મોટાભાગે અમુક લોકોને ભોજન કર્યા પછી તરત જ પેટમાં ભરેપણા નો અનુભવ થાય છે. આ ઉપરાંત, પેટ ફૂલેલું લાગવું કે અચાનક પેટમાં દુખાવો પણ થઇ શકે છે. આવું પેટમાં ગેસ બનવાને કારણે થાય છે. ભોજન કર્યા પછી તરત જ ગેસ થવા પાછળ ઘણાં કારણો હોય શકે છે. જેમ કે – વધુ ફાઈબર કે હાઈ ફેટવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. આવી સ્થિતિમાં કેટલાક નાના નાના ઉપાયો કરવાથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે. તે માટે ધીમે ધીમે ભોજન કરવું તેમજ ભોજન કર્યા પછી થોડો સમય ચાલવાથી આરામ મળે છે.
આજે આ લેખમાં ભોજન કર્યા પછી પેટમાં ગેસ બનવાના કારણો તેમજ તેમના ઉપાયો વિશે જાણીશું.
ભોજન કર્યા પછી ગેસ બનવાના કારણો
ભોજન કર્યા પછી પેટમાં ગેસ બનવાના ઘણા કારણો હોય શકે છે, પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે, જે દરેકના પેટમાં ગેસ થવાનું કારણ બને છે. તેમાં વધારે ફેટ વાળા ભોજનનું સેવન, વધારે ફાઈબર વાળા ભોજનનું સેવન તેમજ કાર્બોનેટેડ પીણાં નું સેવન શામેલ છે. ચાલો ભોજન કર્યા પછી પેટમાં ગેસ બનવાના કારણો વિશે વિસ્તારમાં જાણીએ..
કેટલાક ખાસ ખાદ્ય પદાર્થો
સફરજન, બીન્સ, બ્રોકલી, ફ્લાવર, કોબીજ, ડેરી પ્રોડક્ટ, લેટ્યુસ તેમજ ડુંગળી જેવી વસ્તુઓ ખાધા પછી પેટમાં ગેસ બની શકે છે.
વધારે ફાયબર
આખું અનાજ તેમજ બિન્સ જેવા વધારે ફાયબર વાળા ફૂડ ખાવાથી પેટમા ગેસ બનવા લાગે છે. વાસ્તવમાં આ દરેકના ફાયબરની માત્રા વધારે હોય છે. જે અમુક લોકોના પેટમાં ગેસ બનાવે છે.
વધારે ફેટ વાળી વસ્તુઓ
ફેટ શરીરમાં પાચન માટે સમય લે છે. આવી સ્થિતિમાં જો વધારે ફેટ વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે તો તે પેટમાં ગેસ બનાવી શકે છે.આ કારણે પિત્ઝા અને બર્ગર જેવી વસ્તુઓ ખાધા પછી અનુભવાય છે કે પેટ ફાટી જશે.
કાર્બોનેટેડ પીણાં
કાર્બોનેટેડ પીણાં અને સોડા પેટમાં ગેસ બનાવી શકે છે. તેના સેવનથી પેટમાં કાર્બન ડાયોક્સાઈડ બનવા લાગે છે, જેનાથી પેટમાં ગેસ બની જાય છે. જો તેને જલ્દી જલ્દી પીવામા આવે તો પેટમાં ગેસ ઝડપથી બને છે.
વધારે મીઠું
વધારે મીઠાના સેવનથી ઘણી સમસ્યાઓ થાય છે, જેમનો એક છે પેટમાં ગેસ બનાવો. તેના કારણે પેટમાં વોટર રિટેન્શન થાય છે અને પેટમાં ગેસ બનવા લાગે છે.
ભોજન કર્યા પછી ગેસ બનવાના ઉપાયો
જો ભોજન કર્યા પછી પેટમાં કંઈક અજીબ અનુભવ થાય અને ગેસ બને છે આવી સ્થિતિ થી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
ધીમે ધીમે ખાવું
કેટલાક લોકો ભોજન યોગ્ય રીતે ચાવીને ખાતા નથી. આ રીતે તેઓ ભોજનની સાથે સાથે હવાને પણ ગળી જાય છે. તેથી યોગ્ય રહેશે કે ધીમે ધીમે ભોજન કરવામાં આવે.
ભોજન કરતી વખતે વાતો ન કરવી
ભોજન કરતી વખતે વાતો કરવાથી હવા ગળી જવાનો ડર રહે છે. તેનાથી પેટમાં હવા જમા થાય છે અને તે ગેસ થવાનું કારણ બને છે. તેથી ભોજન કરતી વખતે બિલકુલ વાતો કરવી જોઈએ નહીં.
ભોજન કર્યા પછી ચાલવું
કસરત સ્વાસ્થ્ય માટે હંમેશા ઉત્તમ હોય છે. પેટમાં બનતા ગેસને દૂર કરવા માટે પણ કસરત મુખ્ય ભૂમિકા ભજવે છે. ભોજન કર્યા પછી થોડો સમય ચાલવાથી પેટમાં બનતા ગેસને અટકાવી શકાય છે.
આદુ
પાચન સંબંધી સમસ્યાઓ માટે આદુ એક ઉત્તમ ઉપાય છે. તેમાં કારમીનેટિવ અસર જોવા મળે છે, જે પેટમાંથી ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. સંશોધનો પણ જણાવે છે કે આદુ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
સાદું પાણી પીવું
કાર્બોનેટેડ પીણા પીવાના બદલે સાદું પાણી પીવું યોગ્ય રહે છે. જો ફ્લેવર વાળુ પીવું જ હોય તો સાદા પાણીમાં લીંબુ નાખીને પી શકાય છે.
વધારે ફાઈબરથી અંતર જાળવો
ફાયબર શરીર માટે જરૂરી છે, પરંતુ તેને પચવામાં સમય લાગે છે. તેથી વધારે ફાયબર યુક્ત વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. ડાયેટ મા તેમની માત્રા ધીમે ધીમે જ વધારવી જોઈએ.
હાઈ ફેટ વાળુ ભોજન
આ બાબતનું ધ્યાન રાખવું કે કયા પ્રકારના ફેટ વાળા ફૂડ થી પેટમાં ગેસ બને છે. જો સેચ્યુરેટેડ અને ટ્રાંસ ફેટ વાળા ફૂડ થી ગેસ બનતો હોય, તો તેવું ફૂડ ખાવાનું ટાળવું. આ રીતે ફ્રાઇડ, પ્રોસેસ્ડ અને રીફાઈન્ડ ફૂડના સેવનને ટાળવું યોગ્ય રહે છે.
સારાંશ
ભોજન કર્યા પછી ગેસ બનવો એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ ને થઇ શકે છે. વધારે ફાયબર વાળા ભોજનનું સેવન, વધારે ફેટ વાળા ભોજનનું સેવન તેમજ વધારે મીઠાનું સેવન ભોજન કર્યા પછી ગેસ બનાવવાની કારણ બની શકે છે. તેના ઉપાય તરીકે આદુનું સેવન, હાઈ ફેટવાળા ફૂડ ને ટાળવું, ભોજન કરતી વખતે વાત ન કરવી તેમજ ભોજન કર્યા પછી ચાલવું એ મદદરૂપ સાબિત થાય છે. જો આ ઉપાયો અજમાવ્યા પછી પણ ગેસ થાય તો વિલંબ વગર ડોક્ટરનો સંપર્ક કરવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team