જાણો, ભારતની એવી 5 ક્રાંતિકારી અને શૂરવીર મહિલા યોદ્ધાઓ વિશે, જેમણે પોતાનું નામ ઇતિહાસના પાના પર રચ્યું

Image Source

ભારતના ઇતિહાસમાં ઘણા વીર યોદ્ધા, શૂરવીર, ક્રાંતિકારી થયા જેમણે ક્યારેક બહાર આક્રમણથી દેશની રક્ષા કરી તો ક્યારેક રાજયની અંદર જ ષડયંત્રકારીઓનો સામનો કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઈને બ્રિટિશ સરકાર સુધીને હાર મનાવી. આ શુરવીરોનું નામ ઇતિહાસના પાના પર દાખલ છે. પરંતુ ભારતીય ઇતિહાસમાં ઘણી મહિલાઓના નામ પણ શામેલ છે, જે મહિલા યોદ્ધા તરીકે તેમનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી ચૂકી છે. આ યોદ્ધા મહિલાઓએ પુરુષો સમાન જ રાજ્યના દુશ્મનો સાથે ટક્કર લીધી. ક્યારેક મહેલની અંદરથી તેમના પતિઓ અને રાજાઓના રાજતિલક કરી યુધ્ધ માટે મોકલ્યા તો ક્યારેક રાજ્યની રક્ષા માટે જાતે તલવાર ઉઠાવી લીધી. ભારતની આઝાદીના 70 વર્ષ પૂરા થવાના અવસર પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. આ અવસર પર ભારતીય મહિલા યોદ્ધાઓ વિશે જાણો.

Image Source : facebook

રાણી દુર્ગાવતી

ચંદેલના રાજપૂત રાજાના પરિવારમાં રાણી દુર્ગાવતીનું નામ ઇતિહાસમાં લખાયેલું છે. રાણી દુર્ગાવતીના લગ્ન ગોંડવાનામાં થયા હતા. પરંતુ પતિના મૃત્યુ પછી રાણી દુર્ગાવતીએ બાળકોને માર્ગદર્શન આપતા શાસન કર્યું. રાણી દુર્ગાવતીને તેમના સાહસ અને વીરતા માટે ઓળખવામાં આવે છે. જ્યારે મુગ્લોએ આક્રમણ કર્યું ત્યારે રાણી દુર્ગાવતીએ તેમના વિરૂદ્ધ યુદ્ધ પણ લડ્યું. આ દરમિયાન ખ્વાજા અબ્દુલ મજીદ આસફ ખાનએ રાણી દુર્ગાવતીની સેનાને તેમના કબજામાં કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાણી છેલ્લે સુધી લડતી રહી. તે યુદ્ધમાં ઘાયલ થઈ ગઈ પરંતુ યુદ્ધ ચાલુ રહ્યું. તે મુગલોને સામે આત્મસમર્પણ કરવા તૈયાર હતી નહિ, આવી સ્થિતિમાં તેમણે પોતાને ચાકુ મારીને તેમના પ્રાણના બલિદાન આપ્યાં.

Image Source : facebook

સિખ યોદ્ધા માઈ ભાગો

અમૃતસરની ભૂમિ પર ઘણા યોદ્ધા અસ્તિત્વમાં આવ્યા. અહીંના એક મુખ્ય જમીનદારની દીકરી પણ મહાન યોદ્ધા તરીકે પ્રખ્યાત છે. માઈ ભાગો નામની મહિલાએ 1705 માં મુક્તસરની લડાઈમાં મુગલ સેના વિરુદ્ધ હથિયાર ઉઠાવ્યા હતા. 40 સીખ યોદ્ધાઓના નેતૃત્વ કરતા તેમને મુગલો સાથે યુદ્ધ લડયું હતું. કેહવામાં આવે છે કે સીખનો મુકાબલો 10000 મુગલ સૈનિકો સાથે થયો હતો.

Image Source : facebook

રાણી લક્ષ્મી બાઈ

બ્રિટિશ સરકારે એક નવો નિયમ લાગુ કર્યો કે જે રાજ્યોમાં જે કોઈ રાજાને સંતાન હોય નહિ, તે બ્રિટિશ સરકારને આધીન થઈ જાય. ઝાસીની રાણી લક્ષ્મીબાઈએ દામોદર નામના એક બાળકને દત્તક લીધો હતો. પતિના મૃત્યુ પછી તે સત્તા અને દામોદર બંનેને સારી રીતે સંભાળી રહી હતી. પરંતુ અંગ્રેજોના હસ્તક્ષેપ પછી તેને અંગ્રેજી સેના સાથે યુદ્ધ કર્યું. રાણી લક્ષ્મીબાઇની અંગ્રેજો સાથે યુદ્ધ કરવાની કહાની ઇતિહાસમાં ગૌરવપૂર્ણ રીતે દાખલ થઈ ચૂક્યું છે. જ્યારે પણ મહિલા યોદ્ધાઓનું નામ આવે છે, સૌથી પેહલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરવામાં આવે છે.

Image Source : facebook

મરાઠા મહારાણી તારાબાઈ

છત્રપતિ રાજારામ ભોસલેની રાણી અને પ્રખ્યાત મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની પત્ની તારાબાઈ ભોસલે પણ ભારતની તે મહિલા યોદ્ધામાં શામેલ છે, જેની વીરતાના કિસ્સા આજે પણ સંભળાવવામાં આવે છે. તારાબાઈ ભોસલેએ પતિના મૃત્યુ પછી તેના રાજ્યને બચાવવા માટે સંઘર્ષ કર્યો. મુગલ સમ્રાટ વિરૂદ્ધ યુદ્ધ લડ્યુ. તારાબાઈ ભોસલે તેની કુશળ રાજનીતિના કારણે ઓરંગઝેબ અને તેની સેનાને હરાવવામાં સક્ષમ રહી હતી.

Image Source : facebook

કિત્તુર ચેન્નમમા

1824 માં કર્ણાટકની રાજધાની કિત્તુરની મહારાણી કિત્તુર ચેન્નમમા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચૂકના સિદ્ધાંતના વિરૂદ્ધ થઈ ગઈ. બાળક અને પતિના મૃત્યુ પછી તેમણે રાજ્યને સંભાળ્યું તો અંગ્રેજોએ તેની પાસેથી સત્તા કબજે કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી અંગ્રેજો સાથે તેનું યુદ્ધ ચાલુ રહ્યું. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. પરંતુ ત્યાં સુધી તે અંગ્રેજો સાથે ઘણી વાર યુદ્ધ કરી ચૂકી હતી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment