ઉત્તરાખંડમાં ફરવા માટે એક પછી એક એવી જગ્યા છે જેને જોવા માટે લોકો દેશ-વિદેશમાંથી હજારો લોકો આવે છે, અહીંની સુંદર વાદીયા કોઈને પણ પોતાના દિવાના બનાવી શકે છે. આજે અમે તમને ઉતરાખંડના એક એવા જ ગામ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે ઘણા ઓછા લોકો જાણે છે, આ જગ્યા ભારતનું અંતિમ ગામ ગણવામાં આવે છે અને તે સમુદ્ર તળેટીથી 1800 ફૂટની ઊંચાઈ ઉપર વસેલું છે અને તેનું નામ માણા છે.
આ ગામની આસપાસ ઘણા બધા દર્શનીય સ્થળો છે અહીં સરસ્વતી અને અલખનંદા નદીનો સંગમ થાય છે, તે સિવાય અહીં ઘણા બધા પ્રાચીન મંદિરો અને ગુફા પણ જોવા મળે છે. બદ્રીનાથથી ૩ કિલોમીટરની દુર આ ગામના રોડ પહેલા ખૂબ જ કાચા હતા જેના કારણે અહીં વધુ લોગ આવી શકતા ન હતા. પરંતુ હવે સરકારે અહીં સુધી પાકા રોડ બનાવ્યા છે અને હવે પર્યટકો આસાનીથી અહીં આવી શકે છે.
જે લોકો બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે તેઓ ભારતના છેલ્લા ગામ માણાને દેખવા માટે જરૂરથી જાય છે. અહીં ખૂબ જ ઠંડી પડે છે છ મહિના આ જગ્યા સંપૂર્ણ બરફથી ઢંકાયેલી રહે છે જેના કારણે અહીં રહેતા લોકો શિયાળાની શરૂઆત થતા પહેલા જ નીચે આવેલ ચામોલી જિલ્લામાં જતા રહે છે. આ ગામમાં એકમાત્ર ઇન્ટર કોલેજ છે જે છ મહિના માણામાં અને છ મહિના ચામોલી માં ચાલે છે.
અહીં આવેલા લોકો ભીમપુલ જરૂરથી જાય છે કહેવામાં આવે છે કે પાંડવો આ માર્ગથી સ્વર્ગમાં ગયા હતા અહીં બે પર્વત હતા. જેના વચ્ચે એક ખાઈ હતી તેને પાર કરવી ખૂબ જ મુશ્કેલ હતી તે સમયે ધીમે અહીં બે મોટી શીલાઓ નાખીને પુલ બનાવ્યો હતો આજે પણ લોકો તેને સ્વર્ગ જવાનો રસ્તો સમજીને તે રસ્તે જાય છે.
માણામાં ચાની દુકાન છે જેના બોર્ડ ઉપર લખેલું છે ભારતની છેલ્લી ચાની દુકાન. દૂર દૂરથી આવતા લોકો આ દુકાને સામે રહીને ફોટો પડાવે છે અને આ ગામની આગળ બીજો કોઈ જ રસ્તો જતો નથી થોડા આગળ જઈએ ત્યાં ભારતીય સેના નો કેમ્પ છે.
View this post on Instagram
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઉત્તરાખંડની સુંદર વાદીઓમાં વસેલું છે દેશનું છેલ્લું ગામ “માણા”, ત્યાં છે સ્વર્ગ જેવો નજારો”