પોતાના ઘરમાં દરેક લોકો ગાર્ડનીંગ કરવા ઇચ્છે છે પરંતુ ઘણા કારણોસર કરી શકતા નથી. ક્યારેક જગ્યાની ઉપણને કારણે તો ક્યારેક જાણકારીની ઉણપથી. પરંતુ આજના આ લેખમાં તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે વાત કરીશું ગાર્ડનીંગ સાથે જોડાયેલ કેટલીક સરળ રીત વિશે જેને અજમાવીને તમે તમારા ગાર્ડનના શોખને ફક્ત પૂરો કરી શકતા નથી પરંતુ ગાર્ડનને લીલું-છમ પણ બનાવી શકો છો.
ઘરને ગાર્ડનમાં દરેક લોકો બદલવા ઈચ્છે છે, પરંતુ આજની ભાગદોડ ભરેલા જીવનમાં કોઈની પણ પાસે તેટલો સમય નથી કે ઘરમાં ગાર્ડનીંગ કરી શકે અને પોતાના બાગકામ કરવાના સપનાને પૂરું કરી શકે. તેથી આજે આ લેખમાં બાગકામ સાથે જોડાયેલ બધા તથ્યો વિશે વાત કરી રહ્યા છીએ.
છોડને યોગ્ય અંતરે રાખો –
હંમેશા આપણે જગ્યાના અભાવને કારણે એક જ કૂંડામાં ઘણા બધા છોડ રોપી દઈએ છીએ. જો તમે પણ તેમ કરી રહ્યા છો તો આજથી જ બંધ કરી દો, કેમકે એક જ કૂંડામાં ઘણા છોડ રોપવાથી છોડનો વિકાસ અવરોધાય છે અને ક્યારેક ક્યારેક છોડ સુકાઈ જાય છે.
માટી પર પણ ધ્યાન આપો –
માટીની ગુણવતા છોડના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે, તેથી તમારે માટી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. છોડ રોપતા પેહલા માટીમાં ખાતર અને પાણી ચોક્કસ ઉમેરો કેમકે શરૂઆતમાં છોડને મુલાયમ માટીની જરૂર હોય છે.
જરૂર કરતા વધારે પાણી નાખવું નહિ –
હંમેશા આપણે વિચારીએ છીએ કે છોડને જેટલું પાણી આપીશું તેટલું ઝડપથી તેનો વિકાસ થશે, પરંતુ તે એક ભ્રમ છે. દરેક છોડને પાણીની જુદી જુદી માત્રાની જરૂર હોય છે. છોડને વધારે અથવા ઓછું પાણી આપવાથી તે કરમાઈ શકે છે. તેથી છોડ ખરીદતા પેહલા માળી પાસે પાણીની માત્રાનું જરૂર પૂછો અને સાથે ધ્યાન રહે કે છોડના પાન પર પાણી નાખવું નહીં કેમકે તેનાથી છોડ પર જીવ જંતુ લાગી શકે છે. આવી સ્થિતિમાં પાનને સાફ કરવા માટે તેને ધીમે ધીમે પાણીથી સ્પ્રે કરો. આ રીતે તમે ગાર્ડનિંગની ટીપ્સ અપનાવીને તમારા બગીચાને લીલાછમ કરી શકો છો.
ચોખાના પાણીનો ઉપયોગ કરો –
ચોખાનું પાણી છોડ માટે ઘણુ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે કરી શકાય છે. તેમાં લૈકટો બેસિલી નામના જીવાણું જોવા મળે છે, જે છોડના મૂળને મજબૂત બનાવે છે અને સાથે તે છોડમાં લાગતા જીવ-જંતુ ને પણ દૂર કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team