પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત 14 જુલાઈથી થઈ ગઈ છે અને તેમાં તમારે તમારા ઘરમાં આ 10 શુભ વસ્તુઓને જરૂરથી લાવી જોઈએ, જેનાથી તમારું કિસ્મત બદલાઈ જશે.
1 ત્રિશુળ
ત્રિશૂળ હંમેશા શંકર ભગવાનના હાથમાં જોવા મળે છે. તે ત્રણ દેવ તથા ત્રણ લોકનું પ્રતીક છે. શ્રાવણ મહિનામાં ચાંદીનું ત્રિશૂળ ઘરમાં લાવવાથી આખું વર્ષ તમે તકલીફોથી દૂર રહી શકો છો. અને તે તમારી રક્ષા કરે છે.
2 રુદ્રાક્ષ
સુખ,સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે તથા મનની પવિત્રતા માટે તમારા ઘરમાં અસલી રુદ્રાક્ષ લાવો. અને તે રુદ્રાક્ષને ઘરમાં મૂકો તથા તે રુદ્રાક્ષ અને ચાંદીમાં મઢાવીને પહેરી શકો છો. તે તમારા જીવન માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધિદાયક બનશે.
3 ડમરુ
ડમરુ શંકર ભગવાનનું ખૂબ જ મનપસંદ અને પવિત્ર વાદ્ય યંત્ર છે. ડમરું ની પવિત્ર ધ્વનિથી આસપાસ રહેલી દરેક નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે. આપણા શરીરના આરોગ્ય માટે પણ ડમરુનો અવાજ ખૂબ જ અસરકારક માનવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં ડમરુ ને લાવીને ઘરે મૂકો અને તેના છેલ્લા દિવસે કોઇપણ બાળકને તે ડમરુ ઉપહાર માં આપો.
4 ચાંદીના નંદી
નંદી શંકર ભગવાનનો ગણ પણ છે અને તેમનું વાહન પણ છે. જો શ્રાવણ મહિનામાં ચાંદીના નંદી ને ઘરે લાવીને સંપૂર્ણ મહિનો તેની પૂજા કરવામાં આવે તો આર્થિક સંકટોથી છૂટકારો મળે છે.
5 જળપાત્ર
જળ શંકર ભગવાનને અત્યંત પ્રિય છે. તમે ઈચ્છો તો શ્રાવણ મહિનામાં ગંગાજળ લાવીને ઘરમાં મૂકો અને સંપૂર્ણ મહીનો કરીને પૂજન કરો પરંતુ તે સંભવ નથી તો તમે ચાંદી તાંબુ અથવા પિત્તળનું પાત્ર લઈને તેમાં શુદ્ધ અને સ્વચ્છ નિર્મળ જળ ભરો. અને દરરોજ તેનાથી શંકર ભગવાનને જળ અર્પિત કરો ત્યારબાદ ફરીથી તેને ભરીને મૂકો. આ પ્રયોગ કરવાથી ઘરમાં ધન આવે છે અને આ પ્રયોગો ખૂબ જ પ્રભાવી છે.
6 સાપ
ભગવાન શંકરના ગળામાં સાપ દર વખતે રહે છે આમ શ્રાવણ મહિનામાં ચાંદીના નાગ નાગણના જોડા ને ઘરમાં લાવીને મૂકો, અને દરરોજ તેનું પૂજન કરો તથા શ્રાવણના છેલ્લા દિવસે કોઈ શંકર ભગવાનના મંદિરમાં જઈને મૂકી દો આ પ્રયોગ તમારા પિતૃદોષ અને કાલ સર્પયોગમાં લાભ આપશે.
7 ચાંદીની ડબ્બીમાં ભસ્મ
કોઈપણ શંકર ભગવાનના મંદિરમાંથી ભસ્મ લાવીને તેને નવી ચાંદીની ડબ્બીમાં લાવીને મૂકો સંપૂર્ણ મહીનો તેની પૂજનમાં સામેલ કરો ત્યારબાદ તેને તિજોરીમાં મૂકો ઘરમાં બરકત માટે આ પ્રયોગ ખૂબ જ સારો છે.
8 ચાંદીનું કડુ
ભગવાન શંકરના પગમાં ચાંદીનું કરું ધારણ કરેલું હોય છે શ્રાવણ મહિનામાં તેલ આવીને મૂકવાથી તિર્થયાત્રા અને વિદેશ યાત્રા કરવાના યોગ બને છે.
9 ચાંદીનો ચંદ્ર અથવા મોતી
ભગવાન શંકરના મસ્તક ઉપર ચંદ્રમાં બિરાજીત છે તેથી શ્રાવણ મહિનામાં ચાંદીના ચંદ્રદેવ લાવીને પૂજનમાં મૂકો જો સંભવ હોય તો સાચો મોતી પણ લાવી શકો છો મોતીચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. અને તેને કરવાથી ચંદ્રગ્રહની શાંતિ તો થાય જ છે તેની સાથે જ મન પણ મજબૂત થાય છે. તમે ઇચ્છો તો ચંદ્ર અને મોતીનું એક સાથે પેન્ડલ લાવીને ધારણ કરી શકો છો.
10 ચાંદીના બીલીપત્ર
આપણે સંપૂર્ણ શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને બીલીપત્ર અર્પિત કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત શુદ્ધ અખંડિત બીલીપત્ર મળવા સંભવ હોતા નથી. એવામાં ચાંદીનું બીલીપત્ર લાવીને દરરોજ શંકર ભગવાનને અર્પિત કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે, અને ઘરમાં સારા કાર્યોનો સંયોગ બને છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team