જો તમને બહુજ ભૂખ લાગી છે અને જો કંઈ જ સમજમાં ના આવે કે શું બનાવીશું ત્યારે તમે પૌવા આલુ ટીક્કી બનાવી શકો છો અને તે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે આલુ પૌવા ટિક્કીને તમે કોઈપણ ચટણી સાથે ખાઈ શકો છો અને તેને તમે નાસ્તાના ટાઈમે ચા સાથે પણ તેની મજા ઉઠાવી શકો છો આ લોકોમાં ટીક્કી બનાવવામાં માત્ર ૧૦ થી ૧૫ મિનિટ લાગે છે અને તમે તેને ક્યારેય પણ બનાવી શકો છો તો ચાલો જોઈએ આલુ પૌવા ટીકી કેવી રીતે બનાવવામાં આવે તેને બનાવવા માટે આપણને જોઈશે
- પૌવા – 1 કપ
- બટાકા (મધ્યમ કદના બટાકા) – 3
- મીઠું – સ્વાદ અનુસાર
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- હળદર પાવડર – 1/4 ચમચી
- જીરું – 1/2 ચમચી
- સમારેલા લીલા મરચા – 2
- ચાટ મસાલો – 1/4 ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- કાજુ પાવડર – 2 ચમચી
- તેલ – 500 ગ્રામ
- કોર્ન સ્ટાર્ચ – 1 ચમચી
બનવવાની રીત
- સૌપ્રથમ બટાકાને બાફીને છોલીને તેને સ્મેશ કરીને મૂકો.
- પૌવા આલુ ટીક્કી બનાવવાની રીત.
- સૌથી પહેલા ચારણીમાં પૌવા લો અને તેને પાણીમાં સારી રીતે પલાળો.
- ત્યારબાદ એક વાડકામાં તેને બહાર કાઢો અને તેમાં બટાકા નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરૂ, લીલા મરચા, ચાટ મસાલો, લીંબુનો રસ, કોર્નફ્લોર, કાજુ પાવડર અને મીઠું નાખીને મિક્સ કરો.
- હવે પાંચ મિનિટ તેને ઢાંકીને સેટ થવા માટે મૂકો.
- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- હવે બેટર માંથી થોડું લઈને ટિક્કી જેવો આકાર બનાવો.
- હવે તેને તેલમાં નાખીને ડીપ ફ્રાય કરો.
- ચારે તરફથી ચડી જાય ત્યારે ટીસ્યુ પેપરમાં તેને બહાર કાઢો.
હવે આપણે પૌવા આલુ ટીકી બનીને તૈયાર છે તેને ગરમ ગરમ ધાણાની ચટણી, ટામેટાની ચટણી, ટામેટા સોસ અથવા તો બીજી કોઈપણ ચટણી સાથે તેને ખાઈ શકો છો.
મહત્વની ટિપ્સ
- પૌવા નાખવાથી ટિક્કી ક્રિસ્પી બને છે.
- ટેસ્ટ વધારવા માટે અહીં કાજુનો પાવડર લીધો છે.
- તમે ઇચ્છો તો તેમાં બદામ પણ નાખી શકો છો.
- ટીક્કીને તમે મધ્યમ આંચ ઉપર તળો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સ્વાદમાં ટેસ્ટી એવી પૌવા આલુ ટિક્કી બનાવવાની આસાન વિધિ”