બાળકોનું વજન કેવી રીતે વધારવું? જેમ જેમ બાળકો મોટા થાય છે, તેનો શારીરિક વિકાસ પણ ઝડપથી થતો રહે છે. પરંતુ ઘણા બાળકોને ઉંમર વધવાની સાથે વજન વધી શકતું નથી. તે બાળકો બીજા બાળકોની સરખામણીમાં વધારે પાતળા અને નબળા જોવા મળે છે. આવી સ્થિતિમાં માતા-પિતા તેમના બાળકોના વજન વધારવા માટે ઘણા પ્રયત્ન કરે છે. તે બાળકોને જુદા જુદા ભોજન અને ફૂડ આપે છે. આ ઉપરાંત ઘણા લોકો બાળકોના વજન વધારવા માટે સપ્લીમેન્ટ અથવા પ્રોટીન પાવડર પણ આપવાનું શરુ કરે છે. પરંતુ વજન વધારવા માટે હંમેશા હેલ્ધી ટિપ્સ જ અજમાવવી જોઈએ.
આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા હતા છીએ, જેને ખાઈને બાળકો તેમનું વજન વધારી શકે છે. તેનાથી તેની શારીરિક નબળાઈ દૂર થશે, તે એકદમ ફિટ અને સ્વસ્થ રહેશે. તો ચાલો જાણીએ આરોગ્ય આહાર અને ન્યુટ્રિશન ક્લિનિકના ડાયેટિશિયન સુગીતા મુટરેજા પાસેથી બાળકોનું વજન ઝડપથી વધારતા ખોરાક વિશે
નોનવેજ
જો તમે માંસાહારી છો, તો નોનવેજથી વજન વધારી શકાય છે. તમે તમારા બાળકને વજન વધારવા માટે ઈંડા, મટન, ચિકન અને માછલી ભોજનમાં આપી શકો છો. સી ફૂડ વજન વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડેરી ઉત્પાદન
વધતા બાળકોને ડેરી ઉત્પાદન ભોજનમાં જરૂર આપવું જોઈએ. ડેરી ઉત્પાદનમાં પ્રોટીન, કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. તેનાથી બાળકોના હાડકા મજબૂત બને છે. સાથેજ પ્રોટીનથી બાળકોના સ્નાયુઓનો વિકાસ ઝડપી થાય છે. વજન વધારવા માટે તમે તમારા બાળકોને દૂધ, દહી, પનીર, માખણ, ઘી વગેરે ભોજનમાં આપી શકો છો.
સૂકા મેવા
સૂકા મેવા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. દુબળા-પાતળા બાળકોને સુકામેવા જરૂર ખવડાવવા જોઈએ. તમે તમારા બાળકોને બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ અને અંજીર વગેરે ભોજનમાં આપી શકો છો. આ ઉપરાંત માખણ પણ વજન વધારવામાં મદદ કરી શકે છે. દૂધની સાથે સૂકા મેવા આપવાથી બાળકોનું વજન ઝડપથી વધવા લાગશે.
ફળ
બાળકો, યુવાન અને વૃદ્ધ બધા માટે ફળનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે. જે બાળકો નબળા છે, તેને હાઈ કેલેરી ફળ ખાવા માટે આપી શકાય છે. કેળા, એવોકાડો, કેરી અને જરદાળુ વગેરે ખવડાવી શકો છો. આ ઉપરાંત બાળકોને સફરજન, દાડમ, સંતરા વગેરે ખવડાવવા પણ ફાયદાકરક હોય છે.
શાકભાજી
બાળકો હંમેશા શાકભાજી ખાવા માટે આનાકાની કરે છે, પરંતુ બાળકોને શાકભાજી ખવડાવવી ખૂબ જરૂરી હોય છે. શાકભાજીમાં બધા એવા પોષક તત્વ જોવા મળે છે, જે એક બાળકોના શારીરિક વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે. તમે તમારા બાળકોને બટેકા, શક્કરિયા, કોબી, પાલક અને લીલા પાન વાળી શાકભાજી ખવડાવી શકો છો.
સ્મુધી પીવડાવો
સ્મૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્મૂધી પીવાથી બાળકોનું વજન વધી શકે છે. તમે ફળની સ્મૂધી બનાવીને બાળકોને આપી શકો છો. તેમાં દૂધ, સૂકા ફળો, બીજ વગેરે પણ ઉમેરી શકાય છે. તેનાથી બાળકોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે, સાથે જ વજન પણ વધશે.
બીજ
બીજ પણ વજન વધારવામાં મદદ કરી શકે છે. આ માટે તમે બાળકોને સૂર્યમુખી, કોળું, અળસી, તરબૂચ વગેરેના બીજ ખવડાવી શકો છો. આ બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેને ખાવાથી બાળકોનું વજન વધારી શકાય છે.
તમારા બાળકોનું વજન વધારવા માટે તમે તેને શાકભાજી, ફળો, દાળ વગેરે જરૂર ખવડાવો. આ ઉપરાંત ડેરી ઉત્પાદન, નોનવેજ, સૂકામેવાથી પણ બાળકોનું વજન વધારી શકાય છે. પરંતુ જો બધા પ્રયત્નો પછી પણ બાળકોનું થોડું પણ વજન વધી રહ્યું ન હોય, તો આવી સ્થિતિમાં એકવાર ડોકટર સાથે વાતચીત જરૂર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team