ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર કેળા આપણને જબરજસ્ત ફાયદા આપે છે. અને આ એક એવું ફળ છે જેનું સેવન કરવાથી તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકો છો. તમે તેને દરરોજ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો, અને તેનાથી ગજબના ફાયદા મેળવી શકો છો. લોહીનું પરિભ્રમણ કંટ્રોલ કરવાથી લઈને પાચન યોગ્ય રાખવા સુધી તે ખૂબ જ ફાયદાકારક છે. અને એનર્જીથી ભરપૂર હોવાના કારણે દરરોજ એક કેળાનું સેવન એથ્લેટ લોકો જરૂરથી કરે છે. કેળાનું સેવન કરવાની સાથે વર્કઆઉટ કરવું પણ ખૂબ જ જરૂરી છે જો તમે વર્કઆઉટ ઓછું અને કેળાનું સેવનની માત્રા વધુ કરો છો તો તમારા શરીરની ચરબી વધી શકે છે.
કેળા છે ખૂબ ફાયદાકારક
જાણીતા આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલતાની જણાવે છે કે કેળા ખાનાર વ્યક્તિનું એનર્જી લેવલ સાધારણ વ્યક્તિથી વધુ જોવા મળે છે. એનર્જી લેવલ વધારવાની સાથે જ કેળામાં વિટામીન આયર્ન અને ફાઇબર જોવા મળે છે, જો તમારા ઘરમાં કોઈને ઝાડા થઈ ગયા છે તો પાકા કેળાની ફેટીને માખણની જેમ બનાવો. હવે તેમાં અમુક દાણા મિસરીના નાખો અને તેનું સેવન દિવસમાં બે થી ત્રણ વખત કરો. આમ કરવાથી ઝાડાની સમસ્યામાં આરામ મળે છે.
દરરોજ એક કેળું ખાવાથી મળે છે જબરજસ્ત લાભ
1 કમજોરી દૂર થશે
જો સવાર સવારમાં ઓફિસ અથવા કોલેજ જવાના ચક્કરમાં તમે નાસ્તો કરવાનું ભૂલી જાવ છો તો એક કેળું ખાઈને નીકળો, કારણકે કેળું ખાવાથી આપણને તાત્કાલિક એનર્જી મળે છે અને તે તમને દિવસભર ઉર્જા આપશે તેનું સેવન કરવાથી કમજોરી દૂર થાય છે.
2 તણાવ દૂર રહેશે
કેળામાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ જોવા મળે છે. તેના કારણે આપણા શરીરમાં સેરોટોનિન બને છે. સેરોટોનીનને હેપ્પી હોર્મોન પણ કહેવામાં આવે છે તેનાથી તણાવ દૂર રહે છે
3 પાચન યોગ્ય રહે છે
હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર કેળામાં જે સ્ટાર્ચ હોય છે તે આપણા પાચનતંત્ર માટે મહત્વના સારા બેક્ટેરિયા માટે ફાયદાકારક હોય છે. કેળા એન્ટી એસિડ પણ હોય છે, તેથી જ જો તમને છાતીમાં બળતરા ની સમસ્યા થઈ હોય તો તમે કેળાનું સેવન કરી શકો છો, તેનાથી તમને જરૂર ફાયદો મળશે.
4 વજન કંટ્રોલમાં રહે છે
જો તમે વજન કંટ્રોલમાં રાખવા માંગો છો તો નાસ્તામાં કેળાનું સેવન કરો તેનાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી, અને આ રીતે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.
કેળા ખાવાનો યોગ્ય સમય
કેળા ખાવાનો યોગ્ય સમય સવારે 8 થી 9 ની વચ્ચેનો હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team