શું તમે બાળકોના ગુસ્સાથી પરેશાન થઈ ગયા છો??? તો અપનાવો આ ટીપ્સ

Image Source

મોટાના આધારે બાળકો વધુ ભાવનાત્મક હોય છે અને બાળકોને નાની નાની વાતો ઉપર પણ ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને નાની વાત પર પણ તેઓ નારાજ થઈ જાય છે બાળકોની સાથે આ બધું એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના ઈમોશનલ સ્વભાવને છુપાવી શકતા નથી અને તેઓ તરત જ કોઈપણ વાતને દિલ ઉપર લઈ લેશે અને તેઓ દરેક બાબતને બોલી નાખે છે અને કહેવામાં આવે છે ને કે બાળકો તો મનના ખૂબ જ સાચા હોય છે, અને આ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન માં બાળકો જ્યારે ઘરે જ રહ્યા તેવા સમયમાં બાળકો નાની-નાની બાબતોમાં ગુસ્સો ખૂબ જ કરવા લાગ્યા છે અને જો તમે પણ બાળકોની આ ગુસ્સા કરવાની આદતથી પરેશાન થઈ ગયા છો, તો તેને શાંત કરવા માટે અમે તમને અહીં અમુક ટિપ્સ જણાવીશું.

કલર કરાવો અને બુક વાંચવા આપો

જ્યારે બાળકો નારાજ થઈ જાય છે ત્યારે જલ્દીથી કોઈની જ વાત માનતા નથી, અને આ દરેક પરિસ્થિતિમાં બાળકોને ખૂબ જ સારો અનુભવ કરાવવા માટે તેમને કલરીંગ બુક આપી શકો છો કલર કરવાથી બાળકોનું દિમાગ શાંત થાય છે. અને તમે ઇચ્છો તો બાળકને ચોપડી વાંચવા પણ આપી શકો છો અથવા તો તેને વાંચીને સંભળાવી શકો છો, આમ કરવાથી બાળકનું ધ્યાન બીજી તરફ જશે અને તેમને ખૂબ જ સારું લાગશે.

ગળ્યું ખાવા માટે આપો

જો તમારું બાળક વધુ ગુસ્સો કરે છે તો તેને શાંત કરવા માટે તેને ગળ્યું ખાવા માટે આપો. તમે ઈચ્છો તો તેની ફેવરેટ કેન્ડી પણ લાવીને આપી શકો છો એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે શર્કરા ગુસ્સો કંટ્રોલ કરવા માટે મદદરૂપ થાય છે અને અમેરિકાની વહ્યો સ્ટેટ વિશ્વવિદ્યાલયની સ્ટડી અનુસાર બાળકોને એક નિશ્ચિત માત્રામાં ગળ્યું આપવાથી બાળકનું દિમાગ શાંત રહે છે.

બાળકને ગળે લગાવો અને સોરી બોલતા શીખવાડો

જેમકે આપણે પહેલા પણ કહ્યું છે કે બાળકોનું મન ખૂબ જ નાજુક હોય છે અને ગુસ્સામાં બાળકને ગળે લગાવવામાં આવે તો તે શાંત થઈ જાય છે, અને તેમને ખૂબ જ સારું લાગે છે ગળે લગાવવાથી તે આપણી દરેક વાતને શાંતિથી સાંભળે છે અને માને પણ છે, જો તમારું બાળક ગુસ્સામાં વસ્તુ આમતેમ ફેંકે છે તો તે ભૂલ છે તેવું તેને શીખવાડો અને સોરી બોલતા પણ શીખવાડો આમ કરવાથી બાળકનો ગુસ્સો કંટ્રોલમાં આવે છે.

લાગણીને બતાવતા શીખવાડો

જ્યારે બાળક પોતાના મનની વાત મોટાની સામે યોગ્ય રીતે મૂકી શકતા નથી, ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવે છે એવામાં બાળકને લાગણી બતાવતા જરૂરથી શીખવાડી જોઈએ બાળકો પોતાના મનની વાત બીજાની સામે રાખી શકે તેની માટે ઘરનું વાતાવરણ થોડું સરળ બનાવવાની કોશિશ કરો, ઘણી વખત માતા-પિતા બાળકો ઉપર ખૂબ જ ગુસ્સો કરે છે. અને આ પરિસ્થિતિમાં બાળકોનો ગુસ્સો વધી જાય છે તેથી જ બાળકના મનની વાત સમજવાની કોશિશ જરૂરથી કરો.

Image Source

બાળકોને ગુસ્સાના નુકસાન વિશે જરૂર જણાવો

જો તમારું બાળક વધુ ગુસ્સો કરે છે, અને ઘણી બધી વખત વસ્તુઓ પણ ફેકે છે ત્યારે ગુસ્સાથી થતા નુકસાન વિશે તેમને જરૂરથી જણાવવું જોઈએ બાળકોને જણાવો કે ગુસ્સામાં રમકડા કે બીજી વસ્તુ ફેંકવાથી તે તૂટી જાય છે અને તેને ફરીથી પાછી મળશે નહીં બાળકોનો ગુસ્સો કંટ્રોલ કરવાની આદત જરૂરથી પાડો અને તેમને જણાવો કે જો તેમને વધુ ગુસ્સો આવે છે તો ઊંડા શ્વાસ લે, પાણી પીવે, અથવા તો દસ સુધી ગણે, તેનાથી મન શાંત થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment