શું તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો!!! તો અજમાવો આ 8 ઘરેલુ નુસખા

કબજિયાત એટલે પેટ સરખી રીતે સાફ ન થાય અને મળત્યાગમા ઘણી સમસ્યાનો સામનો કરવો આજના સમયમાં સામાન્ય બાબત છે અને આ સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આજના સમયમાં ઘણા લોકોને કબજિયાત થાય છે અને તેના કારણે પાચનક્રિયા ખરાબ રીતે અસર થાય છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો, ગેસ થવો, ભૂખ ન લાગવી વગેરે થવા લાગે છે. ઘણીવાર કબજિયાતના કારણે થનારી સમસ્યાઓ મોટી મુસીબત બની જાય છે. તેમજ ઘણીવાર આપણે તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓ ખાઈ લઈએ છીએ. આવી સ્થિતિમાં આરામ તો મળે છે પરંતુ શરીર પર તેની વિરુદ્ધ અસર થાય છે. હાલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક ઘરેલુ નુસખા જે તમને ઉપયોગમાં આવી શકે છે.

વધારે પાણી પીવું –

શરીરમાં પાણીની ઉણપ થવાથી કબજીયાતની સમસ્યા થવા લાગે છે. જી હા, તમે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. ફક્ત એટલું જ નહીં પરંતુ આ ઉપરાંત એવી વસ્તુઓનું પણ સેવન કરો જેનાથી પાણીની પૂરતી થઈ શકે.

લીંબુ પાણી

લીંબુનો રસ પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરીલા કણ નીકળી જાય છે. તમે સવારના સમયે લીંબુ પાણી અથવા લેમન ટી પી શકો છો.

પાલક

કબજીયાતથી છુટકારો મેળવવા માટે તમારા ભોજનમાં પાલકનો જરૂર સમાવેશ કરો. તેમાં ફાઇબર પોટેશિયમ આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે સ્વાસ્થ્યની સાથે આ સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે.

દહી

દહીંમા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઇબર હોય છે જે કબજિયાતની સમસ્યાથી છુટકારો આપી શકે છે. જી હા, દહીંમાં પ્રોબાયોટીક્સ સારા બેક્ટેરિયા જોવા મળે છે જે મળત્યાગમાં મદદ કરી શકે છે.

અંજીર

કબજિયાતની સમસ્યામાં અંજીરનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.

હર્બલ ટી

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હર્બલ ટી બનાવીને પી શકો છો. જી હા, તમે હર્બલ ટીમાં ફુદીનો અને આદુ બંને નાખી શકો છો.

.

Image Source

આલુ

ઉનાળાના દિવસોમાં આલુ બજારમાં સરળતાથી મળી જાય છે. આવી સ્થિતિમાં કબજીયાતની સમસ્યા થવા પર તમે આલુ ખાઈ શકો છો તેમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ ખાઈને પણ કબજીયાતથી છુટકારો મળી શકે છે. જી હા, તેના માટે દ્રાક્ષને થોડીવાર માટે પાણીમાં પલાળીને રાખો. સરખી રીતે ફૂલી જવા પર તેને ચાવીને ખાઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment