આજકાલ વ્યસ્ત જીવનશૈલીનાં કારણે લોકોનું પોતાના ઉપર ધ્યાન બહુ ખૂબ જ ઓછું થઈ ગયું છે. અને તેના જ કારણે વધતા વજનની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. વધતા વજનને ઓછું કરવું તે કોઈ પડકારથી ઓછું નથી અને વધતા વજનની સાથે ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. એવામાં વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી હોય છે. વજન ઓછું કરવા માટે અળસીના બીજનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અળસીના બીજ થી તમે સ્મુધી બનાવીને તેનું સેવન કરી શકો છો. ચાલો જાણીએ અળસીના બીજમાંથી સ્મુધી બનાવવાની રીત.
પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ,ઓમેગા થ્રી ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર અળસી પાચનતંત્રમાં સુધારો લાવે છે. જેના કારણે જ વજન ઓછું કરવામાં મદદ મળે છે, એક શોધમાં જોવા મળ્યું છે કે દરરોજ 30 ગ્રામ ફાઇબર શરીરમાં જમા થયેલ ચરબીને ખૂબ જ તીવ્રતાથી ઘટાડવાનું કામ કરે છે, અને અળસીના બીજ ડાયટરી ફાઇબરથી ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો અળસીના બીજ તથા પપૈયાની સ્મુધી બનાવીને પીવામાં આવે તો તેનાથી ખૂબ જ જલ્દી વજન ઓછું થાય છે. ખરેખર અળસી ફાઇબરથી ભરપૂર હોય છે અને પપૈયા વિટામિનથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
અળસીના બીજ ની સ્મુધી બનાવવા માટેની રીત
- દોઢ કપ અળસી
- 1 કપ ઝીણું સમારેલું પપૈયું
- મીઠાશ માટે ગોળ અથવા મધ
- એલચી પાવડર
- દૂધ 3 કપ
- અંજીર
- બદામ
સ્મુધી બનાવવાની રીત
- સૌપ્રથમ અળસીના બીજ બદામ અને અંજીરને એક કલાક પાણીમાં પલાળીને મુકો.
- ત્યારબાદ પપૈયાને કાપીને દૂધ તથા ગોળની સાથે ઉમેરીને મિક્સરમાં મિક્સ કરો.
- હવે તેમાં પલાળેલા બીજ બદામ અને અંજીરને નાખીને પણ મિક્સરમાં મિક્સ કરો.
- ઉપરથી તેમાં ઈલાયચી પાવડર નાખો અને સ્મુધી સર્વ કરો.
- હવે તેને તાજુ તાજુ સેવન કરો.
તે ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે જેનાથી તમારું વજન ઓછું કરવામાં ખૂબ જ ફાયદો મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team