વ્યક્તિની જિંદગીમાં સંગીત નો સંબંધ હંમેશા અતૂટ રહ્યો છે. એવામાં જો તમે સંપૂર્ણ જિંદગી તણાવથી દૂર રહેવા માંગો છો અને ખુશહાલ જિંદગી જીવવા માંગો છો તો જેટલી જલ્દી હોય કે તમે સંગીત થી સંબંધ બનાવી લો કહેવાનો અર્થ છે કે તમે સંગીત સાંભળવાનું પસંદ કરો છો એટલે કે તમે હંમેશા ખુશ રહેવા માંગો છો અને સંગીતની ખાસિયત પણ એ જ છે કે જ્યારે ઇચ્છો જેવો ઈચ્છો તેવું તમે સાંભળો અને ત્યારબાદ તમારા મુડને બદલી નાખો.
જે રીતે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ભોજન ની જરૂર હોય છે. તે જ રીતે આપણી આત્મા ને સ્વસ્થ અને સકારાત્મક રાખવા માટે સંગીત ની જરૂર પડે છે. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ના હોવ પરંતુ અમે તમને એટલું જ કહીશું કે થોડો સમય પોતાના માટે કાઢો અને સંગીતને થોડો તમારો સાથી બનાવો, કારણ ઘણા બધા શોધમાં જણાવવામાં આવ્યું છે કે સંગીતની અસર આપણાં શરીર અને મન બંને ઉપર પડે છે.
મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન જણાવે છે કે ‘ જો મારી પાસે ફરીથી જીવવા માટે જીવન હોત તો હું અમુક કવિતા વાંચી ને દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વખત સંગીત સાંભળવા માટે એક નિયમ બનાવતો.’ એક શોધમાં માહિતી મળી છે કે સંગીત સાંભળવાથી કોઈપણ વ્યક્તિ શારીરિક તથા માનસિક રૂપે સ્વસ્થ રહે છે. એક રિસર્ચ જણાવે છે કે જો તમે સંગીત સાંભળવાનું પસંદ કરો છો તો તમારો મૂડ ખુબ જ ખુશ મિજાજ રહે છે, અને વિચારવા તથા સમજવાની શક્તિ પણ વધે છે. એટલું જ નહીં જો તમે કોઈપણ બીમારીથી પીડિત છો તો સમસ્યા પણ ધીમે ધીમે સુધરવા લાગે છે. સંગીત એટલે ગીત નો સંગ દરરોજ 20 થી 30 મિનિટ સંગીત ને સાથ આપવાથી કોઇ પણ વ્યક્તિનું એકલાપણું અથવા તણાવ દૂર થઈ જાય છે, આવો જાણીએ સંગીત સાંભળવા ના ફાયદા.
સંગીત આપણા શરીર અને મગજ બંનેને ખૂબ જ સારું બનાવે છે કોમ્પ્લીમેન્ટરી થેરાપી આ મેડિસિન નામની પત્રિકામાં 2015 માં પ્રકાશિત થયેલ એક અધ્યયનમાં જોવા મળ્યું હતું કે જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં તારો સંભાળ રાખવા માટે મ્યુઝિક થેરાપી આપવામાં આવી ત્યારે તેમને દર્દ ચિંતા અને હૃદયની ગતિ તથા બ્લડ પ્રેશરની તકલીફ ને ખૂબ જ ઓછી થયેલી જોઈ.
અહીં અમે તમને એવા ઉપાય જણાવવા જઇ રહ્યા છે જેનાથી સંગીત તમને શારીરિક તથા માનસિક તંદુરસ્તી આપશે.
સંગીત આપણો મૂડ સારો રાખે છે
સંગીત આપણો મૂડ બદલવાની શક્તિ રાખે છે તેથી જ્યારે પણ તમને કંઈ જ સારું ન લાગતું હોય તો પોતાની પસંદગીનું સંગીત સાંભળો. તે તમને ફરીથી ખુશ અને ઉર્જાવાન અનુભવ કરાવવામાં મદદ કરશે.
યાદશક્તિ વધારે છે
જો તમે તમારી પસંદગીનું સંગીત સાંભળો છો તો, વાંચેલું તમને ખૂબ જ સારી રીતે યાદ રહે છે. પસંદગીનો મ્યુઝિક સાંભળવાથી હૃદયના હુમલાનું જોખમ ઓછું થઈ જાય છે, અને ધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે.
સંગીત ઊંઘને આસાન બનાવે છે
પસંદગીની ધૂન અથવા તો સંગીત સાંભળવાથી તંત્રિકાઓ ને શાંત કરવામાં મદદ મળે છે, જેનાથી ઊંઘ આસાનીથી આવી જાય છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે સંગીત જૂનામાં જૂના સ્લીપ ડિસઑર્ડર એટલે કે ઉંઘના વિકારો પણ દૂર કરવા માટે મદદ કરે છે.
તે તણાવને ઓછો કરે છે
જર્મનીના મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ના એક ન્યુરોસર્જન વિશેષજ્ઞ ડોક્ટર રોની એનક દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સંગીત તણાવ વધારનાર હોર્મોન કોર્સીટેલને ઓછો કરવામાં મદદ કરે છે.
સંગીત તમને દુખાવામાંથી રાહત અપાવે છે
શાંત સંગીત સાંભળવાથી તમારા શરીરમાં ઉત્પાદિત પ્રાકૃતિક દર્દ નિવારક ના રૂપે એન્ડોર્ફિનને આમંત્રિત કરે છે. અને તે તમારા શરીરનો પ્રાકૃતિક દર્દનિવારક છે, આમ પછી તે ભલે દિલ તોડનાર હોય અથવા તો માથાનો દુખાવો સંગીત બંને માટે કામ કરે છે.
ધ્યાન વધારે છે
તમે ઇચ્છો તો આ વાતની ગેરંટી લઈ શકો છો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક તમારું ધ્યાન વધારવા માટે ખાસ મદદ કરે છે અને ખાસ કરીને જ્યારે સમયનો અવરોધ હોય.
વર્ક આઉટ કરવામાં મદદગાર
સંગીત ઊર્જાનો એક સદાબહાર સ્ત્રોત છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા છો. તે એડ્રિનલના સ્તરને.વધારીને ટેમ્પો સેટ કરવામાં મદદરૂપ થાય છે. અને તે પણ જોવા મળ્યું છે કે જ્યારે તમે વર્કઆઉટ દરમિયાન યોગ્ય ટ્રેકની પસંદગી કરો છો તો તમને તેનો વધુ લાભ થાય છે. તમે તેને ટ્રાય કરીને જોઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team