરની ખાસ વાત એ છે કે સ્તંભમાંથી સંગીતના સાત બેઝિક મ્યુઝિકલ અવાજ નીકળે છે. અહીં આવેલ લગભગ 161 થાંભલા મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો ચાલો જાણીએ આ મંદિર અને તેના મ્યુઝિકલ થાંભલા વિશે.
આ મંદિરનો ઇતિહાસ
તામિલનાડુમાં તિરુનેલવેલીમાં ઉપસ્થિત નૈલાયપ્પાર મંદિર ખરેખર ભગવાન શંકરને સમર્પિત મંદિર છે અને તમને જણાવી દઈએ કે તિરુનેલવેલી શહેરને તે મુખ્ય પાંચ સ્થાનમાંથી એક માનવામાં આવે છે જ્યાં ભગવાન શંકરે પોતાના નૃત્યને પ્રદર્શિત કર્યું હતું અને આ મંદિર ઈસવીસન સદી 700 પૂર્વે બનાવવામાં આવ્યું હતું. વાસ્તુકળાની દ્રષ્ટિથી પણ આ ખૂબ જ ઉત્કૃષ્ટ કૃતિ છે આ મંદિર નો સબંધ પાંડવોથી છે તેવુંપણ જાણવા મળ્યું છે અને એવું માનવામાં આવે છે કે આ મૂળ મંદિર પાંડવો દ્વારા જ બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર લગભગ 14.5 એકર માં ફેલાયેલું છે. તથા એવું પણ કહેવામાં આવે છે કે લગભગ સાતમી શતાબ્દી પૂર્વે નિદ્રાસીન નેદુંમારન દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું. આ થાંભલામાં જ્યારે હાથ મૂકવામાં આવે છે ત્યારે તે મ્યુઝીકલ અવાજ ઉત્પન્ન કરે છે અને આ તે સમયના શ્રેષ્ઠ શિલ્પ કૌશલ્યને દર્શાવે છે.
મંદિરમાંથી નીકળે છે સંગીતમય ધ્વનિ
આ મંદિરના થાંભલામાં ઘંટડી જેવો મધુર અવાજ બહાર નીકળે છે અને આ થાંભલા માંથી સંગીતના સાત સૂર આસાનીથી સાંભળી શકાય છે. આ જગ્યાએ લગભગ 161 સ્તંભ છે, જે સંગીતમય ધ્વની નું નિર્માણ કરે છે તથા અહીંની વાસ્તુકળાના લોકોનું માનવું છે કે 48 સ્તંભ માંથી એક સમૂહને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે, અને તે સેન્ટ્રલ પિલર્સના ચારે તરફ ઉપસ્થિત છે. એટલે કે આ 48 થાંભલા એક મુખ્ય થાંભલાને ઘેરીને બનાવેલા છે તથા આ થાંભલા ની સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે પણ તેને આપણે ટેપ કરીએ છીએ ત્યારે આસપાસના થાંભલા પણ કંપન કરે છે.
જાણો શું કહે છે શોધ
મંદિરના સ્તંભ માંથી આવનાર આ મધુર ધ્વનિ વિશે વિસ્તારપૂર્વક જાણવા માટે ઘણા બધા લોકોએ શોધ કરી છે અને તેમાંથી જ એક શોધ અનુસાર આ મંદિરના પથ્થરરના થાંભલાને શ્રુતિ સ્તંભ, ગણ થોઁગલ અને લયા થોઁગલ ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવી શકાય છે. આ મંદિરમાં તમને શ્રુતિ અને લયનું સંયોજન જોવા મળશે.ત્યાં જ લઈશ સ્તંભ વધે છે જે બીટ અથવા તાલનું ઉત્પાદન કરી શકે છે એવામાં જ્યારે શ્રુતિ સ્તંભ ઉપર ટેપ કરવામાં આવે છે જે લયથી પણ અવાજ આપે છે. કારણકે આ મંદિરમાં તેનું કોમ્બિનેશન જોવા મળે છે.જો તમારે તમિલનાડુ જવાનું થાય તો આ મંદિરમાં જવાનું બિલકુલ ભૂલશો નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team