વજન ઓછું કરવા માટે સાત્વિક ભોજનને માનવામાં આવે છે સૌથી વધારે ફાયદાકારક, તમે પણ કરો તેનું સેવન

આપણે કેવા પ્રકારનું ભોજન કરીએ છીએ, તે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યના નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયુર્વેદ કહે છે, ભોજન આપણા શરીર માટે ઈંધણ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં ભોજનની પ્રકૃતિ જેવી હશે, શરીર પર તેના આધારે અસર પડે છે. આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો નો ઉલ્લેખ જોવા મળે છે, તેમાં તામસિક, રાજસિક અને સાત્વિક ભોજન વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સાત્વિકને સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. સાત્વિક ભોજનનું નામ સંસ્કૃત શબ્દ સત્ય પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ છે શુદ્ધ એટલે કે ભોજનની શુદ્ધતાના આધાર પર આ પ્રકારનું ભોજન ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.

વજન ઓછું કરવાથી લઈને શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે સાત્વિક ભોજનના સેવનની ટેવ વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે. સાત્વિક ખાદ્ય પદાર્થ હળવા અને પૌષ્ટિક હોય છે જે સરળતાથી પચી જાય છે. ડેરી ઉત્પાદનથી લઈને ફળ, શાકભાજી, અનાજ, મસાલા અને નટસ સાત્વિક ભોજનનો ભાગ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વજન ઓછું કરવા માટે સાત્વિક ભોજનનું સેવન કઈ રીતે ફાયદાકારક થઈ શકે છે ?

 

•સાત્વિક ભોજનના ફાયદા – સાત્વિક આહારના સેવનના ઘણા પ્રકારના ફાયદાઓ છે. વજન ઓછું કરવા, પાચનને સારું રાખવાની સાથે મસ્તિષ્કને સ્વસ્થ અને ફીટ બનાવી રાખવા માટે તેનું નિયમિત સેવન કરવું એ વિશેષ ફાયદાકારક થઈ શકે છે. તે શરીરમાં બહાર કાઢવાની સાથે જરૂરી પોષક તત્વોની પૂરતી કરવા અને શરીરને ફિટ રાખવામાં તમને વિશે મદદ કરે છે. આ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાત બધા લોકોને સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુનું સેવન કરવા પર ભાર આપે છે.

•વજન ઓછું કરવા માટે સાત્વિક ભોજન? – આયુર્વેદ નિષ્ણાત કહે છે, સાત્વિક ભોજનમાં શામેલ ખાદ્ય પદાર્થ સ્વાભાવિક રૂપે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાત્વિક ભોજનને તૈયાર કરવા માટે તેલ અને ચરબી વાળી વસ્તુનો મર્યાદિત ઉપયોગ પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં કાચા, હળવા, બાફેલા ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. તે પાચનને ઉતમ રાખવાની સાથે શરીરમાં વધારે ચરબી જામતી અટકાવે છે, જેનાથી વજન સંતુલિત રાખવામાં મદદ મળે છે.

•વજન ઓછું કરવા માટે શું ખાવું ? – સાત્વિક ભોજન શાકભાજીઓ, ફળ, બિન્સ અને નટ્સ સાથે સંપૂર્ણ પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના સેવન પર આધારિત છે. પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન તમારા શરીરને પ્રોટીન, સ્વસ્થ ચરબી, ફાઈબર, વિટામિન, ખનીજ અને એન્ટી ઓક્સિડન્ટ પ્રદાન કરી સમગ્ર સ્વાસ્થ્યમા વધારો કરવામાં મદદ કરે છે, જે યોગ્ય શારીરિક કાર્ય માટે જરૂરી છે. નિષ્ણાતો મુજબ ભોજનમાં ફાઈબર અને છોડ પર આધારિત ખાદ્યો વધારીને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

Photographing document

•અઘ્યન શું કહે છે ? અધ્યયનો પાસેથી જાણ થાય છે કે જે લોકો શાકાહારી ભોજનનું સેવન કરે છે, તેનામાં સામાન્ય રીતે માસાહારી અથવા તામસિક ભોજન કરતા લોકોની સરખામણીમાં શરીર માસ ઇન્ડેક્સ વધવાનું જોખમ ખૂબ ઓછું હોય છે. ઘણા અધ્યયનો પાસેથી તે પણ જાણવા મળ્યું છે કે શાકાહારી ભોજન, મેદસ્વિતા ધરાવતા લોકોમાં વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. શાકાહારી ભોજનમાં ઉચ્ચ ફાઈબર અને ઓછી કેલેરી વાળી વસ્તુઓ હોય છે જે વજનને સંતુલિત કરવામાં મદદરૂપ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment