ખજૂરનું સેવન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ રાત્રે ખજૂર ખાવાથી થાય છે આ 5 અસરકારક ફાયદાઓ

Image Source

ડ્રાય ફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેઓ શરીરને જરૂરી પોષણ આપે છે અને ગંભીર રોગો સામે રક્ષણ પણ આપે છે. આવું જ એક ડ્રાય ફ્રુટ છે ખજૂર. પ્રોટીન, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ તેમજ અન્ય ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા આપે છે. આપણામાંના મોટા ભાગના લોકો ખજૂરને નાસ્તા તરીકે ખાઈ છે અથવા તેને તેમના નાસ્તા અને સ્મૂધીમાં સામેલ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે ખજૂરનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. હા, તમે તે સાચું વાંચ્યું છે!

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશ્યન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર, તમે આખા દિવસમાં કોઈપણ સમયે ખજૂરનું સેવન કરી શકો છો. પરંતુ જો તમે સૂવાના અડધા કલાક પહેલા ખજૂરનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. આવો જાણીએ રાત્રે ખજૂર ખાવાના ફાયદા.

1. સારી ઉંઘ લેવામાં મદદ કરે છે

ઘણા લોકો મોડી રાત સુધી કામ કરે છે અથવા તેમના મોબાઈલ, લેપટોપ પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે. આ ઉપરાંત તાણ અને ચિંતાના કારણે પણ તેઓ યોગ્ય રીતે ઊંઘ ન આવવાથી પરેશાન રહે છે. પરંતુ જો તમે રાત્રે સૂવાના અડધા કલાક પહેલા દૂધ સાથે ખજૂરનું સેવન કરો છો, તો તેનાથી તમને ઝડપથી ઊંઘ આવશે, કારણ કે ખજૂરમાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરને શાંત અને સ્નાયુઓને આરામ આપે છે. તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

2.કબજિયાતમાં રાહત મળે છે

ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે ગેસ, પેટનું ફૂલવું અને બ્લોટિંગ ની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત, જો તમે રાત્રે ખજૂરનું સેવન કરો છો, તો તે તમારા આંતરડા માટે ખૂબ જ સારું છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને બળતરાને દૂર કરવામાં મદદ કરે છે. તે આંતરડાના કૃમિને મારવા માટે પણ અસરકારક સારવાર છે. આ માટે તમે 2-3 ખજૂર રાત્રે દૂધ સાથે ખાઈ શકો છો.

3. લોહીની ઉણપ દૂર થાય છે

ખજૂર આયર્ન થી ભરપૂર હોય છે, જે તેને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા અને એનિમિયા દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક બનાવે છે. આ જ કારણ છે કે જ્યારે એનિમિયાની સમસ્યા હોય ત્યારે ડોક્ટરો ખજૂર ખાવાની સલાહ આપે છે.

4.હદયને સ્વસ્થ રાખે છે

જો તમે રાત્રે ખજૂરનું સેવન કરો છો, તો તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમાં રાખે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. ખજૂરમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે ખજૂરના સેવનથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.

5.હાડકા મજબુત થાય છે

ખજૂર કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે, સાથે સાથે ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્ત્વોની સારી માત્રા છે, જે ફક્ત તમારા હાડકાંને મજબૂત કરવા માટે જ નહીં, પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરવામાં મદદ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment