દિવસમાં 10,000 પગલાં ચાલવા માટે અપનાવો આ આસાન ઉપાય, જાણો ચાલવાના અદ્ભૂત ફાયદા

માત્ર શરીરને સ્વસ્થ બનાવવા માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ચાલવું ખૂબ જ ફાયદાકારક હોય છે, અને વિશેષજ્ઞોનું કહેવું છે કે એક દિવસમાં 500 કેલેરી બર્ન કરવા માટે દરેક વ્યક્તિએ દરરોજ 10,000 પગલા જરૂરથી ચાલવા જોઈએ. પરંતુ અત્યારની જે જીવનશૈલી છે તેના કારણે કામમાં વ્યસ્તતાને લીધે દરરોજ આટલા પગલા ચાલવા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ કામ છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે દરરોજ દસ હજાર પગલા ચાલવું અશક્ય છે, જો તમે ફિટ અને સ્વસ્થ રહેવા માંગો છો તો દસ હજાર પગલા ચાલવાના આ લક્ષ્યને મેળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, અને આજે આ લેખના આધારે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે તમે એક દિવસમાં 10,000 પગલાં ચાલવાનો લક્ષ્ય મેળવી શકો છો.

દરરોજ 300 પગલા વધારો

ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં દસ હજાર પગલાં ચાલવાના લક્ષ્યને એકદમથી પૂરું કરી શકતા નથી. અને નિશ્ચિત રૂપે તેની માટે થોડું પ્લાનિંગ જરૂરથી કરવું પડે છે, જો તમે દરરોજ થોડા પગલાં ચાલો છો તો ખૂબ જ સારું રહેશે કે તેમાં તમે દરરોજ 300-300 પગલાને ઉમેરતા જાઓ.

ઉદાહરણ તરીકે જો તમે 1000 પગલા ચાલી રહ્યા છો તો તેમાં 300 પગલાની ઉમેરો. જ્યારે તમે 1300 પગલા ચાલવામાં ખૂબ જ સારો અનુભવ કરો ત્યારે તમે તેમાં 300 પગલા બીજા વધારી શકો છો, આ જ રીતે તમે ધીમે ધીમે 300 પગલાં વધારતા જાવ, અને ત્યાં સુધી વધારતા જાઓ જ્યાં સુધી 10,000 પગલા પૂરા ન થઈ જાય.

ઘરની નજીકની જગ્યાએ ચાલતા જાવ

આજકાલ લગભગ લોકો પોતાના ઘરની નજીકની દુકાન જવા માટે પણ સ્કૂટી અથવા બાઈકનો ઉપયોગ કરે છે, અને આ જ રીતે માર્કેટ અથવા ઓફિસ જવાનું હોય તેની માટે કાર એવી જગ્યાએ પાર્ક કરે છે જ્યાંથી તેમને વધુ ચાલવું ન પડે. તમારી આ આદતને પણ તમારે બદલવી જોઈએ. જો તમે આસપાસ કોઈ પણ કામ માટે જઈ રહ્યા છો તો સ્કુટી અથવા રિક્ષાની જગ્યાએ ચાલતા જવું જોઈએ, ત્યાં જ કારને પણ થોડી દૂર પાર્ક કરો. તે જ રીતે તમે દરરોજ દસ હજાર પગલાં ચાલવાના તમારા લક્ષ્યને પાર કરી શકશો.

સીડી નો ઉપયોગ કરો

કદાચ જ કોઈ લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરતું હોય છે, જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારી આ આદતને બદલો, ક્યારેક ક્યારેક લિફ્ટનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ દરરોજ લિફ્ટની જગ્યાએ સીડીનો જ ઉપયોગ કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે સીડી ચડવા ઉતરવાથી તમે લગભગ 40 પગલા ચાલો છો, અને ત્રીજા માળ સુધી સીડી ચડવાથી તમે લગભગ 152 પગલાં ચાલો છો.

તમારા પાલતુ જાનવર ને ફરવા લઈ જાવ

જો તમારા ઘરમાં કોઈ પાલતુ જાનવર છે તો તેને તમે જાતે જ ફરવા લઇ જાવ. સામાન્ય રીતે પાલતુ જાનવર ની સાથે એક વ્યક્તિ 15 મિનિટમાં લગભગ 1000 પગલા ચાલી શકે છે, અને તે ન માત્ર તમારા પાલતુ જાનવર માટે સારું છે પરંતુ તમારી માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, સવારે અથવા સાંજના સમયે તમારા પાલતુ જાનવરની સાથે તમે ચાલવા નીકળી શકો છો.

Pedometer Watch at Rs 150/piece | Mini Pedometer | ID: 16468342548

Image Source

પેડોમીટરનો ઉપયોગ કરો

પેડોમીટર એક એવું મશીન છે જે તમારા પગલાની સંખ્યા ગણે છે. ચાલતા જતી વખતે તમારા કુલ્હાને ઉપર નીચે થવાની પ્રક્રિયાને પેડોમીટર રેકોર્ડ કરે છે. તમે ઘડિયાળ અથવા તો એપ્લિકેશન ઉપર પેડો મીટરનો ઉપયોગ કરી શકો છો. તમે તેની મદદથી જાણી શકશો કે તમારા લક્ષ્યથી તમે કેટલી દૂર છો, અને તમારા લક્ષ્યને પૂરું કરવા માટે તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે. જો તમે દરરોજ ઓછું ચાલી રહ્યા છો તો લંચ બ્રેકમાં અને ડિનર પછી પણ તમે ચાલવાનું શરૂ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment