બ્લાઇન્ડ પિમ્પલ એવા પિમ્પલ હોય છે જે ત્વચાની નીચેની સપાટીમાં ઉત્પન્ન થાય છે. તે દૂરથી નોટિસ નથી કરતું પરંતુ જો તમે તમારી આંગળીને ત્વચા પર ફેરવો છો તો તમને તે અનુભવ થાય છે. અન્ય પિમ્પલ્સની જેમ આ પિમ્પલમાં આવું હેડ હોતું નથી. તે સામાન્ય રીતે વ્હાઇટ હેડ અથવા બ્લેક હેડ નીચે જોવા મળે છે. આ પ્રકારના પિમ્પલ્સને ઘણા ઘરેલું ઉપચાર દ્વારા પણ સારા કરી શકાય છે.
તેને ક્યારેય દબાવો નહીં-
તે ત્વચાની સપાટી પર હોતા નથી, તેથી તેની સફેદ માથાની જેમ આંગળીઓથી ફોડી શકાતી નથી. જો તમે આમ કરશો તો તમને કાયમી ડાઘ પડી શકે છે અને તમને આ પિમ્પલમાં દુખાવો પણ થઈ શકે છે અને તે ઈન્ફેક્શનમાં પણ બદલાઈ શકે છે.
ગરમ કોમ્પ્રેસ અપ્લાઈ કરો –
બ્લાઇન્ડ પિમ્પલ ગરમ કોમ્પ્રેસનો ઉપયોગ કરીને સારા કરી શકાય છે. સૌથી પેહલા તમારે એક કપડાંને ગરમ પાણી પલાળીને સૂકવી લેવાનું છે. આ પાણી વધારે ગરમ ન હોવું જોઈએ. હવે તે ગરમ કપડાને તમારા બ્લાઈન્ડ પિમ્પલની જગ્યાએ 10 થી 15 મિનિટ સુધી રાખો. તેને દૂર કર્યા પછી ખાતરી કરો કે તમે આ ભાગને એકદમ સાફ રાખો.
પિમ્પલ સ્ટીકરોનો ઉપયોગ કરો-
આ એક નાનું સ્ટીકર હોય છે જે પિમ્પલ પર ચોંટાડવામાં આવે છે. આ સ્ટીકરમાં સેલિસિલિક એસિડ નામનું એજન્ટ હોય છે. આ સ્ટીકર તમારી ત્વચા અને ખીલમાંથી વધારાનું તેલ, સીબમ વગેરે શોષી લે છે અને તે ઇન્ફેક્શનને પણ ઓછું કરવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ 24 કલાકથી વધુ સમય માટે કરવો નહીં.
ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો –
ટી ટ્રી ઓઈલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પિમ્પલના કારણે થનાર બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તે હળવાથી મધ્યમ પિમ્પ્લને સારા કરવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ તમે કોઈ ફેશિયલ ઓઈલમાં ઉમેરીને ત્વચા ઉપર કરી શકો છો. તેનો ઉપયોગ દિવસમાં બે વાર કરી શકો છો.
ટોપિકલ ખીલની સારવારનો ઉપયોગ કરો –
તમારે દવા અથવા સુપર માર્કેટ વગેરેમાં પિમ્પલની સારવારમાં ઉપયોગ થનાર ફેશવોશ અથવા તો ક્રીમ વગેરે સરળતાથી મળી જશે. ખીલ મટે જે ખાસ પ્રકારની સામગ્રી હોય છે. બેન્ઝિલ પેરોક્સાઇડ, સેલિસિલિક એસિડ, સલ્ફર, રેટિનોઇડ વગેરેનો ઉપયોગ પિમ્પલ્સ મટાડવા માટે કરી શકાય છે.
દુઃખાવા માટે બરફનો ઉપયોગ કરી શકાય છે –
સૌથી પેહલા તમારે માઇલ્ડ ફેશ વોશનો ઉપયોગ કરીને તમારા ચેહરાને સાફ કરી લેવો જોઈએ. ત્યારબાદ તમારે ટુવાલથી ચેહરાને લૂછીને સૂકવી લેવો જોઈએ. હવે એક પ્લાસ્ટિક બેગમાં બરફના ટુકડા નાખો અને આ બેગને અસરકારક ભાગ પર લગાવી લો. આ બરફને હવે 5 મિનિટ માટે તમારા ખીલ વાળા ભાગ પર રાખો અને ત્યારબાદ થોડા સમયમાં દૂર કરો. આ પ્રક્રિયાને એક દિવસમાં ત્રણ થી ચાર વખત જરૂર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “બ્લાઈન્ડ પિંપલ્સ શું છે?? જાણો તેનાથી રાહત મેળવવા માટેના 6 એવા સરળ ઉપાયો, જે તમને ચોક્કસપણે ઉપયોગી થશે”