Image Source : Economic Times
તમે તમારા જીવનમાં સીધા રસ્તા પર ડ્રાઈવિંગ તો ઘણું કર્યું હશે. પરંતુ ક્યારેય તમે તેવી જગ્યા પર ગાડી ચલાવી છે, જ્યાં રસ્તા એટલા સાંકડા હોય છે કે જો સામેથીબીજી ગાડી આવી જાય તો કા તો તમે ખીણમાં અથવા તો તે ખીણમાં. ઘણા રસ્તાના ઢોળાવો એવા હોય છે કે થોડી બ્રેક લાગતા જ કામથી ગયા, કેમ સાચું કહ્યું ને ? તમે લોકો સાથે તમારી ડ્રાઈવિંગ કરવાની ક્ષમતા ના ગુણગાન કરો, તે પેહલા જાણી લો, ભારતના ઘણા એવા જોખમી રસ્તાઓ વિશે, જ્યાં ક્ષમતાથી વધારે હિંમતની જરૂર પડે છે.
કિલ્લર કીશ્તવાડ રોડ
તમે જાતે જુઓ, આ રસ્તાનું નામ જ કિલર છે. જમ્મુ કાશ્મીરમાં આવેલ કીશ્તવાડથી હિમાચલ પ્રદેશમાં કિલ્લરને જોડતા આ સિંગલ લાઈન રસ્તા પર તમને પથ્થર, માટી, ખડકાયેલા ખડકો, ઝરણા, ખીણ અને સસ્તા સાથે નીચે હજારો ફૂટની ઊંડાઈ ખીણ જોવા મળશે. આ રસ્તાને જોઈને તો તમે તેમ કહેશો કે ભારતનો જ નહિ, દુનિયાનો સૌથી જોખમી રસ્તો છે. આ રસ્તો 20 કિલોમીટર લાંબો છે, જેને પાર કરવામાં તમને લગભગ 8 થી 10 કલાક લાગી શકે છે.
Image Source : Indiatimes
જોજી લા
જોજી લા સમુદ્ર કિનારેથી 11,575 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. આ રસ્તા ભારતમાં નેશનલ હાઇવે 1 ના લેહ શ્રીનગર સેક્શન પર છે. જોજી લાની આજુબાજુના સુંદર દ્રશ્યો જોઈને જ તમને ભય લાગવા લાગશે. અહીંના સાંકડા રસ્તા, મોટા મોટા પહાડો, હંમેશા ખરાબ વાતાવરણ અને ખીણની તરફ નમતા વળાંક મોતના મોઢામાં હાથ નાખવાથી ઓછા નથી. સામે આવતા વાહનોને રસ્તો આપવા માટે વાહનને કેટલાય મીટર રિવર્સ જવું પડે છે. આ માર્ગ 10 કિમી લાંબો છે અને તેને પૂર્ણ થવામાં લગભગ 2 કલાક લાગે છે.
Image Source : Indiatimes
ઉમલિંગ લા, લદાખ
ઉમલિંગ લા રોડ 19,323 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. તે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે (એક રસ્તો જ્યાં માત્ર બાઇક જ ચાલે છે), તેમજ સૌથી ખતરનાક રસ્તાઓ પૈકીનો એક છે. આ રસ્તો લદ્દાખના ચિસુમલે અને ડેમચોક ગામોને જોડે છે. આ રસ્તાના દ્રશ્યો તો સુંદર છે , પરંતુ અહીં ઓક્સિજન લેવલ ઓછું હોવાને કારણે બાઇક ચલાવવું થોડું મુશ્કેલ બની જાય છે. ઉમલિંગ લા સુધી પહોંચવા માટે ઘૂંટણ સુધી ઊંડા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. આ રોડ 105 કિલોમીટર લાંબો છે, જેમાં તમને 6 થી 7 કલાકનો સમય લાગી શકે છે.
Image Source : Wikimedia Commons
મનાલી – લેહ હાઈવે
તમને મનાલી-લેહ રોડ પર ભારતના સૌથી સુંદર દૃશ્યો જોવા મળશે. પરંતુ આ સુંદરતામાં ડૂબવાને બદલે, તમારૂ ધ્યાન કાર ચલાવવા પર વધુ આપો. આ રોડ પર વહેતી ગટર, રેલિંગ વગરના વળાંક, તૂટેલા પથ્થરો વધુ જોવા મળશે. યાદ રહે, આ માર્ગ પર 365 કિ.મી. સુધી ઇંધણ ભરાવવા માટેનું કોઈ સાધન નથી. ઉપરાંત, ગાટા લૂપમાં 21 વાંકાચૂકા વળાંકો પણ આવે છે. મજબુત હૃદય કરીને જ આ માર્ગ પર જવાનો વિચાર કરજો. આ રસ્તો 475 કિલોમીટર લાંબો છે અને તેને પાર કરવામાં લગભગ 1 દિવસનો સમય લાગી શકે છે.
Image Source : Indiatimes
કિન્નોર રોડ
હિમાચલના કિન્નૌર તરફ જતો આ રસ્તો NH-5 પર આવેલો છે. આ રસ્તો પથ્થરોને કાપી કાપીને બનાવવામાં આવ્યો છે. ખીણ તરફ જતો વળાંક, તૂટેલા રસ્તા તરફ જોવું એ ભારતના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક છે. કિન્નૌર રોડ પર તરંડા ધનક નામનો એક નાનો વિસ્તાર છે, જે આ રસ્તાઓ પરનો સૌથી ખતરનાક વિસ્તાર છે, જ્યાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ રસ્તો 130 કિલોમીટર લાંબો છે, જેને પાર કરવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે કેટલાક એવા ખતરનાક વળાંકો વાળા રસ્તાઓ વિશે જાણો છો જેના પર ડ્રાઈવિંગ કરતા સારા સારા લોકોને છૂટે છે પરસેવો”