“ધ રીયલ હાઉસ વાઈફ્સ” એક ટેલિવિઝન શો છે અને તે 1 જૂન 2022માં દુબઈ સિરીઝના પ્રીમિયમ કયું દુબઈના છ સૌથી અમીરહાઉસ વાઈફ ના નામ સામે આવ્યા.
“ધ રીયલ હાઉસ વાઈફ્સ” એક અમેરિકન રિયાલિટી ટેલિવિઝન સિરીઝ છે અને આ ફ્રેન્ચાઇઝી ની શરૂઆત “ધ રીયલ હાઉસ વાઈફ્સ” ઓફ ઓરેન્જ કાઉન્ટી ના સાથે થઈ હતી. જેનું પહેલું પ્રીમિયમ 21 માર્ચ 2016માં કેલિફોર્નિયામાં થયું હતું. વાનકુવર, મેલબોર્ન, ચેશાયર, ઓકલેન્ડ, સિડની, જોહાનિસબર્ગ, હંગેરી, એથેન્સ પછી આ ફ્રેન્ચાઈઝીની સિરીઝ દુબઈમાં પણ શરૂ થઈ. રીયલ હાઉસ વાઈફ ફ્રેન્ચાઇઝી ની પહેલી સિરીઝમાં યુએઇ ના દુબઇ શહેરમાં રહેનાર ઘણી બધી મહિલાઓની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ઉપર ફોકસ કરવામાં આવ્યો.
દુબઈના “ધ રીયલ હાઉસ વાઈફ્સ” 2022 નું પ્રિમીયર 1 જુન 2022માં થયું, તેમાં દુબઈની છ સૌથી અમીર મહિલાઓના નામ જાહેર થયા, આવો જાણીએ નેટ વર્થના આધારે દુનિયાની સૌથી છ અમીર મહિલાઓ કોણ છે?
1.કેરોલિન સ્ટેનબરી
View this post on Instagram
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અનુસાર, લંડનમાં જન્મેલી કેરોલિન સ્ટેનબરી, જેણે લેડીઝ ઓફ લંડન (2014) શોમાં અભિનય કર્યો હતો, તે દુબઈની સૌથી ધનિક ગૃહિણી છે. તેમની સંપત્તિ લગભગ રૂ. 232.70 કરોડ (US$30 મિલિયન) છે. કેરોલિનના પહેલા પતિનું નામ સેમ હબીબ હતું, જેનાથી તેને ત્રણ બાળકો હતા. મળતી માહિતી મુજબ, છૂટાછેડા બાદ તેણે સમાધાન માટે તેના પહેલા પતિ પાસેથી સારી એવી રકમ મેળવી હતી.
કેરોલિનના વર્તમાન પતિનું નામ સર્જિયો કૈરાલો છે, જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી છે. કેરોલિન હાલમાં ‘કેરોલિન સ્ટેનબરી’ શુ લાઇનની ઓનર છે જે વિશ્વની સૌથી લક્ઝરી શુ બ્રાન્ડ માનવામાં આવે છે.
2. લેસા મિલાન
View this post on Instagram
ભૂતપૂર્વ મિસ જમૈકા વિજેતા અને ફેશન ડિઝાઇનર લેશા મિલાન નેટવર્થની દ્રષ્ટિએ બીજા નંબર ઉપર છે. અને તેમની નેટ વર્થ 31.7 થી 571 મિલિયન (US$5 મિલિયન – US$9 મિલિયન) ની વચ્ચે છે. લેસા મિલા મીના રો મેટરનિટી નામની કપડાની બ્રાન્ડની માલિક છે.
તેઓ દુબઈ આવતા પહેલા, મિલાન જમૈકાથી મિયામી ગયા હતો અને ત્યાં 8 વર્ષ રહ્યા હતા. તેણીએ કરોડપતિ ડેવલોપર રિચાર્ડ હોલ સાથે લગ્ન કર્યા છે અને તેમને ત્રણ બાળકો છે. મિલાનને પ્રવાસ અને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે.
3. કેરોલિન બ્રુક્સ
View this post on Instagram
25.39 થી 38.09 કરોડ (US$4 મિલિયન-US$6 મિલિયન)ની નેટવર્થ સાથે કેરોલિન બ્રૂક્સ UAEમાં ત્રીજા નંબરની સૌથી અમીર ગૃહિણી છે. કોસ્મોપોલિટન મિડલ ઈસ્ટ મુજબ, બ્રુક્સે દુબઈમાં પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો, બિઝનેસ વુમનના 2.20 લાખ ફોલોઅર્સ છે અને તે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી.તે ગ્લાસ હાઉસ સલૂન એન્ડ સ્પા નામનું સલૂન ચલાવે છે.
4. ચેનલ અયાન
View this post on Instagram
સુપર મોડલ ચેનલ અયાન રિયલ હાઉસવાઈવ્સ દુબઈ સિરીઝમાં ચોથા નંબર પર છે. કેન્યામાં જન્મેલ તે સોમાલી અને ઇથોપિયન સૌંદર્ય તેમજ ઘણા ફેશન મેગેઝીનના કવરપેજ પર જોવા મળ્યા છે. તે એક સફળ બિઝનેસમેન છે જે ટેલેન્ટ એજન્સી અને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ટોની માલ્ટ સાથે મેકઅપ અને સ્કિનકેર લાઇન ધરાવે છે. તેમની નેટ વર્થ લગભગ ₹6.34 કરોડ (US$1 મિલિયન) છે.
5. સારા અલ મદની
View this post on Instagram
સારા અલ મદાનીએ 15 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્રી દીધો હતો, તે ખૂબ જ સારી વક્તા પણ છે જેણે 200 થી વધુ ભાષણો આપ્યા છે. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, મદની હાલમાં હલ્હીની માલિક છે. આ એક પર્સનલ સ્ટેજ છે જે સેલિબ્રિટીઓને તેમના પ્રશંસકો માટે વિડિયો શાઉટઆઉટ કરવા માટે મળે છે. તેમની નેટ વર્થ લગભગ ₹6.34 કરોડ (US$1 મિલિયન) છે.
6. નીના અલી
View this post on Instagram
લેબનોનમાં જન્મેલી, ટેક્સાસમાં ઉછરેલી નીના અલી આ યાદીમાં સૌથી નીચે આવે છે. 2011માં તે તેના બિઝનેસમેન પતિ મુનાફ અલી સાથે દુબઈ આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 5.21 લાખ ફોલોઅર્સ છે. અને તેમના નેટવર્થ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team