આ 3 મહિનાઓમાં ગર્ભવતી થવું છે સૌથી જોખમી, મહિલાઓએ સતર્ક રહેવું નહિતર બની શકે છે કસુવાવડ નો શિકાર

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉનાળાની ઋતુમાં ગર્ભવતી મહિલાઓને કસુવાવડનું જોખમ ઘણું વધારે થાય છે. વૈજ્ઞાનિકોએ તેના ઘણા કારણ જણાવ્યા છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું સાચું કારણ.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં તે વાત સામે આવી છે કે ઉનાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓને કસુવાવડના જોખમ સૌથી વધારે થાય છે. અમેરિકી રિસર્ચની એક ટીમ દ્વારા આઠ વર્ષ સુધી કરવામાં આવેલ એક અભ્યાસ દરમિયાન 6 હજાર મહિલાઓની પ્રેગનન્સી ટ્રેક કરી.

અભ્યાસ દરમિયાન જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કસુવાવડનો દર સૌથી વધુ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં કસુવાવડનો દર ફેબ્રુઆરીની સરખામણીમાં 44% વધુ જોવા મળ્યો હતો.

સગર્ભા સ્ત્રીઓમાં કસુવાવડના મોટાભાગના કેસ ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા પૂરા થયા પહેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન, ગર્ભનું કદ રાસ્પબેરી જેવું જ હોય ​​છે.

નિષ્ણાતોનું માનવું છે કે કસુવાવડનું મુખ્ય કારણ ગરમ ઋતુ દરમિયાન વધારે ગરમી અને લાઇફસ્ટાઇલ થઈ શકે છે. પરંતુ તેનું તે પણ કેહવુ છે કે તેના માટે વધારે અભ્યાસ થવો જોઇએ.

બોસ્ટન વિશ્વ વિદ્યાલયના અધ્યયન લેખક ડૉ અમેલિયા વેસેલિકએ કહ્યું, અભ્યાસ દરમિયાન અમે જોયું કે કસુવાવડનું જોખમ ઉનાળાની ઋતુમાં સૌથી વધારે થાય છે. તેમણે આગળ કહ્યું, ગરમીના કારણે ગર્ભાવસ્થા દરમિયાન બીજી પણ ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે જેમકે સમયથી પેહલા બાળકોનો જન્મ થવો, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને ખાસકરીને ગર્ભમાં જ બાળકનું મોત.

સંશોધકોએ તે મહિલાઓના સર્વે ડેટાનુ વિશ્લેષણ કર્યું જેમણે કસુવાવડ પર ડેટા આપ્યો હતો. તેમાં મહિલાઓએ જણાવ્યું કે તેની કસુવાવડ ક્યારે થઈ અને તેની ડિલિવરી થવામાં કેટલો સમય બાકી હતો.

શોધકર્તાએ રિસર્ચમાં એવી મહિલાઓનો સમાવેશ કર્યો જે ગર્ભાવસ્થા પ્લાન કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ ગર્ભવતી મહિલાઓ પર તેની ડિલિવરી થવા સુધી તેના પર નજર રાખવામાં આવી.

આ રિસર્ચના પરિણામને જર્નલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું.રિસર્ચ માં તે વાત સામે આવી કે ગર્ભાવસ્થા કોઈપણ અઠવાડિયા દરમિયાન કસુવાવડનું જોખમ ફેબ્રુઆરીની સરખામણીમાં ઓગસ્ટમાં 31 ટકા વધારે હતો.

નિષ્ણાતે કહ્યું કે તે મહિલાઓમાં કસુવાવડ નું જોખમ ઘણું વધારે જોવા મળ્યું જે ખૂબ વધારે ગરમી વાળા સ્થળ પર રહે છે. જોકે નિષ્ણાતો હજુ સુધી ખાતરી નથી કે ગરમી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે. પરંતુ તે માને છે કે ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓને પાણીની ઉણપથી પ્લેસેન્ટા પર ખરાબ અસર પડે છે. સાથેજ યુટ્સમાં લોહી સર્કુલેશન સરખી રીતે થઈ શકતું નથી જેના કારણે બાકી ઋતુઓની સરખામણીમાં ઉનાળામાં કસુવાવડનું જોખમ ખૂબ વધારે થાય છે. જોકે સંશોધનકર્તા નું કહેવું છે કે તેના પર વધુ શોધ કરવાની જરૂર છે.

ક્યારે અને કેવી રીતે કસુવાવડ થાય છે? –

કસુવાવડ ગર્ભાવસ્થાના પહેલા 23 અઠવાડિયા દરમિયાન થાય છે. કસુવાવડ ના સામાન્ય લક્ષણોમાં યોનિમાર્ગમાં રક્તસ્રાવ, પેટના નીચેના ભાગમાં ક્રેપ્સ અથવા દુખાવો થવો. ઘણા કિસ્સાઓમાં તો મહિલાઓને જાણ પણ ન હોય કે તેણી પ્રેગનેન્ટ હતી અને તેની કસુવાવડ થઈ ગઈ છે.

સતત ત્રણથી વધારે કસુવાવડને અસામાન્ય માનવામાં આવે છે અને લગભગ એક ફિસદી મહિલાઓ તેનાથી પ્રભાવિત થાય છે. ડોક્ટર્સનું માનવું છે કે વધારે કસુવાવડ બાળકમા અસામાન્ય રંગસૂત્રોના કારણે થાય છે.

કસુવાવડ રોકી નથી શકાતી પરંતુ ગર્ભવતી થવા પર સ્મોકિંગ, આલ્કોહોલ અને નશીલી દવાઓના સેવનથી બચવું એ આ જોખમને ઓછું કરી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment