જ્યારે પણ કોઈની તબિયત ખરાબ હોય છે ત્યારે તે ડોક્ટરની પાસે જાય છે અને ડોક્ટર તેમના નખ જુએ છે, તેનું કારણ છે કે નખથી વ્યક્તિના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકાય છે. ડોક્ટર સિવાય તમે પણ તમારા નખ જોઈને તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો, નખ મહત્વનો ભાગ હોય છે જે સ્વાસ્થ્યના રાજ બતાવે છે જેનો સ્વાસ્થ્ય સારું નથી રહેતું તેમના નખમાં અમુક લક્ષણ જોવા મળે છે તેનો અર્થ છે કે નખ તમને સંકેત આપી રહ્યું છે કે શરીરમાં કંઈક ગડબડી થઈ છે, અને તૈયારીમાં જ ડોક્ટર પાસે જવાની જરૂર છે, નખ વિટામીનની ઉણપથી લઈને કેન્સર સુધીની જાણકારી આપી શકે છે, જો તમારા નખમાં પણ નીચે જણાવેલા સંકેત નજર આવે છે તો તૈયારીમાં ડોક્ટર પાસે જાવ.
પીળા નખ
નખનું પીળાપણું વધુ લાંબા સમય સુધી નેલ પોલીસ લગાવવાના કારણે પણ હોઈ શકે છે, પરંતુ નખની આસપાસ અન્ય બદલાવ પણ આવે છે તેમાં પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો નખની આસપાસની ત્વચા પીળી હોય તો તે થાઇરોડની નિશાની હોઈ શકે છે. થાઇરોડના કારણે નખ મોટા સૂકા અને તૂટી જનાર હોઈ શકે છે. અમેરિકન એકેડેમી ઓફોલોજી એસોસિએશન અનુસાર સુજેલી આંગળીઓ તથા વળેલા નખની ઉપરની ત્વચા નું જાડું હોવું થાઇરોડની નિશાની હોઈ શકે છે.
નખ ઉપર લીટી
નખ ઉપર લીટી દેખાવી સૌથી ગંભીર લક્ષણો માંથી એક છે. નખ ઉપર દેખાતા આ લીટી મેલોનોમાનો સંકેત હોઈ શકે છે. જે નખની નીચે થનાર એક પ્રકારનું સ્કીન કેન્સર છે. તે પગ અથવા હાથની આંગળીમાં પણ હોઈ શકે છે લોકો લગભગ દેખાતી આ લીટી પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ તેને અણદેખુ કરવું જોઈએ નહીં. નખમાં કાળા અથવા ભૂરા રંગની લીટી દેખાય તો તૈયારીમાંજ ડોક્ટરને બતાવવું જોઈએ નખમાં તેના આસપાસની ત્વચા પણ કાળી થઈ શકે છે.
મેલાનોમા એ ચામડીના કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ છે જે સામાન્ય રીતે યુવી કિરણોના સંપર્કને કારણે થાય છે. તેને મેલાનોનિચિયા પણ કહેવામાં આવે છે જે આફ્રિકન, અમેરિકન, હિસ્પેનિક, ભારતીય, જાપાનીઝ અને ઘાટા રંગવાળી ત્વચા અન્ય લોકોમાં થઈ શકે છે.
ફિંગર ક્લબિંગ
કેન્સર રિસર્ચ યુકે અનુસાર કોઈપણ જીવ જોખમ બીમારી વાળા લગભગ 35% લોકોને નખ નરમ થઈ જાય છે અને વળી જાય છે તેની સાથે જ આંગળીના આગળનો ભાગ સામાન્યથી મોટો થઈ જાય છે આવી સ્થિતિમાં નખ અથવા તો ફિંગર ક્લબિંગ કહે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ, હૃદય રોગ, કેન્સર અથવા અન્ય આનુવંશિક રોગો જેવી સંખ્યાબંધ ગંભીર પરિસ્થિતિઓને કારણે ફિંગર ક્લબિંગ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ફેફસાના કેન્સરના લગભગ 80 થી 90 ટકા કેસોમાં ફિંગર ક્લબિંગ જવાબદાર છે.
પિટિંગ નખ
ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, જો કોઈ વ્યક્તિને સૉરાયિસસ હોય તો તેવી પરિસ્થિતિમાં નખ તૂટી શકે છે. આ સ્થિતિના અન્ય લક્ષણો કોણી, ઘૂંટણ અને માથાની ચામડી પર પણ દેખાય છે. સોરાયસીસ ધરાવતા અડધાથી વધુ લોકોમાં તેના લક્ષણો હાથ અને પગના નખમાં દેખાવા લાગે છે. પિટિંગના કિસ્સામાં, તમારા નખમાં ઊંડા છિદ્રો હોઈ શકે છે અથવા તે વધુ ધારદાર બની શકે છે.
નખ પર આડી લીટી
જ્યારે કિડની અથવા થાઇરોઇડની સમસ્યા હોય ત્યારે નખ પર આડી લાઇન બને છે.આ સાથે, તાવ, કોવિડ, મૂંઝવણ, ઓરી અથવા ન્યુમોનિયાને કારણે પણ હોઈ શકે છે. જે લોકો તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ઝીંકનો ઉપયોગ કરતા નથી તેમના નખમાં પણ આડી લાઈન દેખાય છે.આ સ્થિતિ ખરજવું અથવા સૉરાયિસસની આડઅસર પણ હોઈ શકે છે.
પીળા અને બરછટ નખ
પીળા અને બરછટ નખ ડાયાબિટીસની નિશાની છે. ડાયાબિટીસવાળા લોકોના નખ પીળા અને જાડા થઈ જાય છે. ડાયાબિટીસ હોય તેવા લોકોમાં આ લક્ષણો ઘણા સમય પહેલા નખ પર જ જોવા મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team