વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીના છોડની સાથે કેટલાક બીજા છોડ પણ આપણા જીવનમાં પ્રગતિ લાવે છે. આવી સ્થિતિમાં આ છોડને તુલસીના છોડ સાથે લગાવવાથી તેમાં મળતા ફાયદા બમણા થઈ જાય છે. તો ચાલો જાણીએ આ છોડ વિશે.
હિન્દુ ધર્મમાં તુલસીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેની પૂજા કરવાના ઘણા નિયમ પણ હોય છે. તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીની પૂજા જરૂર કરવામાં આવે છે. સાથેજ ભગવાન વિષ્ણુને ધરાવવામાં આવતા ભોગમાં તુલસીના પાનનો પણ સમાવેશ કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારત્મકતા દૂર થાય છે. સાથેજ તુલસીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ પણ જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.
વાસ્તુ મુજબ, ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ફક્ત તુલસીનો છોડ જ પૂરતો છે પરંતુ જો તમે તેની સાથે કેટલાક બીજા છોડ પણ લગાવો છો તો તેનાથી મળતા ફાયદા બમણા થાય છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો તેની સાથે આ છોડને પણ ચોક્કસ લગાવો.
•શમીનો છોડ – વાસ્તુ મુજબ, શમીનો છોડ લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. શમીના છોડનો સંબંધ શનિદેવ સાથે હોય છે. શનિવારના દિવસે શમીના છોડની પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો આ છોડને તુલસીના છોડની સાથે લગાવવામાં આવે તો તેનાથી મળતા ફાયદા બમણા થાય છે.
•કાળો ધતુરા – ધતૂરો ભગવાન શિવને અર્પણ કરવામા આવે છે. માનવામાં આવે છે કે કાળા ધતુરાના છોડમાં શિવજીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં તે છોડને ઘર પર લગાવવો ઘણો શુભ માનવામાં આવે છે. તુલસીની સાથે કાળા ધતુરાનો છોડ લગાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા થાય છે. આવી સ્થિતિમાં મંગળવારના દિવસે તમે કાળા ધતુરાનો છોડ લગાવી શકો છો.
•કેળાનું વૃક્ષ – ઘરમાં કેળાનું વૃક્ષ લગાવવું ઘણું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે સાથેજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘન સંબંધી સમસ્યા દૂર થાય છે. તુલસીના છોડની પાસે કેળાનું વૃક્ષ લગાવવાથી ઘરમાં ઘણી પ્રગતિ થાય છે. ધ્યાન રહે કે આ બંને છોડને એક સાથે લગાવવાના નથી પરંતુ કેળાના છોડને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ લગાવવાનું છે અને તુલસીના છોડને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ લગાવવાનો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team